બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / worship laxmiji and hanumanji on holi gives you prosperity in life

હોળી 2022 / આ વર્ષે હોળીએ વિશેષ યોગ, આવક થશે બમણી, અજમાવી જુઓ આ ઉપાય

Khyati

Last Updated: 11:46 AM, 16 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હોળીના દિવસે આ બે દેવી-દેવતાની પૂજા અવશ્ય કરો. ધન સંપત્તિમાં વધારો થશે એ નક્કી

  • હોળીના પાવન દિવસે બને છે ખાસ યોગ 
  • વેપાર ધંધા માટે વિશેષ લાભદાયી
  • મા લક્ષ્મી-હનુમાનજીની કરો પૂજા

હોળી નજીકમાં છે. 17 માર્ચે હોલિકા દહન જ્યારે 18 માર્ચે  રંગોથી હોળી રમવામાં આવશે. ત્યારે આ વર્ષે હોળીના દિવસે બહુ સારો યોગ બનવા જઇ રહ્યો છે. એટલે આ દિવસે માત્ર બે ઉપાય કરવામાં આવે તો તમને ખાસ ફાયદો મળે. આ વર્ષે હોળી સર્વાર્થસિદ્ધિ યોગ, અમૃત યોગ, ધ્રુવ યોગ અને વૃદ્ધિ યોગ બનશે. વૃધ્ધિ યોગમાં કરેલ કાર્ય લાભ આપે છે. વેપાર માટે આ યોગ વિશેષ માનવામાં આવે છે. આ ઉપરાંત હોળી પર બુધ-ગુરુનો આદિત્ય યોગ પણ બની રહ્યો છે. 

મા લક્ષ્મીની કરો પૂજા

જો જીવનમાં ધન-સંપત્તિની સમસ્યા હોય અથવા ઘરમાં કોઈ પ્રકારની નકારાત્મક ઉર્જા હોય તો  હનુમાનજી અને માતા લક્ષ્મીની આરાધના ઉપયોગી નીવડે છે.જો કે પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર કરવા અને દેવી લક્ષ્મીની કૃપા મેળવવાના ઘણા ઉપાયો છે, પરંતુ હોલિકા દહનના દિવસે વિશેષ ઉપાય કરવાથી પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થઈ શકે છે. હોલિકા દહન એટલે કે ફાલ્ગુન પૂર્ણિમાના દિવસે દેવી લક્ષ્મીની વિશેષ પૂજા કરવી જોઈએ. તેના માટે મા લક્ષ્મીની મૂર્તિ સ્થાપિત કરો. સ્નાન કર્યા પછી ફૂલ, હળદર, ધૂપ, દીવો, મીઠાઈ વગેરેથી દેવી લક્ષ્મીની પૂજા કરો. પૂજા દરમિયાન 'ઓમ મહા લક્ષ્મયૈ નમઃ' આ મંત્રનો 108 વાર જાપ કરો. આ ઉપાયથી પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. તેની સાથે નોકરી અને પ્રમોશનમાં પણ મદદ કરે છે.

હનુમાનજીની પૂજા 

દરેક કાર્યમાં સફળતા અને ઘરમાં સુખ-સમૃદ્ધિ માટે હોલિકા દહનની રાત્રે હનુમાનજીની પૂજા કરો. આ દિવસે હનુમાનજીની પૂજા કરવા માટે સૌથી પહેલા સ્નાન કરો. આ પછી ભગવાનની મૂર્તિને કોઈ સ્વચ્છ જગ્યાએ સ્થાપિત કરો અને તેને સિંદૂર અને ચમેલીનું તેલ અર્પણ કરો. તે પછી આરતી  કરીને હનુમાનજીને ગોળ અને ચણા ધરાવો.  પૂજા પછી આ પ્રસાદ દરેકને વહેંચો. આ સિવાય જો શક્ય હોય તો શિવ મંદિરમાં શિવલિંગ પાસે દીવો કરો. આમ કરવાથી પારિવારિક સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ