બ્રેકિંગ ન્યુઝ
Chintan Chavda
Last Updated: 11:22 PM, 17 June 2025
આ દિવસોમાં જાપાન એક ભવિષ્યવાણીથી ધ્રૂજી રહ્યું છે. જાણીતા જાપાની મંગા કલાકાર રયો તાત્સુકી, જેને સોશિયલ મીડિયા પર 'ન્યૂ બાબા વાંગા' કહેવામાં આવી રહ્યા છે, તેની એક ચોંકાવનારી આગાહીએ સમગ્ર એશિયામાં ભય ફેલાવી દીધો છે. તાત્સુકીએ 1999માં પ્રકાશિત તેમના મંગા ' 'The Future I Saw' માં લખ્યું હતું કે 5 જુલાઈ, 2025ના રોજ જાપાનમાં એક મોટી આફત આવશે. તેની આગાહીમાં જણાવાયું છે કે 'જાપાન અને ફિલિપાઇન્સ વચ્ચે સમુદ્ર નીચે એક તિરાડ પડશે અને તોહોકુ ભૂકંપ કરતા ત્રણ ગણા ઊંચા મોજા કિનારા પર અથડાશે'.
ADVERTISEMENT
શું જાપાન જોખમમાં છે?
આ ડરની અસર હવે જાપાનના ટુરિસ્ટ બિઝનેસ પર સ્પષ્ટપણે દેખાઈ રહી છે. હોંગકોંગથી જાપાન સુધીની ફ્લાઇટ બુકિંગમાં 83% ઘટાડો થયો છે. ગ્રેટર બે એરલાઇન્સે જણાવ્યું હતું કે એપ્રિલ અને મેના સ્પ્રિંગ હોલિડે સિઝન દરમિયાન પણ, બુકિંગ ગયા વર્ષ કરતાં અડધા હતા. જાપાન ઓફિસના જનરલ મેનેજર 'હિરોકી ઇટોએ' જણાવ્યું હતું કે, 'જ્યાં અમને 80% બેઠકો ભરાશે તેવી અપેક્ષા હતી, ત્યાં ફક્ત 40% બુકિંગ થયું હતું.' હોંગકોંગ એરલાઇન્સે કાગોશિમા અને કુમામોટો જેવા દક્ષિણ જાપાની શહેરો માટે જુલાઈ-ઓગસ્ટ ફ્લાઇટ્સ રદ કરી છે. કારણ... માંગમાં ભારે ઘટાડો છે.
ADVERTISEMENT
તબાહીની ભવિષ્યવાણી સાંભળી ભયમાં દુનિયા
ADVERTISEMENT
મીડિયા એજન્સી અનુસાર, પ્રાદેશિક એરલાઇન્સમાં, ખાસ કરીને બોઇંગ વિમાન ચલાવતી કંપનીઓમાં 15-20% ફ્લાઇટ રદ થયાના અહેવાલ મળ્યા છે. જોકે, મિયાગી પ્રીફેક્ચરના ગવર્નર યોશીહિરો મુરાઈએ લોકોને અફવાઓને અવગણવા અને શાંતિ જાળવવા અપીલ કરી છે. તેમણે કહ્યું, જાપાની લોકો દેશ છોડીને ભાગી રહ્યા નથી. કૃપા કરીને મૂંઝવણમાં ન પડો અને જાપાનની મુલાકાત લો.
વધુ વાંચો: ઇરાનનાં રાજકુમારે કહ્યું, અમારો સમય આવી ગયો, કટ્ટર ઇસ્લામને ઉખાડી ફેંકશું
ADVERTISEMENT
જાપાની બાબા વાંગાની કઈ ભવિષ્યવાણી સાચી પડી?
જાપાની વાંગાની સૌથી સનસનાટીભરી આગાહીઓમાં 1991માં ફ્રેડી મર્ક્યુરીનું મૃત્યુ, 1995માં કોબે ભૂકંપ અને 2011માં જાપાનમાં આવેલી સુનામીનો સમાવેશ થાય છે. એવું કહેવાય છે કે, આ બધી ઘટનાઓની આગાહી જાપાની બાબા વાંગાએ પહેલાથી જ કરી હતી. હવે તેમણે કરેલી આગાહીએ લોકોને ડરાવી દીધા છે. રિયો તાત્સુકીએ પહેલી વાર મંગા કલાકાર તરીકે પોતાને સ્થાપિત કર્યા પછી પ્રોફેસી પર શ્રેણીબદ્ધતા શરૂ કરી હતી . 1999માં તેમણે 'ધ ફ્યુચર આઈ સો' એક સિરિયલ તરીકે પ્રસારિત કરી જે મૂળભૂત રીતે આગાહીઓ પર આધારિત હતી. જાપાની બાબા વાંગા તાજેતરમાં વધુ લોકપ્રિય બન્યા જ્યારે લોકોએ તેમની આગાહીઓ અને તાજેતરની ઘટનાઓની તુલના કરી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.