ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / PM મોદીએ મેલોનીની આત્મકથાની પ્રસ્તાવના લખી, ઈટલીના PMને ગણાવ્યા ઉત્કૃષ્ટ નેતા

નેશનલ / PM મોદીએ મેલોનીની આત્મકથાની પ્રસ્તાવના લખી, ઈટલીના PMને ગણાવ્યા ઉત્કૃષ્ટ નેતા

Published By: Priykant Shrimali

Last Updated: 12:17 PM, 29 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM Modi Giorgia Meloni : PM મોદીએ જ્યોર્જિયા મેલોની માટે "આદર, પ્રશંસા અને મિત્રતા"ની ભાવના વ્યક્ત કરતા લખ્યું છે કે, પ્રધાનમંત્રી મેલોનીનું જીવન અને નેતૃત્વ આપણને શાશ્વત સત્યોની યાદ અપાવે છે...

ADVERTISEMENT

PM Modi Giorgia Meloni : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇટાલીની વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની આત્મકથાની ભારતીય સંસ્કરણ માટે એક ભાવસભર અને વ્યક્તિત્વથી પરિપૂર્ણ પ્રસ્તાવના લખી છે. તેમણે આ અભ્યાસને પોતાના માટે "મહાન સન્માન" ગણાવી આ લેખનને "મન કી બાત" સમાન ગણાવ્યું છે. રૂપા પબ્લિકેશન્સ દ્વારા પ્રકાશિત થનારા આ પુસ્તકનું શીર્ષક છે: "I Am Giorgia – My Roots, My Principles" જે ટૂંક સમયમાં ભારતમા લોન્ચ થવાનું છે.

PM મોદીએ જ્યોર્જિયા મેલોની માટે "આદર, પ્રશંસા અને મિત્રતા"ની ભાવના વ્યક્ત કરતા લખ્યું છે કે, પ્રધાનમંત્રી મેલોનીનું જીવન અને નેતૃત્વ આપણને શાશ્વત સત્યોની યાદ અપાવે છે... આ પુસ્તક ભારતમાં એક તાજગીભરી વાર્તા તરીકે વાંચવામાં આવશે, જે એક નોંધપાત્ર સમકાલીન નેતા અને દેશભક્તને પ્રતિબિંબિત કરે છે.

આ સાથે PM મોદીએ મેલોનીને "દેશભક્ત અને એક ઉત્કૃષ્ટ સમકાલીન નેતા" તરીકે વખાણ્યા. પોતાના 11 વર્ષના વડાપ્રધાન પદના કાર્યકાળ દરમિયાન તેમણે અનેક વિશ્વ નેતાઓને મળ્યા છે, તેમ છતાં મેલોનીની યાત્રા તેમને ખાસ લાગણીથી સ્પર્શે છે. તેમનું માનવું છે કે, આ આત્મકથા ન માત્ર મેલોનીના જીવનનાં ઉતાર-ચઢાવને રજૂ કરે છે પણ વિશ્વને પણ એક વિશિષ્ટ સંદેશ આપે છે, મૂલ્યોથી પરિપૂર્ણ નેતૃત્વ અને રાષ્ટ્રીય ગૌરવના સંઘર્ષની વાર્તા.

આ પણ વાંચો : ભારતમાં ઝડપથી વધી રહ્યા છે કેન્સરના દર્દીઓ, સામે આવ્યું સૌથી મોટું કારણ

PM મોદીએ પોતાના પ્રવચનમાં ઉમેર્યું કે, આપણાં સાંસ્કૃતિક વારસાનું રક્ષણ કરતી વખતે વિશ્વ સાથે જોડાવાની મેલોનીની માન્યતા આપણા ભારતના મૂળ્યોનું પણ પ્રતિબિંબ છે. મેલોનીના જીવનની આ "પ્રેરણાદાયી અને ઐતિહાસિક યાત્રા" ભારતીય વાચકોના હૃદયને સ્પર્શશે તેવી આશા PM મોદીએ વ્યક્ત કરી છે. એ આત્મકથા માત્ર રાજકારણની વાત નથી, પણ એમાં સમાવાયેલ છે વ્યક્તિગત સંઘર્ષ, દ્રઢ માન્યતાઓ અને વિશ્વપટલ પર પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરનારી એક સ્ત્રી નેતાની કથા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Giorgia Meloni I Am Giorgia PM Modi

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ