બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:58 PM, 17 February 2026
Indian girl in Epstien Files: એપસ્ટિન ફાઇલ્સમાં થનારા ખુલાસાથી અમેરિકાથી લઈને ભારત સુધી હડકંપ મચી રહ્યો છે. અમેરિકન બિઝનેસમેન અને યૌન અપરાધી જેફરી એપસ્ટિનની ફાઇલ્સમાં પહેલીવાર એક ભારતીય યુવતીનું નામ સામે આવ્યું છે. એટલે કે જેફરી એપસ્ટિને એક ભારતીય યુવતીને પણ પોતાની શિકાર્ બનાવી હતી. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ દ્વારા તાજેતરમાં રીલીઝ કરવામાં આવેલી ફાઇલ્સમાં આ માહિતી સામે આવી છે. આ ફાઇલ્સમાં એક ઇમેઇલ છે, જેમાં અમેરિકન વહીવટી અધિકારીઓ વચ્ચેની વાતચીત છે, જેમાં એક ભારતીય યુવતીને શોધવાની અને તેણે ન્યાય અને વળતર આપવાની વાત કરવામાં આવી છે.
ADVERTISEMENT
ભારતીય યુવતીને લઈને આ ખુલાસો ઇમેઇલ ફોર્મેટમાં છે અને તે 13 જાન્યુઆરી 2020નો છે. આ ઇમેઇલમાં, પીડિતોનો કેસ લડી રહેલી લૉ ફર્મ EDWARDS POTTINGER LLCની વકીલ બ્રિટની હેન્ડરસન યુએસ અધિકારીઓને એક ઇમેઇલ કરે છે. જેમાં તે કહે છે કે કેટલીક પીડિતો થેરાપી લેવા માંગે છે. તેમને ફ્લોરિડા અને ન્યૂયોર્કની કેટલાક પીડિતોના નામ પણ યુએસ અધિકારીઓને આપ્યા.
આ જ ઇમેઇલમાં, તે એક ભારતીય યુવતી વિશે લખે છે જે હાલમાં ભારતમાં છે. તો શું યુએસ વહીવટીતંત્ર તેને કોઈ રીતે મદદ કરી શકે છે? તે એમ પણ પૂછે છે કે શું તેને પણ થેરાપીના 6 ફ્રી સેશન મળી શકે છે? તે જાણવા માંગે છે કે શું આ સેવાઓ તેને ભારતમાં ઉપલબ્ધ થઈ શકે છે?
ADVERTISEMENT
બ્રિટની હેન્ડરસનના ઇમેઇલના જવાબમાં, યુએસ અધિકારીઓ જેફરી એપસ્ટિનનો ભોગ બનેલી છોકરીઓને વળતર આપવા અને તેમના માનસિક સ્વાસ્થ્યને સુધારવા માટે થેરાપિસ્ટની વ્યવસ્થા કરવાની વાત કરી રહ્યા છે. અધિકારીઓ તરફથી આવેલા જવાબમાં પીડિતો માટે વળતર આપવાની વાત કહેવામાં આવી છે. અમેરિકામાં આ વ્યવસ્થા ન્યૂયોર્કની ઓફિસ ઓફ વિક્ટિમ સર્વિસ હેઠળ પૂરી પાડવામાં આવે છે. આ સિવાય એક ઇમરજન્સી વિક્ટિમ સહાય ભંડોળ છે, જે પીડિતોને આરોગ્ય સહાય પૂરી પાડે છે. આ પ્રયાસના ભાગ રૂપે, યુએસ અધિકારીઓ ભારતીય પીડિતા વિશે માહિતી એકત્રિત કરી રહ્યા છે.
ADVERTISEMENT
જોકે, એપસ્ટિનની ચુંગાલમાં ફસાયેલી ભારતીય યુવતીની ઓળખ વિશેની માહિતી જાહેર કરવામાં આવી નથી. કારણ કે છોકરીની ગોપનીયતાનું રક્ષણ કરવા માટે ઇમેઇલમાં તેનું નામ છુપાવવામાં આવ્યું છે. ગુનાહિત કેસોમાં પીડિતો સાથે દર વખતે આવું થાય છે, જેથી તેમની ઓળખ સુરક્ષિત રહે. જોકે, આને લઈને X પર વિવિધ અટકળો લગાવવામાં આવી રહી છે.

ADVERTISEMENT
અમેરિકન ફાઇનાન્સર, હાઇ-પ્રોફાઇલ અને દોષિત બાળ જાતીય ગુનેગાર જેફરી એપસ્ટિન સાથે સંબંધિત લાખો દસ્તાવેજો, ઇમેઇલ્સ, ફ્લાઇટ લોગ, ફોટોઝ અને વીડિયોઝ જાહેર કરવામાં આવ્યા છે. જેને એપસ્ટિન ફાઇલ્સ નામ આપવામાં આવ્યું છે. આ ફાઇલ્સ એપસ્ટિનના જાતીય શોષણ, માનવ તસ્કરી અને શક્તિશાળી વ્યક્તિઓ સાથેના સંબંધોની તપાસ સાથે સંબંધિત છે.
આ પણ વાંચો: 'ટ્રમ્પ ખામેનેઈને મળવા તૈયાર', યુએસ સ્ટેટ સેક્રેટરી માર્કો રુબિયોનું મોટું નિવેદન
ADVERTISEMENT
વર્ષ 2025માં, યુએસ કોંગ્રેસે એપસ્ટિન ફાઇલ્સ ટ્રાન્સપરન્સી એક્ટ પસાર કર્યો, જેના પર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હસ્તાક્ષર કર્યા હતા. આ હેઠળ, યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે ડિસેમ્બર 2025માં કેટલીક ફાઇલ્સ રીલીઝ કરી હતી. આની સૌથી મોટી રીલીઝ જાન્યુઆરી 2026માં થઈ. જેમાં 30 લાખથી વધુ ફાઇલ્સ, 2,000 વીડિયોઝ અને 1.8 લાખ ફોટોઝ છે. જો કે, યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે ખૂબ જ સાવધાની સાથે આ ફાઇલ્સ જારી કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.