બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / માત્ર ભારત નહીં, હવે તો છેક વિદેશની સંસદમાં ગૂંજ્યો હિન્દીનો નાદ, કોણ છે વિકાશ રામકિસૂન?

ગર્વ / માત્ર ભારત નહીં, હવે તો છેક વિદેશની સંસદમાં ગૂંજ્યો હિન્દીનો નાદ, કોણ છે વિકાશ રામકિસૂન?

Published By: Vidhata Gothi

Last Updated: 11:04 AM, 11 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vickash Ramkissoon News: ગુયાનાના મંત્રી વિકાશ રામકિસૂનના હિન્દી પર સવાલ ઉઠાવવામાં આવ્યો તો તેમણે સંસદમાં શુદ્ધ હિન્દીમાં વિપક્ષને જવાબ આપતા ડિબેટ માટે ચેલેન્જ આપી દીધી. તેમનું હિન્દી સાંભળીને ત્યાં હાજર બધા જ ચોંકી ગયા. સોશિયલ મીડિયા પર વિકાશની સ્પીચ વાયરલ થઈ રહી છે.

Vickash Ramkissoon Hindi Speech: ગુયાનાની સંસદમાં હિન્દી ભાષાની ગૂંજ વિશ્વના ખૂણેખૂણે ફેલાઈ ગઈ છે. બજેટ 2026ની ચર્ચા દરમિયાન જ્યારે વિપક્ષે મંત્રી વિકાશ રામકિસૂનની ભાષાની ક્ષમતા પર કટાક્ષ કર્યો તો ભારતીય મૂળના મંત્રી ગરજી ઉઠયા. તેમણે શુદ્ધ હિન્દીમાં વિપક્ષને ડિબેટનો ખુલ્લો પડકાર ફેંક્યો. વિકાશે તાલ ઠોકતા દાવો કર્યો કે તે કોઈ પણ તૈયારી કે કાગળ વિના સંપૂર્ણ હિન્દીમાં ડિબેટ માટે તૈયાર છે. સદનમાં હિન્દીમાં તેમની ખુલ્લી ચેલેન્જ સાંભળીને લોકો ચોંકી ઉઠયા અને સોશિયલ મીડિયા પર પણ તેમની આ સ્પીચ વાયરલ થઈ ગઈ. ભારતીય હાઈ કમિશને પણ આને હિન્દી માટે વૈશ્વિક ગૌરવ ગણાવીને પ્રશંસા કરી છે.

સદનમાં 'હિન્દીમાં ગર્જના'

વિપક્ષના સાંસદ વિષ્ણુ પાંડેએ રામકિસૂનની હિન્દી બોલવાની ક્ષમતા પર સવાલ ઉઠાવ્યો હતો, પરંતુ તેમને એ ખબ ન હતી કે વિકાશ શુદ્ધ હિન્દીમાં જ બધા સવાલોને ધોઈ નાંખશે. જેવો તેમણે રામકિસૂનના હિન્દી પર સવાલ ઉઠાવ્યો કે તરત જ મંત્રીએ પોતાની ખુરશી પરથી ઊભા થઈને કહ્યું, 'માનનીય અધ્યક્ષ મહોદય, આદરણીય સદસ્ય, માનનીય વિષ્ણુ પાંડે... મૈં અભી ઇસી વક્ત ઉનકો ચુનૌતી દેતા હૂં કિ કિસી ભી સ્તર પર, કિસી ભી જગહ પર જાય કરકે, વિષય વે તય કરેંગે, ઔર મૈં જા કરકે ડિબેટ કરુંગા બિના કાગજ લે કરકે.'

vtv app promotion

ગુયાનાના રાજકારણમાં 'દેશી ટચ'

રામકિસૂને હિન્દીમાં જવાબ આપ્યો, સાથે જ એ પણ સ્પષ્ટ કર્યું કે તેઓ કોઈપણ ગંભીર વિષય પર નોટ્સ વિના હિન્દીમાં ચર્ચા કરવા તૈયાર છે. આના પર જ્યોર્જટાઉનમાં ભારતીય હાઈ કમિશને ગર્વથી લખ્યું - ગુયાનાની સંસદમાં ગૂંજી આપણી હિન્દી.' જણાવી દઈએ કે ગુયાનાની 40% વસ્તી ભારતીય મૂળની છે, જેઓ 1838થી 1917ની વચ્ચે ઉત્તર પ્રદેશ અને બિહારથી ત્યાં ગયા હતા. આજે વિકાશ રામકિસૂન જેવા નેતાઓ તે ગૌરવશાળી પરંપરાનો ચહેરો બની ગયા છે.

આ પણ વાંચો: કેનેડાની સ્કૂલમાં અંધાધૂંધ ફાયરિંગ, 8થી વધુના મોત, અનેક ઘાયલ

કોણ છે વિકાશ રામકિસૂન?

વિકાશ રામકિસૂન ગુયાનાના કૃષિ મંત્રાલયમાં રાજ્યમંત્રી છે. તેમનું શિક્ષણ ભારત સાથે જોડાયેલું છે. તેમણે દિલ્હી યુનિવર્સિટી (DU) માંથી માસ્ટર ઓફ કોમર્સ (M.Com) અને ફાઇનાન્સનો અભ્યાસ કર્યો છે. રાજકારણમાં પ્રવેશતા પહેલા, તેઓ બેંકિંગ ક્ષેત્રમાં એક સફળ મેનેજર રહી ચૂક્યા છે અને તેમની પાસે કાયદાની ડિગ્રી (LL.B.) પણ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vickash Ramkissoon Challenge Opposition in Hindi Vickash Ramkissoon Hindi Speech Guyana Minister Vickash Ramkissoon

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ