બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / બિઝનેસ / વિશ્વ / work 7 days a week and 12 hours a day otherwise.. Bad days of Twitter employees started with the entry of Musk.

બહુ કરી / અઠવાડિયાના 7 દિવસ અને દિવસના 12 કલાક કામ નહીં તો.. મસ્ક ની એન્ટ્રી સાથે જ ટ્વિટરના કર્મચારીઓના ખરાબ દિવસો શરૂ

Megha

Last Updated: 11:03 AM, 3 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુઝર્સ કરતા ટ્વિટરના કર્મચારીઓ હાલ વધુ પરેશાન થઈ રહ્યા છે. ટ્વિટર એન્જિનિયર્સને દિવસમાં 12 કલાક અને અઠવાડિયામાં 7 દિવસ કામ કરવાનું કહેવામાં આવ્યું છે.

  • મસ્કની ડેડલાઈન પૂરી કરવા માટે કર્મચારીઓને 12 કલાકની શિફ્ટ કરી 
  • ટ્વિટર બ્લુ ટિક ક્રાઇટેરિયા બદલવાની જાહેરાત કરી છે.
  • કામ પૂરું ન થયું તો કર્મચારીની જોબ પણ જઈ શકે

એલન મસ્ક એ ટ્વિટર ખરીદી લીધું છે અને હવે તેઓ તેમાં સતત ઘણા બદલાવ કરી રહ્યા છે અને આ સાથે જ એમના ઘણા નિર્ણયો માટે એમની ટીકા પણ થઈ રહી છે. પણ તમને જણાવી દઈએ કે  યુઝર્સ કરતા ટ્વિટરના કર્મચારીઓ હાલ વધુ પરેશાન થઈ રહ્યા છે. મળતી માહિતી મુજબ ઘણા ટ્વિટર એન્જિનિયર્સને દિવસમાં 12 કલાક અને અઠવાડિયામાં 7 દિવસ કામ કરવાનું કહેવામાં આવ્યું છે. 

એક મીડિયા રિપોર્ટમાં આ અંગેની માહિતી આપવામાં આવી છે અને તેમાં કહેવામાં આવ્યું છે કે ટ્વિટરના મેનેજરે કર્મચારીઓને કહ્યું છે કે ટ્વિટરમાં આવેલ બદલાવ માટે મસ્કની ટાઈટ ડેડલાઇનને પંહોચી વળવા માટે વધુ કામ કરવું પડશે. આ સાથે જ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મસ્કની ડેડલાઈન પૂરી કરવા માટે કર્મચારીઓને 12 કલાકની શિફ્ટ કરવાની ઓન સૂચના આપવામાં આવી છે. 

જઈ શકે છે જોબ 
ટ્વિટરના કર્મચારીઓને અઠવાડિયામાં 7 દિવસ કામ કરવાનું કહેવામાં આવ્યું છે. આ સાથે જ એમ પણ જાણવા મળ્યું છે કે હાલમાં કર્મચારીઓ વધારાના કામના કલાકો માટે પગાર, કોમ્પ અથવા જોબ સિક્યોરિટી પર કોઈ વાતચીત નથી કરી શકતું. ઇનજીનીયર્સને આ માટે નવેમ્બરનો સમય આપવામાં આવ્યો હતો અને કામ પૂરું ન થયું એવી સ્થિતિમાં એમની જોબ પણ જઈ શકે છે એવું પણ કહેવામાં આવ્યું છે. 

એ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે નવેમ્બરની શરૂઆતમાં ટાસ્ક પૂર્ણ કરવું તેની કરિયરમાં મેક અથવા બ્રેક તરીકે જોવામાં આવી રહ્યું છે. જો કે અહેવાલમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે  કામ સમયસર પૂરું નહીં થાય તો મસ્ક એ 50% છટણીની ધમકી પણ આપી છે. 

7 નવેમ્બર સુધીનો સમય 
જણાવી દઈએ કે મસ્ક એ ટ્વિટર બ્લુ સબસ્ક્રિપ્શન માટે પ્લાનની કિંમત વધારવા વિશે પણ વિચારી રહ્યા છે અને આ સિવાય એમને ટ્વિટર બ્લુ ટિક ક્રાઇટેરિયા બદલવાની જાહેરાત કરી છે. રિપોર્ટમાં એવું પણ જાણવા મળ્યું છે કે મસ્કે એન્જિનિયરોને પેઇડ વેરિફિકેશન ફીચર રિલીઝ કરવા માટે 7 નવેમ્બર સુધીનો સમય આપ્યો છે અને જો ત્યાં સુધી કામ ન થયું તો કર્મચારી નોકરી પણ ગુમાવી શકે છે. 

આ હજુ સ્પષ્ટ નથી પણ આ પ્રકારની સમયમર્યાદા બીજા કામને લઈને પણ હોય શકે છે. જણાવી દઈએ કે યુઝર્સને હવે બ્લુ ટિક માટે $8 ખર્ચવા પડશે.પણ આ ચાર્જ દરેક દેશમાં અલગ અલગ હોય શકે એવી પણ અટકળો છે. કંપની ટૂંક સમયમાં આ વિશે વધુ માહિતી શેર કરશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ