બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / 'મિડલ ઈસ્ટમાં શરૂ થઈ જશે જંગ'... ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈએ ટ્રમ્પને આપી સીધી ધમકી

વિશ્વ / 'મિડલ ઈસ્ટમાં શરૂ થઈ જશે જંગ'... ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈએ ટ્રમ્પને આપી સીધી ધમકી

Published By: Vidhata Gothi

Last Updated: 05:24 PM, 1 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

US-Iran Conflict: છેલ્લા કેટલાક દિવસોથી અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ચરમ પર છે, રાષ્ટ્રપતિ ટ્રમ્પ વારંવાર ઈરાન પર હુમલો કરવાની ધમકી આપી રહ્યા છે. ત્યારે ઈરાને સ્પષ્ટપણે કહ્યું કે સંભવિત હુમલાની અનિશ્ચિતતા વચ્ચે કોઈ વાટાઘાટો થઈ શકે નહીં.

હાલમાં મિડલ ઇસ્ટમાં ભારે અસ્થિરતાના સમય ચાલી રહ્યો છે. ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ ચરમ પર પહોંચી ગયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વારંવાર ઈરાનને ચેતવણી આપી છે કે જો તે પોતાનો પરમાણુ કાર્યક્રમ બંધ નહીં કરે તો તેને લશ્કરી કાર્યવાહીનો સામનો કરવો પડશે. ટ્રમ્પની આ ધમકીઓ વચ્ચે, ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈએ અત્યાર સુધીનો સૌથી શક્તિશાળી વળતો પ્રહાર કર્યો છે.

આયાતુલ્લાહ અલી ખામેનેઈએ અમેરિકાને કડક શબ્દોમાં જવાબ આપતા કહ્યું કે જો અમેરિકાએ ઈરાન પર હુમલો કર્યો, તો તેનાથી સમગ્ર મિડલ ઇસ્ટમાં પ્રાદેશિક યુદ્ધ શરૂ થઈ જશે. ગયા અઠવાડિયે જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે લશ્કરી કાર્યવાહીની ધમકી આપી હતી, આ પછી હવે ખામેનેઈએ ટ્રમ્પને વળતો જવાબ આપ્યો છે. આ પછી હવે ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ ચરમ પર પહોંચી ગયો છે.

ઈરાનના સરકારી ટેલિવિઝને ખામેનેઈના નિવેદનનો વીડિયો શેર કર્યો એ પહેલા જ તેમના શબ્દોને ઓનલાઇન શેર કરી દીધા. ખામેનેઈને ટાંકીને કહેવામાં આવ્યું કે અમેરિકનોએ એ જાણી લેવું જોઈએ કે જો તેમણે યુદ્ધ શરૂ કર્યું તો આ વખતે તે માત્ર સીમિત નહીં રહે, પણ એક પ્રાદેશિક યુદ્ધ હશે.

ખામેનેઈએ કહ્યું - "અમે ન તો કોઈ સંઘર્ષની શરૂઆત કરી છીએ અને ન તો કોઈ દેશ પર હુમલો કરવાની ઇચ્છા ધરાવીએ છીએ, પરંતુ જો ઈરાની રાષ્ટ્ર પર હુમલો કરવામાં આવ્યો કે તેને પરેશાન કરવામાં આવ્યું તો તે જોરદાર જવાબ આપશે."

ખામેનેઈની આ ધમકીને અમેરિકા માટેની અત્યાર સુધીની સૌથી સીધી અને કઠોર ચેતવણી માનવામાં આવી રહી છે. અગાઉ ટ્રમ્પે કહ્યું હતું કે તેમનું યુએસ એરક્રાફ્ટ કેરિયર યુએસએસ અબ્રાહમ લિંકનના નેતૃત્વમાં એક મોટો કાફલો અરબી સમુદ્રમાં તૈનાત છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે અમેરિકાના આ સની કાફલાને વેનેઝુએલામાં મોકલવામાં આવેલા તેના મોટા કાફલા કરતા ઘણો મોટો ગણાવ્યો છે.

vtv app promotion

જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી કે ટ્રમ્પ ખરેખર સૈન્યનો ઉપયોગ કરશે કે નહીં. ટ્રમ્પ ઘણીવાર કહી ચૂક્યા છે કે ઈરાન વાતચીત કરવા માંગે છે અને તેહરાનના પરમાણુ કાર્યક્રમને પણ એક મોટો મુદ્દો ગણાવ્યો છે, જેનો તેઓ ઉકેલ લાવવા માંગે છે.

આ પણ વાંચો: પાકિસ્તાનમાં 14 શહેરોમાં 48 જગ્યાએ બોમ્બ ધડાકામાં 80થી વધુના મોત, CPECનો વિરોધ

દરમિયાન, ઈરાને રવિવાર અને સોમવારે વ્યૂહાત્મક હોર્મુઝ સ્ટ્રેટમાં લશ્કરી કવાયતનું આયોજન કર્યું હતું. આ એ સાંકડો દરિયાઈ માર્ગ છે, જેના દ્વારા વિશ્વના તેલ વેપારનો લગભગ પાંચમો ભાગ પસાર થાય છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડે અગાઉ ચેતવણી આપી હતી કે આ કવાયત દરમિયાન યુએસ યુદ્ધ જહાજો અથવા વિમાનોને ધમકી આપવાનો અથવા વાણિજ્યિક દરિયાઈ ટ્રાફિકને વિક્ષેપિત કરવાનો કોઈપણ પ્રયાસ સહન કરવામાં આવશે નહીં.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

US-Iran Conflict Middle East Tension Trump Iran Threats

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ