બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / PM મોદીનું ટ્રમ્પના ગાઝા શાંતિ પ્રસ્તાવને સમર્થન, હવે યુદ્ધનો આવશે અંત

સહયોગ / PM મોદીનું ટ્રમ્પના ગાઝા શાંતિ પ્રસ્તાવને સમર્થન, હવે યુદ્ધનો આવશે અંત

Published By: Vidhata Gothi

Last Updated: 12:00 PM, 30 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Trump's Gaza Peace Plan: ગાઝામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શાંતિ યોજના રજૂ કરી છે, જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઐતિહાસિક ગણાવીને સ્વાગત કર્યું છે. ટ્રમ્પે હમાસને ચેતવણી આપી છે કે જો અસ્વીકાર કર્યો તો ઇઝરાયલને અમેરિકાનું સંપૂર્ણ સમર્થન મળશે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂ સાથે પોતાની બેઠક પૂરી કર્યા પછી આને 'ઐતિહાસિક દિવસ' ગણાવ્યો. આ પછી ગાઝાને લઈને ટ્રમ્પે 20-સૂત્રીય ડીલ રજૂ કરી. આને લઈને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિક્રિયા સામે આવી છે અને તેમણે ટ્રમ્પના પ્લાનનું સ્વાગત કર્યું છે. વડાપ્રધાન મોદીએ આશા વ્યક્ત કરી છે કે બંને પક્ષો આની સાથે સહમત થશે અને શાંતિનો રસ્તો અપનાવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને લખ્યું, "અમે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી ગાઝા યુદ્ધ ખતમ કરવા માટે એક વ્યાપક યોજનાની જાહેરાતનું સ્વાગત કરીએ છીએ. આ પેલેસ્ટાઇન અને ઇઝરાયલના લોકોની સાથે-સાથે વ્યાપક પશ્ચિમ એશિયન ક્ષેત્ર માટે લાંબા ગાળાની અને સ્થાયી શાંતિ, સુરક્ષા અને વિકાસનો એક વ્યવહારુ રસ્તો પ્રદાન કરે છે. અમને આશા છે કે તમામ સંબંધિત પક્ષો રાષ્ટ્રપતિ ટ્રમ્પની પહેલ પાછળ એક થશે અને યુદ્ધનો અંત લાવવા અને શાંતિ સુનિશ્ચિત કરવાના આ પ્રયાસને સમર્થન આપશે."

Israel-Gaza War: ઇઝરાયલ-ગાઝા યુદ્ધ પર ભારતનું વલણ

વિદેશ મંત્રાલય (MEA) એ ઇઝરાયલ-હમાસ સંઘર્ષ પર ભારતના મક્કમ વલણનો પુનરોચ્ચાર કર્યો અને તાત્કાલિક યુદ્ધવિરામ, બંધકોની બિનશરતી મુક્તિ અને માનવતાવાદી સહાયના અવિરત પુરવઠા માટે અપીલ કરી. વિદેશ મંત્રાલયે દ્વિ-રાજ્ય સમાધાનને પણ સમર્થન આપ્યું છે. MEA પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, 'સંઘર્ષ પર અમારું વલણ સ્પષ્ટ અને એકરૂપ રહ્યું છે. આમાં કોઈ ફેરફાર થયો નથી. અમે યુદ્ધવિરામ, બંધકોની બિનશરતી મુક્તિ અને ગાઝાના લોકોને માનવતાવાદી સહાયના અવિરત પુરવઠા માટે અપીલ કરતા રહીશું."

Trump's Gaza Peace Plan: ટ્રમ્પની 20-સૂત્રીય યોજના

ગઈકાલે, ટ્રમ્પે નેતન્યાહૂ સાથે બેઠક યોજી અને ગાઝામાં યુદ્ધનો અંત લાવી શકે તેવી યોજના પર ચર્ચા કરી. સંયુક્ત પત્રકાર પરિષદમાં બોલતા, અમેરિકન રાષ્ટ્રપતિએ એક 20-સૂત્રીય યોજના જાહેર કરી જેમાં ઇઝરાયલ અને હમાસ બંને આ યોજના સ્વીકારે તો સંઘર્ષ તાત્કાલિક ખાતન કરવાનું સામેલ છે. એકવાર યોજના મંજૂર થઈ જાય, પછી ઇઝરાયલી સેનાને બંધકોની મુક્તિની તૈયારી માટે સંમત રેખાઓ પર પાછા ફરવાની જરૂર પડશે.

vtv app promotion

આ પ્રસ્તાવ હેઠળ, હવાઈ હુમલા અને તોપમારા સહિતની તમામ લશ્કરી પ્રવૃત્તિઓ રોકી દેવામાં આવશે અને યુદ્ધ રેખાઓ ત્યાં સુધી સ્થિર રહેશે જ્યાં સુધી તબક્કાવાર વાપસીની શરતો પૂરી ન થઈ જાય. આ યોજનાનો ઉદ્દેશ પેલેસ્ટાઇનમાં એક અસ્થાયી ગવર્નિંગ બોર્ડની સ્થાપના કરવાનો પણ છે, જેની અધ્યક્ષતા ટ્રમ્પ અને પૂર્વ બ્રિટિશ વડા પ્રધાન ટોની બ્લેર કરશે. 20-સૂત્રીય યોજના અનુસાર, એકવાર બધા બંધકોને મુક્ત કરવામાં આવે, હમાસના એ સભ્યોને માફી આપી દેવામાં આવશે, જે શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ માટે પ્રતિબદ્ધ છે અને શસ્ત્રો છોડી દેશે.

આ પણ વાંચો: 72 કલાકમાં બંધકોની મુક્તિ નહીં તો યુદ્ધ ચાલુ રાખશે ઇઝરાયલ, નેતન્યાહૂની કડક શરતો

Israel-Hamas Crisis: ટ્રમ્પની હમાસને ચેતવણી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝા માટે 20-સૂત્રીય યોજના માટે સંમત થવા બદલ ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂનો આભાર માન્યો. તેમણે પેલેસ્ટિનિયન જૂથ હમાસને પણ ચેતવણી આપી કે જો તેઓ આ કરારને નકારે છે, તો આતંકવાદી જૂથનો નાશ કરવા માટે ઇઝરાયલને અમેરિકાનો સંપૂર્ણ ટેકો મળશે. વ્હાઇટ હાઉસમાં નેતન્યાહૂ સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું, "હમાસના ખતરાને ખતમ કરવા માટે ઇઝરાયલને મારું સંપૂર્ણ સમર્થન છે, પરંતુ મને આશા છે કે આપણે શાંતિ કરાર પર પહોંચીશું, અને જો હમાસ કરારને નકારે છે, જે હંમેશા શક્ય છે, તો તેઓ એકલા પડી જશે. બાકીના બધાએ તેનો સ્વીકાર કરી લીધો છે, પરંતુ મને લાગે છે કે આપણને સકારાત્મક જવાબ મળશે."

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Israel-Hamas Crisis PM Narendra Modi Donald Trumps Gaza Peace Plan

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ