ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / સોનામાં સુગંધ! વર્લ્ડ કપ જીત્યા બાદ વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાના માટે આવ્યાં સ્પેશિયલ સમાચાર, જાણો શું?
Last Updated: 12:40 PM, 3 November 2025
ADVERTISEMENT
ભારતીય મહિલા ટીમે કમાલ કરી દેખાડ્યો છે. ભારતીય મહિલા ટીમે સાઉથ આફ્રિકાને હરાવીને વનડે વર્લ્ડ કપ જીતી લીધો છે. ટીમને વર્લ્ડ કપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનારી વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાના માટે સ્પેશિયલ સમાચાર આવ્યાં છે જે જાહેર થતાં જ ક્રિકેટ જગતમાં વાહ-વાહ મચી હતી.
ADVERTISEMENT
શું સમાચાર છે સ્મૃતિ મંધાના માટે
ADVERTISEMENT
હકકીતમાં વર્લ્ડ કપ પૂરો થયા બાદ સ્ટાર બેટર સ્મૃતિ મંધાના મ્યુઝિક કમ્પોઝર અને ડિરેક્ટર પલાશ મુછ્છલ સાથે નવેમ્બર 2025માં લગ્ન કરવા જઈ રહી છે. રિપોર્ટ અનુસાર, સ્મૃતિ અને પલાશ 20 નવેમ્બરના રોજ સ્મૃતિના વતન, મહારાષ્ટ્રના સાંગલી ખાતે લગ્ન કરે તેવી શક્યતા છે. આ કાર્યક્રમ ક્રિકેટ અને સંગીતની દુનિયાને એકસાથે લાવવાની અપેક્ષા છે આ માટે લગ્નની તૈયારીઓ પણ શરુ કરી દેવાઈ છે. ઉજવણીમાં નજીકના મિત્રો, સાથી ખેલાડીઓ અને બંને ઉદ્યોગોના મુખ્ય વ્યક્તિઓ શામેલ હશે.
ADVERTISEMENT
કેવી રીતે શરુ થઈ બન્નેની પ્રેમકહાની
બંનેએ 2019 માં ડેટિંગ શરૂ કર્યું હોવાનું કહેવાય છે અને જુલાઈ 2024 માં તેમની પાંચમી વર્ષગાંઠ નિમિત્તે એક હૃદયસ્પર્શી ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા તેમના સંબંધને જાહેર કર્યો હતો. પલાશે તો મજાકમાં પણ કહ્યું હતું કે સ્મૃતિ ટૂંક સમયમાં "ઇન્દોરની વહુ" બનશે. ત્યારથી, આ દંપતીએ એકલા રહીને કામ કર્યું છે, ક્યારેક ક્યારેક તેમના સંબંધોની ઝલક ઓનલાઇન શેર કરે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો