બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / Woman, Single Male Government Employees To Get 730 Days Child Care Leave: Centre

કર્મીઓનો લાભ / મહિલા અને સિંગલ પુરુષ કર્મચારીઓ માટે કેન્દ્રનું એલાન, મળશે આ મોટો લાભ, રિટાયરમેન્ટને લઈને પણ વાત

Hiralal

Last Updated: 04:44 PM, 9 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહિલા અને સિંગલ પુરુષ કર્મચારીઓ એક રજાનો એક મોટો લાભ લઈ શકે છે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે લોકસભામાં આ મુજબની વાત કરી હતી.

  • મહિલા અને સિંગલ પુરુષ કર્મચારીઓ લઈ શકે એક મહત્વનો લાભ
  • 18 વર્ષ સુધીના બાળકોની સંભાળ માટે 730 દિવસની રજા લઈ શકે
  • કેન્દ્રીય કર્મચારી રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહે લોકસભામાં જણાવ્યું

મહિલા અને સિંગલ પુરુષ કર્મચારીઓ એક મહત્વનો લાભ લઈ શકે છે. કેન્દ્ર સરકારના આજના એલાન બાદ આ વાતની ખબર પડી છે. કેન્દ્રીય કર્મચારી રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહે આજે લોકસભામાં જણાવ્યું હતું કે, મહિલા અને સિંગલ પુરુષ સરકારી કર્મચારીઓ 730 દિવસની ચાઈલ્ડ કેર લીવ માટે પાત્ર છે. 

18 વર્ષ સુધીની ઉંમરના બે બાળકોની સંભાળ લેવા માટે લઈ શકાય રજા 
મંત્રીએ કહ્યું કે સનદી સેવાઓ પર નિયુક્ત મહિલા અને સિંગલ પુરુષ સરકારી કર્મચારીઓ, સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ (લીવ) રૂલ્સ, 43ના નિયમ 1972-સી હેઠળ 18 વર્ષ સુધીની ઉંમરના બે સૌથી મોટા હયાત બાળકોની સંભાળ લેવા માટે અને વયમર્યાદા ન હોય તેવી સંપૂર્ણ સેવા દરમિયાન વધુમાં વધુ 730 દિવસ માટે ચાઈલ્ડ કેર લીવ (સીસીએલ) માટે પાત્ર છે. 

સરકારી કર્મચારીઓની નિવૃતીને લઈને સરકારે શું કહ્યું 
મંત્રી જિતેન્દ્ર સિંહે બુધવારે કહ્યું હતું કે કેન્દ્ર સરકારના કર્મચારીઓની નિવૃત્તિની ઉંમરમાં ફેરફાર કરવાનો કોઈ પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી. તેમણે સ્પષ્ટતા કરી હતી કે આવા કોઈ બિલને રજૂ કરવા માટે વાતચીત ચાલી રહી નથી. તે ઉપરાંત સેવા નિયમોની વિવિધ જોગવાઈઓ હેઠળ છેલ્લા ત્રણ વર્ષમાં 122 સરકારી અધિકારીઓને ફરજિયાતપણે નિવૃત્ત કરવામાં આવ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ