બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / આરોગ્ય / World Health Day infertility causes symptoms and prevention tips

World Health Day / યુવાનીમાં કરેલી ભૂલોના કારણે લગ્ન પછી સમસ્યા! આ 14 કારણોના લીધે વધી રહી છે ઈનફર્ટિલિટી

Manisha Jogi

Last Updated: 01:29 PM, 7 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં વંધ્યત્વ (infertility)ના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે 7 એપ્રિલના રોજ વિશ્વ આરોગ્ય દિવસ મનાવવામાં આવી રહ્યો છે. વધતી જતી આરોગ્ય સમસ્યાઓ વિશે જાગૃતતા લાવવા માટે આ દિવસની ઊજવણી કરવામાં આવી રહી છે.

  • ભારતમાં 15 ટકા લોકોને વંધ્યત્વની સમસ્યા.
  • ગર્ભધારણ ના કરી શકે તો તેને વંધ્યત્વ કહેવામાં આવે છે.
  • જાણો વંધ્યત્વથી બચવા શું કરી શકાય.

ભારતમાં વંધ્યત્વ (infertility)ના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જ્યારે કોઈ મહિલા પોતાની અથવા પોતાના સાથીની પ્રજનન સમસ્યાને કારણે ગર્ભધારણ ના કરી શકે તો તેને વંધ્યત્વ કહેવામાં આવે છે. મહિલાઓ અને પુરુષ બંને આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ભારતમાં 15 ટકા લોકો આ સમસ્યાનો સામનો કરી રહ્યો છે. આ એક ગંભીર સમસ્યા હોવા છતાં કપલ આ બાબતે ચર્ચા કરવામાં ડરી રહ્યા છે અથવા શરમાઈ રહ્યા છે. આજે 7 એપ્રિલના રોજ વિશ્વ આરોગ્ય દિવસ મનાવવામાં આવી રહ્યો છે. વધતી જતી આરોગ્ય સમસ્યાઓ વિશે જાગૃતતા લાવવા માટે આ દિવસની ઊજવણી કરવામાં આવી રહી છે. નર્ચર ક્લિનિકમાં ગાયનોકોલિજ્સ્ટ, ફર્ટિલિટી એન્ડ IVF નિષ્ણાંત ડૉ. અર્ચના ધવન બજાજ અને સી. કે. બિરલા હોસ્પિટલમાં ઓબ્સ્ટટ્રિશન ગાયનેકોલોજિસ્ટ અને લેપ્રોસ્કોપિક સર્જન ડૉ. અંજલી કુમારે આ અંગે વિગતવાર જાણકારી આપી છે. 

વંધ્યત્વ શું છે? 

ડૉ. અંજલી જણાવે છે કે, જો કોઈ કપલ કોઈપણ પ્રકારની સુરક્ષા વગર સતત એક વર્ષ સુધી શારીરિક સંબંધ બાંધી રહ્યા હોય તેમ છતાં, ગર્ભધારણ ના કરી શકે તો તેને વંધ્યત્વ કહેવામાં આવે છે. 

મહિલાઓમાં વંધ્યત્વના કારણ

  • અંડાશય યોગ્ય રીતે કામ ના કરે.
  • ફેલોપિયન ટ્યૂબ યોગ્ય રીતે કામ ના કરે.
  • ગર્ભાશય યોગ્ય ના હોય.
  • શરીરના હૉર્મોન્સ સંતુલિત ના હોય.
  • ફેલોપિયન ટ્યૂબમાં ટીબી હોય.

પુરુષોમાં વંધ્યત્વના કારણ

  • સ્પર્મની ક્વોલિટી ખરાબ હોવી
  • સ્પર્મ કાઉન્ટ ઓછા હોવા
  • સ્પર્મની મોટિલિટી ઓછી હોય.
  • શરીરના હૉર્મોન્સ સંતુલિત ના હોય.
  • ઈરેક્શનમાં ઊણપ
  • યોગ્ય સમયે પરફોર્મ ના કરવું
  • તણાવ
  • એવી કોઈ બિમારી જેના કારણે સ્પર્મ કાઉન્ટ ઓછા થઈ ગયા હોય.

વંધ્યત્વના જોખમી પરિબળો

  • કપલના કામનો સમય અલગ અલગ હોવાને કારણે એકસાથે ના રહેવું
  • ધૂમ્રપાન, દારૂ અને તમાકુનું સેવન
  • કોરોના વાયરસ
  • યોગ્ય સમયે લગ્ન ના કરવા અને બાળકના પ્લાનિંગમાં મોડું કરવું

શું મહિલાઓમાં પુરુષોની સરખામણીએ વંધ્યત્વની વધુ સમસ્યા છે?

ડૉ. અંજલી જણાવે છે કે, 40 ટકા મહિલાઓ, 40 ટકા પુરુષોમાં આ સમસ્યા જોવા મળી રહી છે. 10 ટકા એવા કેસ સામે આવ્યા છે, જેમાં મહિલાઓ અને પુરુષ બંનેમાં આ સમસ્યા જોવા મળી રહી છે. 10 ટકા એવા કેસ છે જેમાં વંધ્યત્વનું કારણ જાણી શકાયું નથી.

વંધ્યત્વના લક્ષણો

  • લગ્નના એક વર્ષ પછી પણ ગર્ભધારણ ના કરવો.
  • 35 વર્ષથી વધુ ઉંમર ધરાવતી મહિલાઓએ ગર્ભ ધારણ કરવામાં એક વર્ષ સુધી રાહ ના જોવી જોઈએ. 
  • એંડોમેટ્રિયોસિસના લક્ષણો જેમ કે, પેઈનફુલ પીરિયડ, હેવી પીરિયડ, તાવ, પીઠના નીચેના ભાગમાં દુખાવો થવો, વજાઈનલ ડિસ્ચાર્જ.

વંધ્યત્વનો ઈલાજ

આ બાબતે ડૉકટરે જાણકારી આપી છે કે, પરિવાર અને તમારા સાથીનો સપોર્ટ હોવો જરૂરી છે. અલગ અલગ પરિસ્થિતિના આધાર પર તે માટેનો ઈલાજ સસ્તો અથવા મોંઘો હોઈ શકે છે, પરંતુ તેનો ઈલાજ શક્ય છે. કેટલાક કેસમાં IVFની જરૂર ઊભી થઈ શકે છે. જો તમે હેલ્ધી ડાયટ લઈ રહ્યા છો, એકદમ ફિટ એન્ડ ફાઈન છો તો તમને આ સમસ્યા નથી તેવું માની ના લેવું જોઈએ. જો તમને એવું લાગી રહ્યું છે કે, તમને પણ આ સમસ્યા છે, તો તાત્કાલિક ડૉકટરની સલાહ લેવી જોઈએ. મહિલા અને પુરુષ બંનેમાં આ સમસ્યા હોઈ શકે છે, જેથી બંનેએ તપાસ અને ઈલાજ કરાવવો જરૂરી છે.

વંધ્યત્વથી બચવાના ઉપાય

  • જો લગ્ન પહેલા માસિકચક્રની સમસ્યા હોય તો તેની તપાસ કરાવી લેવી.
  • PCOS અથવા એગ ઓછા હોવાની સમસ્યાને કારણે વંધ્યત્વની સમસ્યા થઈ શકે છે, જેથી તેની તપાસ કરાવવી જોઈએ.
  • યુવાવસ્થાથી ડાઈટનું ખાસ ધ્યાન રાખો.
  • વજન નિયંત્રિત રાખો.
  • કસરત કરતા રહો. 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ