બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:05 AM, 30 September 2025
વોશિંગ્ટનમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈઝરાયલના વડાપ્રધાન બેનજામિન નેતન્યાહૂનું હાર્દિક સ્વાગત કર્યું. જાન્યુઆરી બાદ આ નેતાન્યાહૂનો ચોથો અમેરિકાનો પ્રવાસ છે. લિમોઝિનમાં વ્હાઈટ હાઉસ પહોંચેલા નેતન્યાહૂને ટ્રમ્પે વ્યક્તિગત રીતે આવકાર્યા. બંને નેતાઓએ હાથ મિલાવ્યા અને કેમેરા સામે 'થમ્સ અપ' આપીને મિત્રતાનો સંદેશો આપ્યો.
ADVERTISEMENT
President Donald J. Trump hosts a trilateral phone call with Prime Minister Benjamin Netanyahu of Israel and Prime Minister Mohammed bin Abdulrahman bin Jassim Al Thani of Qatar in the Oval Office: The White House pic.twitter.com/m7rOxmYmNi
— IANS (@ians_india) September 29, 2025
ADVERTISEMENT
વ્હાઈટ હાઉસથી જ નેતન્યાહૂએ કતારના વડાપ્રધાન શેખ મહમ્મદ બિન અબ્દુલરહમાન અલ-થાનીને ફોન કરીને તાજેતરના દોહા હુમલા માટે માફી માંગી. થોડા દિવસ પહેલાં ઈઝરાયલે દોહામાં હવાઈ હુમલો કરીને હમાસના મુખ્ય નેતાઓને નિશાન બનાવ્યા હતા. આ હુમલામાં હમાસના સિનિયર લીડર ખલિલ અલ-હૈયાના પુત્ર સહિત પાંચ લોકોનાં મોત નીપજ્યાં હતાં.
Netanyahu:
— Jacob Lehmann (@jacoblehmannX) September 29, 2025
I told the PM of Qatar that Israel was not targeting Qatar, we were targeting terrorists.
The Qatari citizen who was killed was not our target, we regret his death. pic.twitter.com/yVkZugjwDG
ADVERTISEMENT
આ ઘટનાથી અમેરિકા-ઈઝરાયલ સંબંધોમાં તણાવ વધ્યો. ટ્રમ્પે નેતન્યાહૂને ફોન કરીને કડક શબ્દોમાં ઠપકો આપ્યો હતો અને હુમલાને અસમજદારીનો નિર્ણય ગણાવ્યો હતો. અમેરિકાના દબાણ હેઠળ જ નેતન્યાહૂએ કતાર સાથે વાત કરી અને માફી માગી.
ADVERTISEMENT
વધુ વાંચો : PM મોદીએ મેલોનીની આત્મકથાની પ્રસ્તાવના લખી, ઈટલીના PMને ગણાવ્યા ઉત્કૃષ્ટ નેતા
ADVERTISEMENT
કતાર સરકારે આ હુમલાને કાયરતાપૂર્ણ અને આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ ગણાવ્યો હતો. કતારના વિદેશ મંત્રાલયે આરોપ મૂક્યો હતો કે ઈઝરાયલે જાણીજોઈને દોહાના રહેણાંક વિસ્તારોને નિશાન બનાવ્યા. પછી નેતાન્યાહૂએ કતારને ચેતવણી આપી કે જો હમાસના સિનિયર નેતાઓને પનાહ આપવામાં આવશે, તો ઈઝરાયલ પોતે પગલાં લેશે. કતારે આ ટિપ્પણીઓને ગેરજવાબદાર કહીને ફગાવી દીધી હતી. ગાઝા યુદ્ધ વિરામ માટેની ચર્ચાઓ દરમિયાન કતાર અને મિસર મુખ્ય મધ્યસ્થ તરીકે કામ કરી રહ્યા છે. આવા સંવેદનશીલ સમયમાં દોહા પરના હુમલાએ રાજનૈતિક સમીકરણોમાં હલચલ મચાવી દીધી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.