બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:20 AM, 31 January 2026
India-Venezuela Oil Imports: અમેરિકાએ એવો સંકેત આપ્યો છે કે તે જલ્દી જ ભારતને વેનેઝુએલાથી ક્રૂડ ઓઇલ ખરીદવાની મંજૂરી આપશે. આનાથી ભારતના રશિયા પાસેથી તેલ આયાતમાં ભારે ઘટાડા વચ્ચે સપ્લાયની અછતને પહોંચી વળવામાં મદદ મળી શકે છે. અમેરિકાની આ પહેલ એવા સમયે આવી છે કે જ્યારે ભારતે રાશિયાં ક્રૂડ ઓઇલની આયાતમાં ઝડપથી ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે, ખાસ કરીને ત્યારે જ્યારે વોશિંગ્ટને રશિયા પાસેથી તેલની ખરીદી પર ભારે ટેરિફ લગાવ્યા છે. ભારત હવે આગામી કેટલાક મહિનાઓમાં રશિયન તેલની આયાતને લાખો બેરલ પ્રતિ દિવસ ઘટાડવા તરફ આગળ વધી રહ્યું છે.
ADVERTISEMENT
અહેવાલો પ્રમાણે, ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે ભારતને સંકેત આપ્યો છે કે તે જલ્દી જ વેનેઝુએલાથી તેલની આયાત શરૂ કરી શકે છે. આ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતને રશિયન તેલના વિકલ્પ તરીકે એક નવો સ્ત્રોત પૂરો પાડવાનો છે. જો કે હજુ સુધી એ સ્પષ્ટતા નથી કરવામાં આવી કે વેનેઝુએલાના તેલનું વેચાણ ખાનગી ટ્રેડિંગ કંપનીઓ દ્વારા કરવામાં આવશે કે સરકારી ઓઇલ કંપની દ્વારા કરવામાં આવશે. માર્ચ 2025માં રાષ્ટ્રપતિ ટ્રમ્પે વેનેઝુએલાના તેલ પર 25% ટેરિફ લગાવ્યો હતો. જોકે, 3 જાન્યુઆરીએ અમેરિકન સૈન્ય દ્વારા વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને પકડ્યા બાદ વોશિંગ્ટનની નીતિ બદલાઈ ગઈ છે. અમેરિકા ઇચ્છે છે કે રશિયાને તેલથી થતી કમાણી ઓછી થાય, જેનો ઉપયોગ તે યૂક્રેન યુદ્ધમાં કરી રહ્યું છે.
ADVERTISEMENT
ભારતના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ પણ સંકેત આપ્યો છે કે રશિયન તેલ આયાતમાં ઘટાડો થઈ રહ્યો છે, અને ભારત તેના તેલ સ્ત્રોતોમાં વિવિધતા લાવી રહ્યું છે. તેમણે વેનેઝુએલાનો સીધો ઉલ્લેખ કર્યો નથી. ભારત યૂક્રેન યુદ્ધ શરૂ થયા પછી રશિયન તેલનું એક મુખ્ય ખરીદદાર બન્યો. જોકે, હવે ભારત તેની આયાતમાં ભારે ઘટાડો કરવાની તૈયારીમાં છે.
અહેવાલો પ્રમાણે, જાન્યુઆરીમાં ભારતની રશિયન તેલ આયાત 12 લાખ બેરલ પ્રતિ દિવસ (bpd) હતી, જે ફેબ્રુઆરીમાં ઘટીને 10 લાખ બેરલ પ્રતિ દિવસ અને માર્ચમાં 800,000 બેરલ પ્રતિ દિવસ થવાની ધારણા છે. સૂત્રો પ્રમાણે, આ પ્રમાણ ઘટીને છેલ્લે 5થી 6 લાખ બેરલ પ્રતિ દિવસ થઈ શકે છે. આનાથી ભારતને અમેરિકા સાથે વ્યાપક વેપાર કરાર કરવામાં મદદ મળી શકે છે. અમેરિકાએ રશિયન તેલ ખરીદતા દેશો પર ભારે ટેરિફ લગાવ્યા છે. ભારત પર આ ટેરિફ 50% સુધી પહોંચી ગયા છે, જેના કારણે રશિયન તેલ હવે એટલું સસ્તું નથી રહ્યું.
ADVERTISEMENT

ડિસેમ્બરના ડેટા પ્રમાણે, રશિયાથી આયાત બે વર્ષના નીચલા સ્તરે પહોંચી ગઈ છે, જ્યારે OPEC દેશો, મિડલ ઈસ્ટ, આફ્રિકા અને સાઉથ અમેરિકાથી ભારતની ખરીદીમાં વધારો થયો છે. આ પગલું માત્ર ભારતની ઊર્જા સુરક્ષા માટે જ મહત્ત્વપૂર્ણ નથી, પણ અમેરિકા સાથેના મોટા વેપાર કરાર તરફ પણ એક પગલું હોઈ શકે છે. જોકે, ભારતીય રિફાઇનર્સનું કહેવું છે કે વેનેઝુએલાના તેલની ઓફર મર્યાદિત છે, જેમાં મોટાભાગનો જથ્થો અમેરિકાને જાય છે. કેટલીક ભારતીય રિફાઇનરીઓ, જેમ કે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, વેનેઝુએલાના ભારે અને ઉચ્ચ સલ્ફર ક્રૂડને પ્રોસેસ કરવા સક્ષમ છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: આફ્રિકન દેશ કોંગોમાં ખાણકામ દરમિયાન મોટી દુર્ઘટના, જમીન ધસી પડતાં 200થી વધુના મોત
ADVERTISEMENT
અમેરિકા 30-50 મિલિયન બેરલ વેનેઝુએલાનું સ્ટોરેજ તેલનું વેચાણ કરવાની યોજના બનાવી રહ્યું છે. જો ભારત રશિયન તેલની આયાત ઘટાડીને વેનેઝુએલા અથવા અન્ય સ્ત્રોતો તરફ વળે છે, તો અમેરિકા ટેરિફમાં રાહત આપી શકે છે. આનાથી ભારત-યુએસ ટ્રેડ ડિલની સંભાવનાઓ મજબૂત થઈ છે. કેટલાક અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે રશિયન આયાતમાં ઘટાડો કરવાથી ટ્રેડ ડિલ આંટી તબક્કામાં પહોંચી શકે છે, જો કે ટેરિફ અને અન્ય મુદ્દાઓ પર વાટાઘાટો હજુ પણ ચાલુ છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.