ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / સોને પે સુહાગા! એક રાત હોટલમાં રોકાવ અને લઈ જાવ સસ્તું સોનું, જાણો કોણે મૂકી ઓફર

સ્પેશિયલ ઓફર / સોને પે સુહાગા! એક રાત હોટલમાં રોકાવ અને લઈ જાવ સસ્તું સોનું, જાણો કોણે મૂકી ઓફર

Published By: Hiralal Parmar

Last Updated: 03:05 PM, 5 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વધી રહેલા સોનાના ભાવની વચ્ચે એક સ્થળ એવું પણ છે કે જ્યાં સોનું ભારત કરતાં સાવ સસ્તું મળે છે.

ADVERTISEMENT

સોનું ખરીદવાનુ કોને ન ગમે? પરંતુ ભાવને કારણે લોકો તેનાથી દૂર રહ્યાં છે અને તેમાંય જો સોનું સસ્તું મળે તો પછી વાત જ શું પૂછવી? જોકે તેમાં શરત એવી છે કે તમારે હોટલમાં એક રાત રહેવું પડશે.

આ દેશોમાં પણ સોનું સસ્તું

ભારતની નજીકમાં સોનું સસ્તું મળી રહ્યું છે. હકીકતમાં ભારતના પડોશી ભૂતાનમાં સોના પર કોઈ ટેક્સ નથી એટલે અહીં સોનું ભારત કરતા ઘણુ સસ્તું મળી રહ્યું છે. હોંગકોંગ, સ્વિટ્ઝર્લૅન્ડ, તુર્કી, ઇન્ડોનેશિયા અને યુએસએ જેવા દેશોમાં સોનું ભૂતાન કરતાં પણ સસ્તું છે. ભૂટાનમાં, ડ્યુટી-ફ્રી દુકાનો પર પ્રવાસીઓ માટે સોનું કરમુક્ત ઉપલબ્ધ છે, જેનાથી કિંમત ઓછી થાય છે. ભૂટાન સરકાર પ્રવાસીઓને આકર્ષવા માટે આ સુવિધા આપે છે. જો કે, આ સુવિધા થિમ્ફુ અને પારો જેવા શહેરોમાં અધિકૃત ડ્યુટી-ફ્રી દુકાનો સુધી મર્યાદિત છે.

ભૂતાનમાં સોનાની આયાત-જકાત ઓછી

ભૂતાનમાં સોના પરની આયાત જકાત અન્ય દેશો કરતા ઓછી છે, પરંતુ તેનાથી ભાવ વૈશ્વિક સ્તરે સૌથી સસ્તા નથી બનતા. હોંગકોંગ અને સ્વિટ્ઝર્લૅન્ડ જેવા દેશોમાં આયાત જકાત અને કર તેનાથી પણ ઓછા છે.

ભારતીયો ભૂતાનમાંથી કેટલું સોનું લાવી શકે?

જો કોઈ ભારતીય નાગરિક ભૂતાનથી સોનું ખરીદીને ભારતમાં લાવવા માંગે છે, તો પુરુષો 20 ગ્રામ સુધી ડ્યુટી-ફ્રી સોનું ખરીદી શકે છે અને મહિલાઓ 40 ગ્રામ સુધી ડ્યુટી-ફ્રી સોનું ખરીદી શકે છે. વધારાનું સોનું લાવવું ગેરકાયદેસર નથી, પરંતુ ભારતીય કસ્ટમ નિયમો અનુસાર વધારાના સોનું પર ડ્યુટી જરૂરી છે. ડ્યુટી ચૂકવ્યા વિના 20-40 ગ્રામથી વધુ સોનું લાવવું ગેરકાયદેસર ગણી શકાય અને દંડ અથવા જપ્તીનું જોખમ લઈ શકાય છે.

વધુ વાંચો : મહેસાણામાં પ્રેમીએ પરણેલી પ્રેમિકા પર નજર રાખવા ઝાડીઓમાં લગાડ્યાં કેમેરા, ઝડપાયું હેરાનીભર્યું

એક રાત હોટલમાં રોકાવ અને લઈ જાવ સસ્તું સોનું

ભૂતાન સરકારે સોનું ખરીદનારાઓ માટે એક ખાસ શરત મૂકી છે કે વિદેશી નાગરિકોએ ઓછામાં ઓછી એક રાત ત્યાંની અધિકૃત હોટલમાં રોકાવું પડશે. વિદેશી નાગરિકોને હોટલમાં રહેવાની શરત પૂરી કર્યા પછી જ સોનું ખરીદવાની મંજૂરી છે. ઓછી કિંમતો અને ટેક્સ ફ્રી બજારને કારણે, ભૂતાન હવે સોનાની ખરીદી માટે એક નવા સ્થળ તરીકે ઝડપથી ઉભરી રહ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

bhutan gold news bhutan gold

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ