બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:15 PM, 31 January 2026
Indian Woman in Australia: ઑસ્ટ્રેલિયામાં રહેતી એક ભારતીય મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં મહિલાએ ઑસ્ટ્રેલિયામાં તેના જીવનને રમૂજી અંદાજમાં એક ટ્રેપ ગણાવ્યું છે. કારણ એ છે કે ત્યાંની સ્વચ્છ હવા, શાંત માહોલ અને વર્ળ-લાઈફ બેલેન્સને લીધે તેના વિચારો બદલાઈ ગયા. મહિલાએ ઇન્સ્ટાગ્રામ પર હળવા અંદાજમાં પણ વ્યંગાત્મક વીડિયો શેર કર્યો છે, જેમાં તે પોતાના રોજિંદા જીવનની નાની-નાની ક્ષણો દર્શાવે છે. આ વીડિયોમાં તે કહે છે કે કોઈએ તેને પહેલા કહ્યું ન હતું કે ઑસ્ટ્રેલિયા જવું એક ટ્રેપ હશે, જ્યાં જીવન આટલું સુકુનભર્યું થઈ જશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
વીડિયોમાં, તે કહે છે કે તે હવે દરરોજ સવારે 6 વાગ્યે ઉઠે છે, જીમમાં જાય છે અને તેના પાર્ટનર સાથે 10 કિલોમીટર ચાલે છે - એ પણ માત્ર મજા માટે. તે હસીને કહે છે કે તેને હવે કામ પર જવાની પ્રેરણા મળે છે અને જે જીવન ભારતમાં ક્યારેક સપનું લાગતું હતું, તે અહીં સામાન્ય વાત બની ગયું છે. મહિલા કહે છે કે ઑસ્ટ્રેલિયામાં તેને સ્વચ્છ હવામાં શ્વાસ લેવાની, રાત્રે ડર્યા વિના ફરવાની, સારું ખાવાની, દરેક જગ્યાએ ચાલીને જવાની અને અઠવાડિયાના કોઈપણ દિવસે સનસેટ જોવાની તક મળે છે.

ADVERTISEMENT
સૌથી ખાસ વાત તો એ છે કે આટલું બધુ કર્યા પછી પણ તેની પાસે દિવસના અંતે એનર્જી બચી રહે છે. સોશિયલ મીડિયા પર લોકોએ આ વીડિયો પર રમુજી પ્રતિક્રિયા આપી છે. એકે લખ્યું - દરેકને આવા ટ્રેપમાં ફસાવાનો હક છે, તો કોઈએ કહ્યું - તમે ખુશ છો, એ સૌથી જરૂરી છે. ઘણા યુઝર્સે મજાકમાં લખ્યું કે તેઓ પણ આવી જ જાળમાં ફસાવા માંગે છે.
આ પણ વાંચો: એપસ્ટિન ફાઈલ્સનો ધડાકો, મસ્કથી લઇને...! લિસ્ટમાં ટ્રમ્પની દીકરીનું પણ નામ?
ADVERTISEMENT
વીડિયોમાં છેલ્લે તે મજાકમાં કહે છે - મને શાંતિ, વર્ક-લાઈફ બેલેન્સ, પ્રકૃતિ અને સેફ્ટીની આદત પડી ગઈ છે. આ ખરેખર 10 માંથી 10 નંબરનો ટ્રેપ છે. વીડિયો સાથેના લખેલા કેપ્શનમાં તેણે જણાવ્યું કે તે ઑસ્ટ્રેલિયા એવું વિચારીને આવી હતી કે ખૂબ મહેનત કરવી પડશે અને સ્ટ્રગલ કરવું પડશે, પણ તેના બદલે તેને અહીં સંતુલિત જીવન, સુરક્ષિત શહેર, સ્વચ્છ વાતાવરણ અને એવા વિકેન્ડ મળ્યા, જે ખરેખર આરામદાયક હોય છે. અહીં બીમાર પડવા પર રજા લેવામાં ટેન્શન નથી થતી અને પૈસાને લઈને પણ સતત ચિંતા નથી રહેતી. આ વીડિયોને અત્યાર સુધીમાં 3 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.