બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / આરોગ્ય / World Heart Day 2023 indications signs you need to visit a cardiologist

વિશ્વ હૃદય દિવસ / આજે World Heart Day: જો શરીરમાં દેખાય આ લક્ષણ તો સાવધાન, તુરંત ડૉક્ટર પાસે જતા રહેજો નહીં તો....

Arohi

Last Updated: 02:13 PM, 29 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

World Heart Day 2023: આજે વર્લ્ડ હાર્ટ ડે છે. હાર્ટ એટેક આવતા પહેલા શરીરમાં અમુક સંકેત જોવા મળે છે. જો આવા સંકેત બોડીમાં જણાય તો તરત ડૉક્ટરનો સંપર્ક કરી લેજો.

  • આજે છે વર્લ્ડ હાર્ટ ડે 
  • હાર્ટ એટેક પહેલા શરીર આપે છે આ સંકેત 
  • આવું થાય તો તરત ડૉક્ટરને બતાવજો

હાર્ટ આપણા શરીરનો સૌથી મહત્વનો ભાગ છે. એવામાં સમય સમય પર તેનું ચેકઅપ કરવું જરૂરી છે. એક્સપર્ટ્સનું માનવું છે કે રેગ્યુલર ચેકઅપથી કોઈ ગંભીર સમસ્યાથી બચી શકાય છે. માટે વર્ષમાં બે વખત લોકોને હાર્ટ ચેકઅપ કરવાની સલાહ આપવામાં આવે છે. દર વર્ષે 29 સપ્ટેમ્બરે વર્લ્ડ હાર્ટ ડે ઉજવવામાં આવે છે. 

હાર્ટ ડિઝીઝના સંકેત
આજે અમે તમને અમુક એવી વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના સંકેત દેખાવવા પર સમય સમય પર હાર્ટ ચેકઅપ જરૂર કરવુ જોઈએ. 

ફેમિલી હિસ્ટ્રી
જો તમારી ફેમિલીમાં કોઈને પહેલાથી જ હાર્ટ સાથે જોડાયેલી બીમારીઓ છે તો તમારે તમારૂ રેગ્યુલર ચેકઅપ કરાવવું જોઈએ. તેનાથી તમે સમય પહેલા કોઈ મોટી બીમારીથી બચી શકો છો. 

ડાયાબિટીસ અને પ્રી ડાયાબિટીસ 
આ ખૂબ ઓછા લોકો જાણે છે કે ડાયાબિટીસના કારણે હાર્ટ પર કેટલી વધારે ખરાબ અસર પડે છે. જો તમારૂ બ્લડ શુગર લેવલ વધતુ કે ઘટતુ રહે છે તો જરૂરી છે કે તમે પોતાના હાર્ટનું પણ ચેકઅપ કરાવા રહો. બ્લડ શુગર લેવલ વધારે થવા પર લોહીની નસો ડેમેજ તઈ જાય છે જેનાથી હાર્ટ પણ ડેમેજ થઈ જાય છે.

ડૉક્ટરની સલાહ માનો 
જો તમારો રેગ્યુલર ફિઝિશિયન કોઈ કાર્ડિયોલોજીસ્ટની પાસે જવા માટે કહે છે તો તેને ઈગ્નોર ન કરવું જોઈએ. ડૉક્ટરની વાત માનીને ભવિષ્યના ખતરાથી બચી શકો છો. 

શ્વાસ લેવામાં મુશ્કેલી 
જો તમને શ્વાસ લેવામાં મુશ્કેલી થાય છે અને આ સમસ્યાનો સામનો તમને વારંવાર કરવો પડે છે તો તરત ડૉક્ટરનો સંપર્ક કરો. 

છાતીમાં દુખાવો 
છાતીમાં દુખાવો એ વાતોનો ઈશારો કરે છે કે તમારા હાર્ટને પહેલાથી વધારે દેખરેખની જરૂર છે. જો આવું ઘણી વખત થયું છે તો તેને ઈગ્નોર ન કરો. 

હાઈ કોલેસ્ટ્રોલ 
જે લોકોનું કોલેસ્ટ્રોલ લેવલ ખૂબ વધારે છે તેમનામાં હાર્ટ ડેમેડ થવાનો ખતરો વધારે હોય છે એવામાં આ લોકોને ખાસ પોતાના હાર્ટનું ચેકઅપ કરાવતા રહેવું જોઈએ. 

લાંબા સમય સુધી બેસી રહેવુ
જો તમારી ડેસ્ક જોબ છે અને તમે લાંબા સમય સુધી સીટ પર બેસી રહો છો અને કોઈ ફિઝિકલ એક્ટિવિટી નથી કરતા તો તમને હાર્ટનું ચેકઅપ કરાવતા રહેવું જોઈએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ