બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:13 AM, 15 February 2026
Epstein Files: યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે યૌન શોષણના અપરાધી જેફરી એપસ્ટિનની જે ફાઇલ્સ જાહેર કરી, તેમાં ઘણી મોટી હસ્તીઓના નામો સામે આવ્યા. પણ એની સાથે સાથે કેટલાય ઘણા ચોંકાવનારા ખુલાસા પણ થયા. આ ફાઇલ્સમાં એ પણ સામે આવ્યું કે તે છોકરીઓને પોતાની જાળમાં કેવી રીતે ફસાવતો હતો? તેમને બ્લેકમેઇલ કરીને પોતાની પાર્ટીમાં આવતા મહેમાનો સાથે ગંદુ કામ કરવા મજબૂર કરતો હતો. તે નકલી લગ્ન કરાવીને અને સ્ટુડન્ટ વિઝાનો ઉપયોગ કરીને છોકરીઓને અમેરિકા બોલાવતો હતો, જેથી તે તેમને અમેરિકામાં જ રાખી શકે અને જ્યારે ઇચ્છા થાય ત્યારે તેમની સાથે પોતાની હવસ બુઝાવતો રહ્યો.
ADVERTISEMENT
એપસ્ટિન ફાઇલ્સમાં ખુલાસો થયો કે વર્ષ 2013ની શરૂઆતમાં જેફરી એપસ્ટિનની પ્રેમિકા કૈરીના શુલિયાકને અમેરિકાના વિઝા મળી રહ્યા ન હતા, તો તેને અમેરિકાના નાગરિક સાથે લગ્ન કરી લીધા અને તેને વિઝાની સાથે-સાથે ગ્રીન કાર્ડ પણ મળી ગયું. વર્ષ 2018માં તેને અમેરિકાની સિટિઝનશીપ મળી ગઈ, એ પછી શુલિયાકે છૂટાછેડા લઈ લીધા.
ADVERTISEMENT
વર્ષ 2011માં એપસ્ટિને શુલિયાકનું એડમિશન કોલંબિયા યુનિવર્સિટીની ડેન્ટલ સ્કૂલમાં કરાવ્યું. કારણ કે શુલિયાકે બેલરૂસમાં પોતાની ડિગ્રી પૂરી કરી ન હતી. આ પછી શુલિયાકના ઇમિગ્રેશનનો મામલો અટકી ગયો, જેને એપસ્ટિને ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટમાં પોતાના એક વકીલ મિત્ર દ્વારા હલ કરાવી દીધી.

ADVERTISEMENT
વકીલનું નામ ગ્રેગ ક્રેગ હતું, જે બરાક ઓબામાના કાર્યકાળમાં વ્હાઇટ હાઉસમાં વકીલ રહી ચૂક્યા હતા, જો બાઇડનના કાર્યકાળમાં ગૃહ સુરક્ષા સચિવ તરીકે કામ કરી ચૂક્યા હતા. આ વકીલ દ્વારા એપસ્ટિને શુલિયાકને અમેરિકાની નાગરિક બનાવી અને તેને પોતાના ગંદા કામોનો ભાગીદાર બનાવ્યો.
ADVERTISEMENT
આ પણ વાંચો: અમેરિકા: ભારતીય વિદ્યાર્થી સાકેત શ્રીનિવાસૈયાની મળી લાશ, 6 દિવસથી હતો ગુમ
તેણે ઘણી છોકરીઓને સ્ટુડન્ટ વિઝા પર અમેરિકા બોલાવીને પોતાની શિકાર બનાવી. પોતાની પાર્ટીઓમાં મહેમાનોનું મનોરંજન કરવા માટે ઉપયોગ કર્યો. અન્ય દેશોથી આવેલી ઘણી છોકરીઓ આ રીતે એપસ્ટિનની જાળમાં ફસાઈ. કેટલીક છોકરીઓ વેશ્યાવૃતિમાં કૂદી ગઈ છે તો કેટલીક ગુમનામ જીવન જીવી રહી છે, ઘરે પાછી નથી જઈ શકી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.