ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / 72 કલાકમાં બંધકોની મુક્તિ નહીં તો યુદ્ધ ચાલુ રાખશે ઇઝરાયલ, નેતન્યાહૂની કડક શરતો

વિશ્વ / 72 કલાકમાં બંધકોની મુક્તિ નહીં તો યુદ્ધ ચાલુ રાખશે ઇઝરાયલ, નેતન્યાહૂની કડક શરતો

Published By: Nidhi Panchal

Last Updated: 06:39 AM, 30 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાઝામાં લોહિયાળ સંઘર્ષ વચ્ચે ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ યુદ્ધવિરામ માટે કડક શરતો મૂકી છે. પરંતુ હમાસે આ શરતોને સીધો ઇનકાર કરી દીધો છે. હવે મધ્યપૂર્વમાં પરિસ્થિતિ વધુ તંગ બનતી નજરે પડે છે.

ADVERTISEMENT

ઇઝરાયલી PM નેતન્યાહૂ સોમવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વ્હાઇટ હાઉસમાં મળ્યા હતા. આ મુલાકાત પછી નેતન્યાહૂએ સ્પષ્ટ કર્યું કે યુદ્ધવિરામ માટે 72 કલાકની અંદર ગાઝામાં કેદ તમામ બંધકોને મુક્ત કરવામાં આવે, હમાસ પોતાના શસ્ત્રો સોંપી દે અને ગાઝાનું સંપૂર્ણ નિઃશસ્ત્રીકરણ થાય – તે પછી જ ઇઝરાયલ યુદ્ધવિરામ સ્વીકારશે.

isral

વાતચીત દરમિયાન ટ્રમ્પે ઇઝરાયલને અમેરિકા તરફથી સંપૂર્ણ ટેકો આપવાનો વિશ્વાસ આપ્યો. ટ્રમ્પે સ્પષ્ટ કહ્યું કે હમાસ સામેની લડાઈમાં અમેરિકા ઇઝરાયલની સાથે છે અને હમાસને ગાઝામાંથી સત્તા દૂર કરવી જ પડશે. આ દરમિયાન નેતન્યાહૂએ ટ્રમ્પને “ઇઝરાયલનો સૌથી મોટો મિત્ર” ગણાવ્યો.

trump-simple

20 મુદ્દાનો શાંતિ પ્રસ્તાવ

ટ્રમ્પ પ્રશાસને મધ્યપૂર્વ માટે 20 મુદ્દાનો શાંતિ પ્રસ્તાવ તૈયાર કર્યો છે. તેમાં ગાઝામાં યુદ્ધવિરામ, ઇઝરાયલી સૈનિકોની પાછી ખેંચ, પશ્ચિમ કાંઠે ઇઝરાયલી કબજો ન વધારવા જેવા મુદ્દાઓ સામેલ છે. આ પ્રસ્તાવ ઇજિપ્ત મારફતે હમાસ સુધી પહોંચાડવામાં આવશે.

app promo5

પ્રસ્તાવનો સ્વીકાર કર્યો નથી

જો કે, હમાસે આ શાંતિ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો નથી. હમાસે કહ્યું છે કે તેઓ કાયમી યુદ્ધવિરામની શરતે બંધકોને મુક્ત કરી શકે છે, પરંતુ પોતાના શસ્ત્રો ક્યારેય સોંપશે નહીં. તેમનું કહેવું છે કે જ્યાં સુધી સ્વતંત્ર પેલેસ્ટિનિયન રાજ્યની સ્થાપના નહીં થાય ત્યાં સુધી તેમનો સંઘર્ષ ચાલુ રહેશે.

આ પણ વાંચો : લોરેન્સ બિશ્નોઈ ગેંગ સામે કેનેડામાં જોરદાર એક્શન, લીધો ચોંકાવનારો નિર્ણય

આ વચ્ચે નેતન્યાહૂએ 9 સપ્ટેમ્બરના રોજ દોહામાં હમાસ નેતાઓ પર થયેલા હવાઈ હુમલા બદલ કતારના વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન અબ્દુલ રહેમાન અલ-થાનીને ફોન કરીને દુઃખ વ્યક્ત કર્યું. આ હુમલામાં 6 લોકો માર્યા ગયા હતા. ફોન પરની આ વાતચીત વ્હાઇટ હાઉસની ટેકનિકલ ટીમની હાજરીમાં થઈ હતી. ઇઝરાયલ-હમાસ વચ્ચેની આ તંગ પરિસ્થિતિને લઈને મધ્યપૂર્વમાં નવી રાજકીય હલચલ સર્જાઈ છે. હવે જોવું એ રહ્યું કે હમાસ અને ઇઝરાયલ યુદ્ધવિરામ તરફ આગળ વધે છે કે નહીં.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Israel Hamas Gaza

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ