બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / woman killed consuming chocolate from plam reader who predicted she was going to die soon

શૉકિંગ કેસ / રસ્તા પર હસ્તરેખા વાંચતી વૃદ્ધાએ રોકીને કહ્યું, 'તારી મોત નજીક જ છે...', યુવતીએ વાત માનીને ખાઈ લીધી ચોકલેટ: ખરેખર જતો રહ્યો જીવ!

Arohi

Last Updated: 12:46 PM, 4 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Plam Reader: બ્રાઝીલની એક મહિલાનું અચાનક મોત થઈ ગયું. ફર્નાંડિઝ પિંટો નામની આ મહિલા રસ્તા પર ચાલતા એક જ્યોતિષીને મળી અને તેણે કંઈક કહીને તેને ગિફ્ટ આપ્યું. બસ આ ગિફ્ટ જ પિંટોની મોતનું કારણ બની ગયું.

  • બ્રાઝીલથી સામે આવી ચોંકાવનારી ઘટના 
  • મહિલાનું થયું ચોંકાવનારૂ મોત 
  • મોતનું કારણ બન્યુ ગિફ્ટ 

દુનિયાભરમાં ઘણા લોકો જ્યોતિષી, ટેરોકાર્ડ રીડર અને હસ્તરેખા નિષ્ણાંતોને માને છે અને અમુક લોકો મોટાભાગે આવા લોકોની પાસે જઈને પોતાના ભવિષ્ય વિશે જાણવામાં રસ ધરાવે છે. 

જોકે જ્યોતિષના નામ પર ઠગ અને લૂટની દુકાનો પણ ઓછી નથી. લોકોના ખરાબ ભવિષ્યને લઈને પહેલા તેમને ચેતવે છે અને પછી તેમા સુધારા કે ફેરફારના નામ પર તેમની પાસેથી પૈસા લુંટે છે. ઘણી જગ્યાઓ પર આવા કેસો હત્યા સુધી પહોંચી જાય છે. 

રસ્તા પર મળી વૃદ્ધ જ્યોતિષી 
હાલમાં બ્રાઝીલમાં એક મહિલાની સાથે જે થયું તે ચોંકાવનારૂ હતુ. આ મહિલા Fernands Valoz Pintoની કઝીન Bianca Cristinaના અનુસાર આ વર્ષે ઓગસ્ટમાં પિંટો Maceio ગઈ હતી. અહીં રસ્તા પર ફરતા તેને એક વૃદ્ધ મહિલાએ રોકી જે એક પામ રીડર હતી. આ વૃદ્ધાએ પિંટોને કહ્યું કે- "સાંભળ તારૂ મોત નજીક છે અને તુ હવે થોડા દિવસ જ જીવીશ" ત્યાર બાદ મહિલાએ તેને ગિફ્ટમાં એક ચોકલેટ આપી જેને પિંટોએ ખાઈ લીધી. ત્યાર બાદ પરિવારને ખબર પડી કે પિંટોનું મોત થઈ ગયું છે. 

થવા લાગી ઉલ્ટીઓ, બધુ જ બ્લર દેખાવવા લાગ્યુ
બિયાંકા અનુસાર પરિવારને આખી વાત એ રીતે ખબર પડી કે ચોકલેટ ખાવાના થોડા સમય બાદ પિંટોએ પરિવારને કોઈ મેસેજ આપ્યો હતો. મેસેજમાં તેમણે જણાવ્યું કે કોઈ વૃદ્ધ મહિલાએ આપેલી ચોકલેટ ખાવાથી તેને ઉલ્ટીઓ થઈ રહી છે. તે બિલકુલ ઠીક નથી. 

પાણીના ટેન્કમાં બેઠી છુ
તેણે જણાવ્યું કે તેને ભૂખ લાગી હતી તો તેણે ચોકલેટ બસ ખાઈ લીધી પરંતુ હવે બઘુ ગડબડ લાગી રહ્યું છે. તેણે વધુ એક મેસેજ પણ આપ્યો હતો કે આ ચોકલેટ ખૂબ કડવી છે અને ઉલ્ટીઓની સાથે મારી હાર્ટ બીટ વધી ગઈ છે. ખબર નહીં કેમ પાણીની ટેન્કમાં આવીને બેસી ગઈ છું. લાગી રહ્યું છે કે ભગવાનની પાસે છું. અજીબ અનુભવ થઈ રહ્યો છે. 

શરીરમાં મળ્યું સલ્ફોટેપ અને ટેરબુફોસનું હાઈ કંસંટ્રેશન 
મહિલાના પોસ્ટમોર્ટમમાં મળેલા બાયોસેમ્પલ્સના રિપોર્ટમાં તેના શરીમાં કીટનાશક સલ્ફોટેપ અને ટેરબુફોસના હાઈ કંસંટ્રેશનની જાણકારી મળી. હવે એ જાણવા માટે તપાસ કરવામાં આવી રહી છે કે શું ચોકલેટ જ પિંટોના ઝેરનો સ્ત્રોત હતો? 

અધિકારીએ કહ્યું કે પ્રયત્ન કરી રહ્યા છીએ કે શું પિંટોને મારવા માટે તે જ્યોતિષીને કોઈએ પૈસા આપ્યા હતા? પિંટોના બીજા કઝીન લુમેનિટા વાલોજે કહ્યું, "મને નથી લાગતું કે કોઈની પાસે તેની સાથે આમ કરવાનું કોઈ પણ કારણ છે. પરંતુ અમે નથી જાણતા કે હાર્ટમાં શું છે. ફક્ત પોલીસ જ તેમની જાણકારી મેળવી શકશે."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ