બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / ટ્રમ્પે વધારી કેનેડાની મુશ્કેલી, વિમાનો પર 50 ટકા ટેરિફ લગાવવાની આપી ધમકી

વિશ્વ / ટ્રમ્પે વધારી કેનેડાની મુશ્કેલી, વિમાનો પર 50 ટકા ટેરિફ લગાવવાની આપી ધમકી

Published By: Vidhata Gothi

Last Updated: 09:03 AM, 30 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

US-Canada Aviation Dispute: ડોનાલ્ડ ટ્રમ્પ ગયા વર્ષે અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી કેનેડા સાથેના તેમના સંબંધો તણાવપૂર્ણ રહ્યા છે. ત્યારે હવે ટ્રમ્પે ઉડ્ડયન ક્ષેત્રમાં કેનેડા સામે કડક વલણ અપનાવીને એક મોટું પગલું ભર્યું છે.

US-Canada Aviation Dispute: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર કેનેડા સામે કડક વલણ અપનાવ્યું છે અને ઉડ્ડયન ક્ષેત્રમાં એક મોટું અને આક્રમક પગલું ભરવાની જાહેરાત કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા પર અમેરિકન કંપની ગલ્ફસ્ટ્રીમ જેટના સર્ટિફિકેશનને ખોટી રીતે રોકવાનો આરોપ લગાવ્યો છે. ટ્રમ્પે કેનેડાને ધમકી આપી છે કે તે પોતાનો નિર્ણય બદલે નહીંતર અમેરિકા ભારે ટેરિફ લગાવશે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે જો કેનેડા ગલ્ફસ્ટ્રીમ એરોસ્પેસ કોર્પના વિમાનોને મંજૂરી નહીં આપે તો અમેરિકામાં વેચાતા કેનેડિયન જેટ પર 50 ટકા ટેરિફ લગાવવામાં આવશે. બંને દેશો વચ્ચેના સંબંધોમાં પહેલાથી ખટાશ આવી ગઈ છે ત્યારે ટ્રમ્પની આ ધમકીથી કેનેડા અને યુએસ વચ્ચે તણાવ વધી ગયો છે.

સોશિયલ મીડિયા પોસ્ટમાં, ટ્રમ્પે કેનેડા પર યુએસ એરક્રાફ્ટ ઉત્પાદક ગલ્ફસ્ટ્રીમ સાથે ભેદભાવ કરવાનો આરોપ લગાવ્યો, જેનાથી બંને દેશો વચ્ચે વધુ વેપાર તણાવની આશંકા વધી ગઈ છે. ટ્રમ્પે લખ્યું છે કે કેનેડાએ ગેરકાયદેસર રીતે ગલ્ફસ્ટ્રીમ 500, 600, 700 અને 800 જેટને સર્ટિફાઇડ કરવાનો ઇનકાર કર્યો છે. આના જવાબમાં, અમેરિકા બોમ્બાર્ડિયર ગ્લોબલ એક્સપ્રેસ અને કેનેડિયન બનાવટના વિમાનોનું સર્ટિફિકેશન રદ કરશે. જો કેનેડા અમેરિકન કંપની ગલ્ફસ્ટ્રીમને પ્રમાણિત નહીં કરે તો અમેરિકા આવું કરશે.

trump truth social

કેનેડા-અમેરિકા વચ્ચે તણાવ

ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો કે કેનેડિયન સરકારની સર્ટિફિકેશનની રીત કેનેડામાં ગલ્ફસ્ટ્રીમના વેચાણ પર પ્રતિકૂળ અસર કરી રહી છે. આને ઠીક કરવું જરૂરી છે. જો આ સ્થિતિ તાત્કાલિક ઠીક નહીં કરવામાં આવે, તો મારું વહીવટી તંત્ર પણ કેનેડાથી અમેરિકામાં વેચાતા તમામ વિમાનો પર 50% સુધી ટેરિફ લગાવીને આનો જવાબ આપશે.

અમેરિકા અને કેનેડા જૂના સહયોગી છે, પરંતુ હાલના સમયમાં બંને વચ્ચે તણાવ વધી રહ્યો છે. તાજેતરમાં, ટ્રમ્પે ચીન સાથે ડિલ કરવા પર કેનેડા પર 100% ટેરિફ લાદવાની ધમકી આપી હતી. હવે, ટ્રમ્પે જેટ પરના ટેરિફ અંગે કડક નિવેદન આપ્યું છે. ટ્રમ્પે વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્ની દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓ પર પણ નારાજગી વ્યક્ત કરી હતી.

F-35 ડિલ પર પણ વિવાદ

ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે કેનેડા પર અમેરિકા પાસેથી F-35 સ્ટીલ્થ ફાઇટર જેટ ખરીદવા માટે દબાણ પણ વધારી દીધું છે. ટ્રમ્પ વહીવટીતંત્રે કેનેડાને ધમકી આપી છે કે જો તે F-35 નહીં ખરીદે તો તે ગંભીર પરિણામો ભોગવશે. કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ 2023માં અમેરિકા સાથેના F-35 જેટ ડિલમાંથી ખસી જવાનો સંકેત આપ્યો છે.

vtv app promotion

કેનેડાએ અમેરિકન કંપની લોકહીડ માર્ટિન સાથે 19 અબજ કેનેડિયન ડોલરમાં 88 F-35 સ્ટીલ્થ જેટ ખરીદવા માટે કરાર કર્યો હતો. કેનેડિયન સરકારે સંકેત આપ્યો છે કે તે 16 F-35ની ડિલિવરી લેશે જેના માટે તેણે પહેલાથી જ ચૂકવણી કરી દીધી છે અને બાકીના 72 જેટ ખરીદશે નહીં. આનાથી ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર ગુસ્સે ભરાયું છે.

આ પણ વાંચો: ટ્રમ્પના એક નિર્ણયથી ક્રૂડ ઓઇલના ભાવ વધ્યા, શું પેટ્રોલ અને ડીઝલ પણ મોંઘા થશે?

ગયા વર્ષે જાન્યુઆરીમાં રાષ્ટ્રપતિ બન્યા પછી, ડોનાલ્ડ ટ્રમ્પે એવું કહીને વિવાદ ઉભો કર્યો હતો કે કેનેડા એક અલગ દેશ નથી પરંતુ યુનાઇટેડ સ્ટેટ્સનું 51મું રાજ્ય છે. કેનેડિયન લોકો અને સરકાર દ્વારા આનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારથી, બંને દેશો વચ્ચે એક યા બીજા મુદ્દા પર સતત તણાવ રહ્યો છે. નિષ્ણાતો માને છે કે આ વિવાદ ફક્ત ઉડ્ડયન ઉદ્યોગ પૂરતો મર્યાદિત રહેશે નહીં, પરંતુ બંને દેશો વચ્ચેના વેપાર અને રાજદ્વારી સંબંધોને પણ અસર કરી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Trump Tariff Threat US-Canada Aviation Dispute Donald Trump

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ