બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:28 AM, 4 January 2026
Bangladesh Hindu News: બાંગ્લાદેશમાં અલ્પ સંખ્યામાં રહેલા હિન્દુ સમુદાય સામે હિંસા અટકવાનું નામ લઈ રહી નથી. બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ટોળા દ્વારા ઢોર માર મારીને હત્યા કરી દેવામાં આવી છે. ઢાકાથી માત્ર 150 કિમી દૂર શરિયતપુર જિલ્લાના બજારમાં મેડિકલ સ્ટોર ચલાવતા ખોકન ચંદ્ર દાસ પર બુધવારે કટ્ટરવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. દુકાન બંધ કરીને તેઓ પરત જઇ રહ્યા હતા ત્યારે તેમને પકડીને જીવતા સળગાવવામાં આવ્યા હતા. નવાવર્ષની પૂર્વ સંધ્યાએ હુમલાખોરોએ તેમના પર પેટ્રોલ નાખીને તેમને જીવતા સળગાવી દીધા હતા. જીવ બચાવવા તેઓ નજીકના તળાવમાં કુદી પડયા હતા. જે બાદ કેટલાક લોકોએ તેમને ઢાકાની નેશનલ બર્ન ઇન્સ્ટિટ્યૂટમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં શનિવારે સારવાર દરમિયાન તેમનું મોત થયું છે. ડોકટરોન આખેવ મુજબ ખોકનદાસના શરીરનો લગભગ 30% ભાગ બળ્યો ગયો હતો. તેમના ચહેરા અને શ્વસનતંત્રને ગંભીર નુકસાન પહોંચ્યું હતું. હોસ્પિટલના ડૉક્ટર શૌન બિન રહેમાને જણાવ્યું હતું કે સવારે 7:20 વાગ્યા આસપાસ તેમણે છેલ્લા શ્વાસ લીધા હતા.
ADVERTISEMENT
શરીયતપુરમાં ખોકન ચંદ્ર દાસ પોતાના ગામમાં મેડિકલ અને મોબાઇલ સ્ટોર ચલાવતા હતા. તેઓ ઘણા સમયથી કટ્ટરવાદીઓના નિશાના પર હતા. 31 ડિસેમ્બરના રોજ બુધવારે દુકાન બંધ કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે તેમને રસ્તામાં જ બાનમાં લેવામાં આવ્યા અને તેમના પર ધારદાર હથિયારો દ્વારા જીવલેણ હુમલો કરીને તેમના શરીરે પેટ્રોલ છાંટીને જીવતા જ સળગાવાયા હતા. તેઓ જીવ બચાવવા માટે સળગતી હાલતમાં જ તળાવમાં કુદી પડયા છતા બચી ના શક્યા. જ્યારે બાંગ્લાદેશના જ ગાઝીપુરમાં ટોંગીમાં ભીડે સુમન નામના શખ્સ પર હુમલો કરી દીધો હતો, ચોરીનો આરોપ લગાવીને ટોળાએ ઢોર માર માર્યો હતો. બાદમાં તેને થાંભલા સાથે બાંધીને વધુ મારપીટ કરાઇ. હાલમાં સુમનને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાયો છે. આ પહેલા 25 ડિસેમ્બરના રોજ અમૃત મંડલની ટોળાએ ઢોર માર મારીને હત્યા કરી હતી. એ પહેલા 18 ડિસેમ્બર2025ના રોજ દીપૂ ચંદ્રનું મોબ લિન્ચિંગ થયું હતું અને મૃતદેહને વૃક્ષ સાથે લટકાવીને સળગાવાયો હતો. જ્યારે 29 ડિસેમ્બરના રોજ મેહરાબારી વિસ્તારમાં હિન્દુ બૃજેન્દ્ર બિસ્વાસની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. અને હવે કોઇ જ દોષ વગર વધુ એક હિન્દુ ખોકન ચંદ્ર દાસને જીવતા સળગાવીને કટ્ટરવાદીઓએ મારી નાખ્યા હતા. બાંગ્લાદેશમાં શેખ હસીનાને સત્તામાંથી હટાવ્યા બાદ મોહમ્મદ યુનુસ દ્વારા સરકારની કમાન સંભાળવામાં આવી છે ત્યારથી કટ્ટરવાદ વકરી રહ્યો છે. મોહમ્મદ યુનુસે જાણે કટ્ટરવાદીઓને હિન્દુઓની હત્યા માટે ખુલી છૂટ આપી હોય તેમ દરરોજ હિન્દુઓ પર ખુલ્લેઆમ હુમલા થઇ રહ્યા છે.
ADVERTISEMENT
સ્થાનિક અખબારના અહેવાલ મુજબ આ ઘટના 31 ડિસેમ્બરની રાતે લગભગ 9.30 વાગ્યા આસપાસ બની હતી. દામુદિયા ઉપજીલ્લાના કોનેશ્વર યુનિયન સ્થિત કેઉરભાંગા બજાર પાસે બની હતી. દુકાન બંધ કરીને તે ઘરે જઈ રહ્યા હતા ત્યારે દાસને રસ્તામાં બદમાશોએ ઘેરી લીધા હતા અને ધારદાર હથિયારથી હુમલો કર્યો હતો અને ત્યારબાદ તેમના પર પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી હતી. આગથી બચવાની કોશિશ કરવામાં ખોકનદાદ નજીકના તળાવમાં કુંડી પડ્યા હતા. તેમની ચીસો સાંભળીને આસપાસના લોકો ભેગા થયા હતા અને લોકોને જોઈને ટોળું ફરાર થઈ ગયું હતું. પહેલા તેમને શરિયતપુરની સદર હોસ્પિટલમાં અને પછી ઢાકા રિફર કરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
દામુદિયા પોલીસ સ્ટેશનના અધિયકરી રબિઉલ હકના જણાવ્યા મુજબ પોલીસે 2 આરોપી રબ્બી અને સોહાગની ઓળખાણ કરી લીધે છે અને બંને સ્થાનિકો છે અને તેમના ધરપકડની કાર્યવાહી ઝડપી કરી દેવાઈ છે. અને અન્ય સંભવિત આરોપીઓની શોધ ચાલુ છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)એ બાંગ્લાદેશના ખેલાડી મુસ્તાફિઝુર રેહમાનને ટીમમાંથી હટાવવાનો નિર્ણય લીધો છે. હાલમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર કટ્ટરવાદીઓ દ્વારા હુમલા વધી રહ્યા છે. ખુલ્લેઆમ હત્યાઓ થઇ રહી છે એવામાં બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના આ ખેલાડીને ખરીદવા બદલ કોલકાતા નાઇટ રાઇડર્સ અને શાહરુખ ખાનની ભારે ટીકા થઇ રહી હતી. IPLની મિની હરાજીમાં રેહમાનને 9.20 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો. હાલમાં બાંગ્લાદેશ સાથે ભારતના સંબંધો ખરાબ થઇ રહ્યા છે એવામાં બાંગ્લાદેશ સાથે ક્રિકેટ રમવાનું ટાળવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.