બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / કેનેડાની સ્કૂલમાં અંધાધૂંધ ફાયરિંગ, 8થી વધુના મોત, અનેક ઘાયલ

બિગ બ્રેકિંગ / કેનેડાની સ્કૂલમાં અંધાધૂંધ ફાયરિંગ, 8થી વધુના મોત, અનેક ઘાયલ

Published By: Vidhata Gothi

Last Updated: 09:36 AM, 11 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Canada School Shooting: કેનેડાની એક સ્કૂલમાં તાબડતોબ ફાયરિંગની ઘટનામાં નવ લોકોના મોત થયા છે. માહિતી પ્રમાણે, કેનેડામાં ટમ્બલર રિજ સેકન્ડરી સ્કૂલમાં થયેલા ગોળીબારમાં નવના મોત થયા અને 27 ઘાયલ થયા છે.

School Firing Incident: કેનેડાની એક સ્કૂલમાં ગોળીબારની ઘટના સામે આવી છે. આ ગોળીબારમાં નવ લોકોના મોત થયા છે, જ્યારે 27 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ સિવાય અન્ય એક ઘરની અંદરથી વધુ 2 લાશ મળી આવી છે, જેની આ ઘટના સાથે જોડાયેલા હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. આ ઘટના મંગળવારે બપોરે સ્થાનિક સમય મુજબ આશરે 1:20 વાગ્યે બની હોવાના અહેવાલ છે. ગોળીબારની સૂચના મળતા જ રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (RCMP) ઘટનાસ્થળે પહોંચી ગઈ અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો.

કેનેડિયન પોલીસે મંગળવારે સ્થાનિક સમય મુજબ અહેવાલ આપ્યો કે બ્રિટિશ કોલંબિયા પ્રાંતના ઉત્તરપૂર્વીય ભાગમાં એક હાઈ સ્કૂલમાં થયેલા ગોળીબારમાં કેટલાય લોકો માર્યા ગયા છે. રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ અધિકારીએ આ ઘટનાની પુષ્ટિ કરી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે બ્રિટિશ કોલંબિયાના પીસ વિસ્તારમાં ટમ્બલર રિજ સેકન્ડરી સ્કૂલમાં કેટલાક લોકોના મોત થયા છે, જેને પોલીસ એક્ટિવ શૂટર વાળી પરિસ્થિતિ ગણાવી છે, પરંતુ એ કાશી શકાય નહીં કે આમાં કેટલા લોકો સામેલ હતા કે તેમને કેટલી ઇજા થઈ.

સ્કૂલમાં થયેલા ગોળીબારમાં શંકાસ્પદ શૂટર માર્યો ગયો હોવાના અહેવાલો છે. રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે જણાવ્યું કે ટમ્બલર રિજ સેકન્ડરી સ્કૂલમાં થયેલી ફાયરિંગની ઘટનામાં કેટલાય લોકો માર્યા ગયા છે. આ સ્કૂલમાં ધોરણ 7થી 12 સુધી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ટમ્બલર રિજ સેકન્ડરી સ્કૂલમાં ગોળીબારની ઘટના સામે આવ્યા પછી મંગળવારે બપોરે એક એક્ટિવ શૂટર માટે ઇમરજન્સી એલર્ટ જારી કરવામાં આવ્યું.

vtv app promotion

પોલીસે પુષ્ટિ કરી કે જ્યારે અધિકારીઓ મંગળવારે બપોરે સ્કૂલમાં ઘૂસ્યા, તો તેમને 6 લોકો મૃત હાલતમાં મળ્યા. બે વધુ લોકો બીજી જગ્યા પર મળ્યા, જ્યારે અન્ય એક વ્યક્તિનું હોસ્પિટલ લઈ જતાં સમયે મોત થઈ ગયું. એક વ્યક્તિ જે શૂટર હોવાનું માનવામાં આવી રહ્યું હતું, તે પણ મૃત અવસ્થામાં મળી આવ્યો, જેને જોઈને એવું લાગી રહ્યું હતું કે તેને પોતાને નુકસાન કર્યું છે. ગોળીબારમાં ગંભીર રીતે ઘાયલ 2 લોકોની હાલત નાજુક છે અને તેમને એરલીફ્ટ કરીને હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. બાકીના બાકીના પીડિતોને સ્થાનિક તબીબી કેન્દ્રમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી. પોલીસ અને તબીબી ટીમો સુરક્ષા અને સહાય પૂરી પાડવા માટે ઝડપથી કામ કરી રહી છે.

આ પણ વાંચો: એપસ્ટીનની વાઈલ્ડ પાર્ટીમાં હાજર હતા એલન મસ્ક અને માર્ક ઝુકરબર્ગ, સામે આવી તસવીર

લોકોને શાંતિ જાળવવા અપીલ

ઘટના બાદ શહેરના અનેક વિસ્તારોમાં લોકડાઉન કરવામાં આવ્યું. લોકોને ઘરની અંદર રહેવા અને સુરક્ષિત રહેવાની સલાહ આપવામાં આવી. પરિસ્થિતિ ધીમે ધીમે કાબુમાં આવી ગઈ, અને શાળાના વિદ્યાર્થીઓ અને સ્ટાફને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા. બ્રિટિશ કોલંબિયાના જાહેર સલામતી મંત્રી અને પોલીસ અધિકારીઓએ મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી. પોલીસ આ મામલે સંપૂર્ણ તપાસ કરી રહી છે અને હુમલા પાછળનો હેતુ જાણવાનો પ્રયાસ કરી રહી છે. અધિકારીઓએ જનતાને શાંતિ જાળવવા અને પોલીસને મદદ કરવા અપીલ કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

School Firing Incident Canada School Shooting Canada Crime News

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ