બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / સ્પોર્ટસ / Cricket / World Cup 2023 PCB is upset with fans' behavior during India Pakistan match, will complain to ICC!

IND VS PAK / ભારત પાકિસ્તાન મેચ દરમિયાન ચાહકોના વર્તનથી નારાજ થયું PCB, ICCને કરશે ફરિયાદ!

Megha

Last Updated: 04:03 PM, 16 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલ મેચ દરમિયાન પાકિસ્તાનના બેટ્સમેનો આઉટ થઈને પેવેલિયનમાં જતાં હતા ત્યારે ભારતીય ચાહકો એમને ચીડવતા હતા. હવે PCB આ અંગે મોટું પગલું ભરવા જઈ રહ્યું છે.

  • મેચમાં ભારતીય ટીમે પાકિસ્તાની ટીમને એકતરફી રીતે હરાવ્યું હતું
  • આઉટ થઈને પેવેલિયન જતાં પાકિસ્તાની ખેલાડીઓને ચીડવતા હતા ફેન્સ 
  • પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) આ અંગે ICCને ફરિયાદ કરી શકે છે 

આ દિવસોમાં ભારતમાં વર્લ્ડ કપ રમાઈ રહ્યો છે, જેમાં દર્શકોને રોમાંચક મેચો જોવા મળી રહી છે. આવી જ એક રોમાંચક મેચ જેને વર્લ્ડ કપ 2023ની સૌથી મોટી મેચ કહેવામાં આવી હતી એ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. 14 ઓક્ટોબરે રમાયેલી તે મેચમાં ભારત અને પાકિસ્તાનની ટીમો આમને-સામને હતી. આ મેચમાં ભારતીય ટીમે પાકિસ્તાની ટીમને એકતરફી રીતે હરાવ્યું હતું.

story crowd chants jai shri ram slogan against muhammad rizwan after he back to the pavilion during india vs pakistan world...

PCB અમદાવાદના ચાહકો સામે કડક કાર્યવાહી કરી શકે છે 
પહેલા બેટિંગ કરતા પાકિસ્તાને 191 રન બનાવ્યા હતા અને ભારતીય ટીમે 7 વિકેટ બાકી રહેતા લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. મેચમાં જ્યારે પાકિસ્તાનના બેટ્સમેનો આઉટ થઈને પેવેલિયનમાં જઈ રહ્યા હતા ત્યારે ભારતીય ચાહકો બૂમ પાડીને એમને ચીડવતા હતા. હવે આ દરમિયાન સમાચાર આવ્યા છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે અમદાવાદના ચાહકો સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. 

1 લાખથી વધુ દર્શકો મેદાન પર હાજર હતા
14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચમાં 1 લાખથી વધુ દર્શકો મેદાન પર હાજર હતા. તો એ જ કરોડો ચાહકો આ મેચ ટીવી અને મોબાઈલ ફોન પર જોઈ રહ્યા હતા. પાકિસ્તાનની ટીમ પ્રથમ બેટિંગ કરી રહી હતી. જ્યારે પાકિસ્તાનના બેટ્સમેનો આઉટ થયા બાદ ડ્રેસિંગ રૂમ તરફ આવી રહ્યા હતા. એ સમયે મેદાનમાં હાજર ભારતીય દર્શકો નારા લગાવી રહ્યા હતા. 

Pakistan will be defeated for the 8th time against India today?

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ICCને ફરિયાદ કરી શકે છે 
ઘણા લોકોના મતે ચાહકો પાકિસ્તાની બેટ્સમેનોને ચિડાવવા માટે આવું કરી રહ્યા હતા. પણ સામાન્ય રીતે કોઈપણ દેશના ચાહકો અન્ય દેશના ખેલાડીઓ સાથે આવું કરતાં રહે છે કરે છે. પરંતુ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનું કહેવું છે કે આ દરમિયાન અમદાવાદમાં હાજર ભારતીય પ્રશંસકોએ ઘણા એવા નારા લગાવ્યા જે ખેલ ભાવનાની અંદર નહોતા. એટલા માટે હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) આ અંગે મોટું પગલું ભરવા જઈ રહ્યું છે.

હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાકિસ્તાની ખેલાડીઓ પ્રત્યે ભારતીય ચાહકોના વર્તનને ગંભીરતાથી લઈ રહ્યું છે. એવા અહેવાલો છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) આ અંગે ICCને ફરિયાદ કરવા જઈ રહ્યું છે. હવે જોવું એ રહ્યું કે જો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ICCને ફરિયાદ કરે તો શું થાય છે. 

નોંધનીય છે કે પાકિસ્તાન વર્લ્ડ કપ 2023માં અત્યાર સુધી 3 મેચ રમ્યું છે, જેમાં તેણે 2માં જીત અને 1માં હારનો સામનો કરવો પડ્યો છે. બાબર આઝમની ટીમ પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ