બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / 'ટ્રમ્પ ખામેનેઈને મળવા તૈયાર', યુએસ સ્ટેટ સેક્રેટરી માર્કો રુબિયોનું મોટું નિવેદન

વિશ્વ / 'ટ્રમ્પ ખામેનેઈને મળવા તૈયાર', યુએસ સ્ટેટ સેક્રેટરી માર્કો રુબિયોનું મોટું નિવેદન

Published By: Vidhata Gothi

Last Updated: 10:41 AM, 15 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

US-Iran Tension: યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ એક ઇન્ટરવ્યુમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ટ્રમ્પ ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનેઈને મળવા તૈયાર છે.

US-Iran Tension: અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ચરમ પર છે અને મિડલ ઇસ્ટમાં યુએસ નેવીની તૈનાતી વધી રહી છે, એવામાં યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ સ્પષ્ટ કહ્યું છે કે અમેરિકા હજુ પણ ઈરાન સાથેના વાતચીત દ્વારા મામલો ઉકેલવા માંગે છે. તેમણે એમ પણ કહ્યું કે જો તક મળે તો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઈ સાથે મુલાકાત કરવા તૈયાર છે. રુબિયોએ કહ્યું કે ઈરાન સાથેની ડિલ ડોનાલ્ડ ટ્રમ્પ માટે પ્રાથમિકતા છે.

'દુશ્મન સાથ વાત કરવી એ નબળાઈ નથી'

રુબિયોએ એક વાતચીતમાં કહ્યું કે ટ્રમ્પનું માનવું છે કે કે સીધી વાતચીત કરવી એ જ મોટા ઝઘડાને ઉકેલવાનો યોગ્ય માર્ગ છે. તેમનું કહેવું છે કે કોઈ વિરોધી નેતા સાથે મુલાકાત કરવી એક કોઈ છૂટ કે ઝૂકવું નથી હોતું. બંને દેશો વચ્ચે વાતચીત કરવાની જરૂરિયાત પર ભાર આપતા રુબિયોએ કહ્યું કે હું એક એવા રાષ્ટ્રપતિને આધીન કામ કરું છું કે જેઓ કોઈને પણ મળવા તૈયાર છે. જો આયાતુલ્લાહ અલી ખામેનેઈ પોતે મળવાની ઇચ્છા વ્યક્ત કરે છે, તો ટ્રમ્પ જરૂર મળશે. આનો અર્થ એ નથી કે તેઓ તેમની સાથે સંમત છે, પરંતુ એટલા માટે કે વાતચીતથી જ રસ્તો નીકળે છે.

વાતચીત માટે દરવાજા ખુલ્લા

રૂબિયોનું આ નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે અમેરિકાએ આ ક્ષેત્રમાં તેની સૈન્ય તાકાત વધારી દીધી છે. તેમનું કહેવું છે કે આ પગલું સાવચેતી તરીકે લેવામાં આવ્યું છે, જેથી ઈરાન તરફથી કોઈ સંભવિત હુમલા રોકી શકાય. તેમણે કહ્યું કે પહેલા પણ ઈરાન પર અમેરિકાના હિતોને નિશાન બનાવવાનો આરોપ લાગતા રહ્યા છે. સાથે જ તેમણે ફરી કહ્યું કે અમેરિકા કોઈ પણ સ્થિતિમાં ઈરાનને પરમાણુ હથિયારો બનાવવાની પરવાનગી નહીં આપે. તેમનું કહેવું છે કે આનાથી વિશ્વ અને પ્રદેશ બંનેની સુરક્ષાને ખતરો થશે.

vtv app promotion

કરારને પ્રાથમિકતા

મિડલ ઇસ્ટમાં સૈન્યની હાજરી વધી છે પરંતુ રુબિયોનું કહેવું છે કે ટ્રમ્પ હજુ પણ વાતચીત અને કરારના પક્ષમાં છે. તેમણે સંકેત આપ્યો કે જલ્દી જ વાતચીત થઈ શકે છે. આ વાતચીતમાં અમેરિકાના ખાસ દૂતો સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશનર પણ સામેલ થઈ શકે છે. રુબિયોએ કહ્યું કે રાષ્ટ્રપતિની પહેલી પસંદ હંમેશા કરાર દ્વારા ઉકેલ શોધવાની છે.

આ પણ વાંચો: અમેરિકા: ભારતીય વિદ્યાર્થી સાકેત શ્રીનિવાસૈયાની મળી લાશ, 6 દિવસથી હતો ગુમ

ચીન અને અન્ય દેશો સાથે સંબંધો

રુબિયોએ એમ પણ કહ્યું કે અમેરિકાના સહયોગી દેશોનો ચીન સાથે સંપર્ક વધારવો એ કોઈ અસામાન્ય વાત નથી. કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની, બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મર અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝના ચીન પ્રવાસને તેમણે સામાન્ય રાજદ્વારી ગણાવી. તેમણે કહ્યું કે મોટી શક્તિઓ વચ્ચે વાતચીત જરૂરી હોય છે જેથી બિનજરૂરી સંઘર્ષ ટાળી શકાય. રૂબિયોએ એમ પણ કહ્યું કે ટ્રમ્પ પહેલા પણ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી ચૂક્યા છે અને આગળ પણ બીજિંગ જઈ શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

US-Iran Tension Donald Trump Iran Supreme Leader Khamenei

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ