બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:29 PM, 6 February 2026
પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં એક મસ્જિદમાં શુક્રવારની નમાજ દરમિયાન બોમ્બ વિસ્ફોટ થયો. જુમ્માની નમાજ દરમિયાન સુસાઇડ બ્લાસ્ટ કરવામાં આવ્યો, જેમાં 12 લોકોના મોત થયાના અહેવાલ છે. બ્લાસ્ટ પછી સાવચેતીના પગલા તરીકે, ઇસ્લામાબાદમાં ઇમરજન્સી લગાવી દેવામાં આવી છે.
ADVERTISEMENT
اسلام آباد امام بارگاہ میں دھماکہ.پولیس اور ریسکیو کی ٹیمیں موقع پر روانہ.دھماکہ ترلائی میں موجود امام بارگاہ میں ہوا. pic.twitter.com/KWS05mzHWF
— Latif Shah (@LatifShah27163) February 6, 2026
સોશિયલ મીડિયા પર બ્લાસ્ટ પછી ઘટના સ્થળની તસવીરો સામે આવી છે, જેમાં લોકોના શરીરના ભાગો વિખરાયેલા પડેલા દેખાય છે. શરૂઆતમાં તે આત્મઘાતી હુમલો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. પોલીસ અને સેનાની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. સ્થાનિક મીડિયા પ્રમાણે, બ્લાસ્ટ કસર-એ-ખાદીજાતુલ કુબ્રા મસ્જિદમાં થયો છે, જેને ઇસ્લામાબાદની બડા મસ્જિદ પણ કહેવામાં આવે છે. ઘટનાના વીડિયો ફૂટેજ પણ વાયરલ થઈ રહ્યા છે, જેમાં લોકો ભાગતા દેખાઈ રહ્યા છે.
ADVERTISEMENT
اسلام آباد کے نواحی علاقہ ترلائی میں امام بارگاہ میں دھماکہ، متعدد افراد زخمی ہوگئے pic.twitter.com/BdqMBdadVH
— Zulqarnain Iqbal (@zulspeaks) February 6, 2026
ADVERTISEMENT
મીડિયા અહેવાલ પ્રમાણે, એક શખ્સે મસ્જિદના ગેટ પર પોતાને બોમ્બથી ઉડાવી દીધો. ઇસ્લામાબાદ પોલીસ અને રેસ્ક્યૂ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને ઘાયલોનું રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યું છે. ઘાયલોને પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (PIMS) અને CDA હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. PIMS ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (ED) ના નિર્દેશ પર, હોસ્પિટલમાં ઇમરજન્સી લાગુ કરી દેવામાં આવી છે.

ADVERTISEMENT
આ પણ વાંચો: 9 મહિના પછી આજે અમેરિકા અને ઈરાન વચ્ચે વાટાઘાટો, અમેરિકનોને તાત્કાલિક દેશ છોડવાની સલાહ
ADVERTISEMENT
ત્રણ મહિના પહેલા 11 નવેમ્બર 2025ના રોજ ઇસ્લામાબાદના G-11 વિસ્તારમાં એક જિલ્લા અને સેશન્સ કોર્ટની બિલ્ડિંગની બહાર પણ એક આત્મઘાતી વિસ્ફોટ થયો હતો. તે વિસ્ફોટમાં બાર લોકો માર્યા ગયા હતા અને 30થી વધુ ઘાયલ થયા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.