બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:14 AM, 30 September 2025
કેનેડા સરકારે લોરેન્સ બિશ્નોઈ ગેંગને સત્તાવાર રીતે આતંકવાદી સંગઠન તરીકે જાહેર કર્યું છે. આ નિર્ણય બાદ હવે ગેંગની કેનેડામાં રહેલી સંપત્તિ, વાહન અને નાણાં જપ્ત કે ફ્રીઝ થઈ શકે છે. કેનેડાના જાહેર સુરક્ષા મંત્રી ગેરી અનંદસંગરીએ જણાવ્યું કે આ પગલું દેશમાં અને વૈશ્વિક સ્તરે આતંકવાદ રોકવાના પ્રયાસોનો એક ભાગ છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
કાયદા મુજબ હવે બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલા લોકોને ફંડિંગ, મુસાફરી અથવા ભરતી જેવા ગુનાઓ માટે તરત જ કડક સજા થઈ શકશે. કેનેડાની એજન્સીઓએ સ્પષ્ટ કર્યું છે કે આ ગેંગ લાંબા સમયથી સમુદાયોમાં હિંસા, દહેશત અને ધમકી ફેલાવી રહ્યો હતો.

ADVERTISEMENT
લોરેન્સ બિશ્નોઈ ગેંગ મુખ્યત્વે ભારતમાંથી ઓપરેટ થાય છે, પરંતુ તેનું નેટવર્ક કેનેડા સુધી ફેલાયેલું છે. હત્યા, ગોળીબારી અને આગજની જેવા ગુનાઓમાં સંડોવાયેલા આ ગેંગને કારણે કેનેડાના કેટલાક સમુદાયોમાં ભયનો માહોલ ઉભો થયો હતો. ગેરી અનંદસંગરીએ જણાવ્યું કે, કનેડામાં દરેક વ્યક્તિને સુરક્ષિત જીવન જીવવાનો અધિકાર છે. બિશ્નોઈ ગેંગે ખાસ સમુદાયોને નિશાન બનાવી હિંસા અને આતંક ફેલાવ્યો. હવે તેને આતંકવાદી સંગઠનની યાદીમાં મૂકવાથી તેમના ગુનાઓને કાબૂમાં લાવવા મદદ મળશે.
વધુ વાંચો : ટ્રમ્પની હાજરીમાં જ નેતન્યાહૂએ ઘુમાવ્યો કતરના PMને ફોન, માંગી માફી, જુઓ શું કહ્યું
ADVERTISEMENT
ADVERTISEMENT
ગયા વર્ષે 12 ઓક્ટોબરે મુંબઈના બાંદ્રામાં એનસીપી નેતા બાબા સિદ્દીકીની તેમના પુત્રના ઓફિસ બહાર ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. આ હુમલાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી હતી. ગુરમેલ સિંહ અને ધર્મરાજ કશ્યપને ઘટનાસ્થળેથી જ પકડી લેવામાં આવ્યા હતા, જ્યારે ત્રીજો શૂટર શિવકુમાર ગૌતમ ભાગી ગયો હતો, જેને બાદમાં ઉત્તર પ્રદેશમાંથી ધરપકડ કરવામાં આવી હતી. બિશ્નોઈ ગેંગને આતંકવાદી સંગઠન જાહેર કર્યા બાદ હવે કેનેડાની યાદીમાં કુલ 88 સંગઠનો સામેલ થઈ ગયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.