બ્રેકિંગ ન્યુઝ
Bhushita
Last Updated: 08:19 AM, 1 December 2020
ADVERTISEMENT
શ્રમ મંત્રાલયે સંસદમાં નવા શ્રમ કોડનો પ્રસ્તાવ રાખ્યો છે. તે પસાર થયા બાદ ચીજો પહેલાંથી વધારે વ્યવસ્થિત થઈ શકશે. નવા લેબર કોડ (New Labor Code) થી સૌથી વધુ ફાયદો મહિલા શ્રમિકોને થશે.
ADVERTISEMENT
વેતનને લઈને મૂકાયો પ્રસ્તાવ
અન્ય પ્રસ્તાવના આધારે તેમને અનેક ક્ષેત્રોમાં કામ કરવાની પરમિશન મળશે. એટલું જ નહીં વેતન એટલે કે પગારના કિસ્સામાં પણ પુરુષોની બરોબરનો દરજ્જો મળે તેવો પ્રસ્તાવ મૂકાયો છે.
ડિજિટલ પેમેન્ટની મળશે સુવિધા
આ સિવાય આધાર લિંક્ડ ખાતામાં ડિજિટલ ભુગતાનથી મહિલાઓને એક સમાન વેતન અને ન્યૂનતમ મજૂરી નક્કી કરાશે. જેનાથી કામકાજી મહિલાઓને મોટો ફાયદો મળશે.
આ વાતની મળશે મંજૂરી
મહિલા શ્રમિકોને દરેક ક્ષેત્રમાં જેમકે ખનીજ, નિર્માણ વગેરેમાં પણ કામ કરવાની પરમિશન મળશે. આ પહેલાં સુધી તેમને આ વિસ્તારોમાં કામ કરવાની પરમિશન ન હતી. તેમાં ફક્ત પુરુષ શ્રમિકો જ કામ કરી શકતા હતા.
સમાન વેતનની યોજના
દરેકને એક સમાન વેતનની યોજના, ડિજિટલ પેમેન્ટની મદદથી મહિલાઓનું વેતન ઓછું હોવાની ચિંતાથી મુક્તિ મળશે. આ સિવાય દેશમાં અસંગઠિત વિસ્તારોમાં પુરુષોની સરખામણીએ મહિલા શ્રમિકોને ઓછું વેતન અપાતું હતું, પરંતુ નવા કોડથી વેતનમાં ભેદભાવ ખતમ કરાશે. હવે પુરુષ અને મહિલા શ્રમિકોને એક સમાન વેતનની યોજના લાગૂ થશે. વેતન યોગ્ય વ્યક્તિને ડિજિટલ રીતે મળશે. તેથી કોઈ દગાખોરીની શક્યતા રહેશે નહીં.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.