બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / આફ્રિકન દેશ કોંગોમાં ખાણકામ દરમિયાન મોટી દુર્ઘટના, જમીન ધસી પડતાં 200થી વધુના મોત

વિશ્વ / આફ્રિકન દેશ કોંગોમાં ખાણકામ દરમિયાન મોટી દુર્ઘટના, જમીન ધસી પડતાં 200થી વધુના મોત

Published By: Vidhata Gothi

Last Updated: 09:28 AM, 31 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગોમાં એક ખાણમાં ખોદકામ દરમિયાન જમીન ધસી પડી, જેમાં 200થી વધુ લોકો શિકાર થયા છે. આ દુર્ઘટનામાં ઘાયલ લગભગ 20 લોકોની સારવાર આરોગ્ય કેન્દ્રોમાં ચાલી રહી છે. વરસાદને કારણે નબળી જમીન ધસી પડી.

આફ્રિકન દેશ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DRC)ના પૂર્વ ભાગમાં એક ખાણમાં એક મોટી દુર્ઘટના ઘટી છે, જેમાં ખોદકામ દરમિયાન જમીન ધસી પડતાં 200થી વધુ લોકોના મોત થયા છે. દેશના હિંસાગ્રસ્ત પ્રાંત રૂબાયામાં બળવાખોરો દ્વારા નિયુક્ત ગવર્નરના પ્રવક્તા લુબુમ્બા કમ્બેરે મુઇસાએ આ ઘટનાની પુષ્ટિ કરી છે. પ્રવક્તાએ જણાવ્યું કે દુર્ઘટના બુધવારે એક કોલ્ટન ખાણ બની, જેમાં 200થી વધુ લોકો માર્યા ગયા. જોકે વાસ્તવિક આંકડો વધારે હોઈ શકે છ. રાહત અને બચાવના પ્રયાસો ચાલી રહ્યા છે, પરંતુ સતત વરસાદ અને અસ્થિર જમીનને કારણે રાહતકારીમાં મુશ્કેલીઓ આવી રહી છે.

રૂબાયા પ્રાંત વિશ્વના લગભગ 15% કોલ્ટનનું ઉત્પાદન કરે છે. આ વિસ્તાર 2024થી બળવાખોરોના નિયંત્રણમાં છે. કોલ્ટનથી ટેન્ટેલમ બનાવવામાં આવે છે, જે ગરમી-પ્રતિરોધક ધાતુ છે. મોબાઇલ ફોન, કમ્પ્યુટર, એરોસ્પેસ કમ્પોનેન્ટ અને ગેસ ટર્બાઇનના પ્રોડકશનમાં આ ધાતુની ઘણી વધારે માંગ છે. આ ખાણોમાં સ્થાનિકો દરરોજ માત્ર થોડાક ડોલર માટે હાથથી ખોદકામ કરે છે. સલામતીના ધોરણોનો અભાવ અને ગેરકાયદેસર ખાણકામ લાંબા સમયથી આ પ્રદેશમાં મોટી સમસ્યાઓ છે.

મુઇસાએ જણાવ્યું કે જ્યારે લોકો ખાણમાં કામ કરી રહ્યા હતા, ત્યારે જમીન ધસી પડી. ભૂસ્ખલન સમયે ખાણમાં કામ કરતા કામદારો ઉપરાંત, સ્થાનિક બજારમાં કામ કરતા બાળકો અને મહિલાઓ પણ હાજર હતી. કેટલાક લોકોને સમયસર બચાવી લેવામાં આવ્યા અને તેમને ગંભીર ઇજાઓ થઈ છે.

vtv app promotion

227 લોકોના મોત

પ્રવક્તાએ જણાવ્યું કે કેટલાક લોકોને ગંભીર હાલતમાં કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં ઘાયલ લગભગ 20 લોકોની સારવાર આરોગ્ય કેન્દ્રોમાં ચાલી રહી છે. પ્રવક્તાએ આ દુર્ઘટના માટે વરસાદને કારણ ગણાવ્યું અને કહ્યું કે વરસાદને કારણે જમીન નબળી થઈ ગઈ છે અને અચાનક જ ધસી પડી. ગવર્નરના એક સલાહકારે જણાવ્યું કે મૃતકોનો સંખ્યા ઓછામાં ઓછી 227 છે. શુક્રવાર સાંજ સુધી મૃત્યુઆંકની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

આ પણ વાંચો: 2000 વીડિયો, 1.80 લાખ ફોટોઝ... જેફરી એપસ્ટીનની વધુ 30 લાખ ફાઇલ્સ જારી, જાણો કોના-કોના નામ છે

બળવાખોરોના નિયંત્રણમાં છે આ વિસ્તાર

વર્ષ 2024થી આ ખાણ બળવાખોર જૂથ AFC/M23 ના નિયંત્રણમાં છે. સંયુક્ત રાષ્ટ્રનું કહેવું છે કે બળવાખોર જૂથ AFC/M23 એ રૂબાયાની સંપત્તિ લૂંટી છે અને તેનો ઉપયોગ કિન્શાસા સરકાર સામે લડવા માટે કર્યો છે. તેમનો આરોપ છે કે આ કાર્યવાહીને પડોશી રવાન્ડા સરકાર દ્વારા સમર્થન આપવામાં આવી રહ્યું છે, જે દાવાને બળવાખોર જૂથે નકારી કાઢ્યો છે. ભારે સશસ્ત્ર બળવાખોરોએ છેલ્લા એક વર્ષમાં ઝડપથી આગળ વધીને પૂર્વી કોંગોમાં વધુ પ્રદેશ પર કબજો કરી લીધો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rubaya Coltan Mine Congo Mine Collapse Congo Landslide

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ