બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / 9 મહિના પછી આજે અમેરિકા અને ઈરાન વચ્ચે વાટાઘાટો, અમેરિકનોને તાત્કાલિક દેશ છોડવાની સલાહ

વિશ્વ / 9 મહિના પછી આજે અમેરિકા અને ઈરાન વચ્ચે વાટાઘાટો, અમેરિકનોને તાત્કાલિક દેશ છોડવાની સલાહ

Published By: Vidhata Gothi

Last Updated: 11:45 AM, 6 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે આજે બંને દેશો વચ્ચે પરમાણુ વાર્તા થશે. આ બેઠક ઓમાનની રાજધાની મસ્કતમાં થશે. અગાઉ આ વાર્તા તુર્કીયેના ઇસ્તાંબુલમાં થવાની હતી.

અમેરિકા અને ઈરાન આજે ઓમાનની રાજધાની મસ્કતમાં પરમાણુ વાર્તા કરવાના છે. આ વાતચીત એવા સમયે થઈ રહી છે, જ્યારે પ્રદેશમાં તણાવ ચરમ પર છે. બંને દેશો વચ્ચે આ વાતચીત ભારતીય સમય પ્રમાણે સવારે 11.30 વાગ્યાથી શરૂ થશે. આ લગભગ નવ મહિના પછી બંને દેશો વચ્ચે પહેલી પ્રત્યક્ષ બેઠક માનવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી વાટાઘાટોના સ્થળ, સ્વરૂપ અને એજન્ડાને લઈને અસમંજસની સ્થિતિ હતી.

ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ સોશિયલ મીડિયા દ્વારા આ બેઠકની માહિતી આપી અને વાટાઘાટોની વ્યવસ્થા કરાવવા માટે ઓમાન સરકારનો આભાર વ્યક્ત કર્યો. ઓમાનને પશ્ચિમ એશિયાની કૂટનીતિમાં લાંબા સમયથી એક તટસ્થ મધ્યસ્થી તરીકે જોવામાં આવે છે. આ પહેલા પણ તે અમેરિકા-ઈરાનની વાટાઘાટોની મેજબાની કરી ચૂક્યું છે.

પહેલા ઇસ્તાંબુલમાં થવાની હતી બેઠક

કહેવાઈ રહ્યું છે કે શરૂઆતમાં આ બેઠક તુર્કીયેના ઇસ્તાંબુલમાં થવાની હતી, જેમાં ક્ષેત્રીય દેશોના સામેલ થવાની સંભાવના હતી. જો કે ઈરાને કહ્યું કે વાતચીત માત્ર દ્વિપક્ષીય હોય અને તેનો દાયરો માટ પરમાણુ કાર્યક્રમ અને અમેરિકન પ્રતિબંધો હટાવવા સુધી જ સીમિત રહે. આ પછી બેઠકનું સ્થળ બદલીને મસ્કત કરી દેવામાં આવ્યું.

vtv app promotion

અમેરિકા-ઈરાન સંબંધોમાં તણાવ

આ વાટાઘાટોમાં ઈરાન તરફથી વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી સામેલ થશે, જ્યારે અમેરિકાના પ્રતિનિધિમંડળમાં પશ્ચિમ એશિયાના રાજદૂત સ્ટીવ વિટકોફ અને સંભવતઃ જેરેડ કુશનર પણ સામેલ થઈ શકે છે. આ વાટાઘાટો એવા સમયે થઈ રહી છે જ્યારે અમેરિકા-ઈરાન સંબંધોમાં ભારે તણાવ છે. જૂન 2025માં ઇઝરાયલ સાથે થયેલા 12 દિવસના સંઘર્ષ દરમિયાન, અમેરિકાના હુમલાઓએ ઈરાનના અનેક મુખ્ય પરમાણુ સ્થળોને નોંધપાત્ર નુકસાન પહોંચાડ્યું હતું.

આ પણ વાંચો: સાઉદી અરેબિયા પણ બનાવી રહ્યું છે પરમાણુ શસ્ત્રો, અમેરિકાના ઉપપ્રમુખના નિવેદનથી વૈશ્વિક સ્તરે ચિંતા વધી

અમેરિકાના નાગરિકોને તાત્કાલિક ઈરાન છોડવાની અપીલ

દરમિયાન, અમેરિકાના વિદેશ વિભાગે ઈરાનમાં રહેલા અમેરિકન નાગરિકો માટે એક એડવાઇઝરી જારી કરી છે. અમેરિકાના વર્ચ્યુઅલ દૂતાવાસે નાગરિકોને તાત્કાલિક ઈરાન છોડવાની અપીલ કરી છે. આમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકન સરકારની મદદ પર નિર્ભર રહ્યા વિના દેશ છોડવાની યોજના બનાવો. ફ્લાઇટ રદ થવાની અથવા વિક્ષેપોની આશંકા વ્યક્ત કરાઈ છે. જે લોકો નથી નીકળી શકતા, તેમને સલામત સ્થળે રહેવા, આવશ્યક ચીજવસ્તુઓનો સંગ્રહ કરવા, વિરોધ પ્રદર્શનોથી દૂર રહેવા અને સ્થાનિક મીડિયા પર નજર રાખવા અને પરિવાર સાથે સંપર્કમાં રહેવાની સલાહ આપવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

US Iran Relations US Iran Nuclear Talks US Iran tension

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ