બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:21 AM, 15 February 2026
અમેરિકાના કેલિફોર્નિયામાં અભ્યાસ કરી રહેલ 22 વર્ષીય ભારતીય વિદ્યાર્થી સાકેત શ્રીનિવાસૈયા છેલ્લા છ દિવસથી ગુમ હતો અને હવે તેનો મૃતદેહ મળી આવ્યો છે. કર્ણાટકનો વતની સાકેત શ્રીનિવાસૈયા યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, બર્કલેમાં કેમિકલ અને બાયોમોલેક્યુલર એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યો હતો અને 9 ફેબ્રુઆરીએ ગુમ થઈ ગયો હતો.
ADVERTISEMENT
The Consulate deeply regrets to inform that local police have confirmed the recovery of the body of the missing Indian student, Saketh Sreenivasaiah. We extend our heartfelt condolences to his family and loved ones during this profoundly difficult time.
— India in San Francisco (@CGISFO) February 14, 2026
The Consulate stands…
સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય કોન્સ્યુલેટે પુષ્ટિ કરી છે કે પોલીસને તેનો મૃતદેહ મળી આવ્યો છે. તેના મૃતદેહને શક્ય એટલી વહેલી ટેક ભારત લાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. કોન્સ્યુલેટ જનરલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું કે, "અમને ખૂબ જ દુઃખ થાય છે કે સ્થાનિક પોલીસે ગુમ થયેલા ભારતીય વિદ્યાર્થી સાકેત શ્રીનિવાસૈયાનો મૃતદેહ મળવાની પુષ્ટિ કરી દીધી છે. આ અત્યંત મુશ્કેલ સમયમાં અમે તેમના પરિવાર અને પ્રિયજનો પ્રત્યે અમારી હૃદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરીએ છીએ."
ADVERTISEMENT
કોન્સ્યુલેટ જનરલ પરિવારને તમામ જરૂરી સહાય પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે, જેમાં સ્થાનિક અધિકારીઓ સાથે સંકલન કરવું અને શક્ય તેટલી વહેલી તકે મૃતદેહને ભારત પરત મોકલવાની વ્યવસ્થા કરવી સામેલ છે. કોન્સ્યુલેટ જનરલે જણાવ્યું કે અમારા કોન્સ્યુલર અધિકારીઓ પરિવાર સાથે સીધા સંપર્કમાં છે અને તેમને તમામ જરૂરી ઔપચારિકતાઓ અને સેવાઓમાં મદદ કરશે.

ADVERTISEMENT
જણાવી દઈએ કે સાકેત શ્રીનિવાસૈયા IIT મદ્રાસનો ભૂતપૂર્વ વિદ્યાર્થી હતો અને બર્કલેમાં પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરી રહ્યો હતો. શ્રીનિવાસૈયા એ છ વ્યક્તિઓમાં સામેલ હતો, જેમની પાસે હાઇપરલૂપ માટે માઇક્રોચેનલ કૂલિંગ સિસ્ટમ અને તેની પદ્ધતિના વિકાસની પેટન્ટ હતી.
ADVERTISEMENT
આ પણ વાંચો: અમેરિકામાં વધુ એક ભારતીય વિદ્યાર્થી ગુમ, પરિવાર ટેન્શનમાં, દૂતાવાસે કર્યું ટ્વિટ
ADVERTISEMENT
સાકેત 9 ફેબ્રુઆરીથી ગુમ હતો. તેને છેલ્લે બર્કલે હિલ્સ વિસ્તારમાં લેક અંજા પાસે જોવામાં આવ્યો હતો. ઘટનાની માહિતી મળતાં પોલીસે તેની શોધખોળ શરૂ કરી હતી. તેના ગુમ થયા પછી, પોલીસ અને સ્થાનિક સમુદાયે સંયુક્ત રીતે શોધખોળ અભિયાન શરૂ કર્યું હતું. અને લગભગ છ દિવસ પછી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. છેલ્લા કેટલાક વર્ષોમાં, ભારતીય વિદ્યાર્થીઓના આ રીતે ગુમ થવાના કિસ્સાઓ ઝડપથી વધી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.