બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / With the onset of monsoon the price of tomato increases drastically

હાય રે મોંઘવારી! / ટામેટાંના ભાવ સાંભળી ગૃહિણીઓ 'લાલઘુમ': ચોમાસું શરુ થતાં જ 160થી 200 રૂપિયા પ્રતિ કિલો રેટ પહોંચ્યા

Malay

Last Updated: 11:23 AM, 10 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટામેટાંના આસમાને પહોંચતા ગૃહિણીઓ મુશ્કેલીમાં મુકાઇ છે. મોંઘા ભાવના ટામેટાં ખરીદવાનું ન પોસાતા ગૃહિણીઓએ તેનો વપરાશ ઘટાડી દીધો છે અથવા તો સદંતર બંધ કરી દીધો છે.

  • ટામેટાંના ભાવમાં ધરખમ વધારો 
  • ટામેટાંનો ભાવ 160થી 200 રૂપિયા પ્રતિકિલો 
  • ભાવ વધતાં સામાન્ય અને ગરીબ વર્ગ પરેશાન 

દેશમાં ટામેટાં એટલા 'લાલ' થઈ ગયા છે કે લોકો મોંઘવારીના આંસુ રડી રહ્યા છે અને તેના વધતા ભાવને કારણે લોકોના રસોડામાંથી ટામેટાં ગાયબ થઈ ગયા છે. ચોમાસું શરું થતાં જ ટામેટાંના ભાવ આસમાને પહોંચ્યા છે. અત્યારે ટામેટાંના ભાવ 160થી 200 રૂપિયા પ્રતિકિલો થયા છે. ટામેટાં સહિત અન્ય તમામ શાકભાજીમાં હજુ પણ ભાવ વધારાની શક્યતા સેવાઈ રહી છે. શાકભાજીના ભાવ વધતાં સામાન્ય અને ગરીબ વર્ગ પરેશાન થયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અન્ય રાજ્યોમાં પડેલા ભારે વરસાદના કારણે ટામેટાં સહિત અન્ય શાકભાજીઓના ભાવમાં વધારો થયો છે. 

વરસાદ બાદ શાકભાજીમાં ભાવ વધારાનું ઝાપટું: ટામેટાં, આદું, લસણ, ઘાણાને ઘર  બતાવવું મોંઘું, જુઓ લેટેસ્ટ રેટ | A flurry of price hikes in vegetables  after rains: tomatoes ...

ભાવ વધતા ગૃહિણીઓમાં ચિંતા
દરેક વાનગીમાં વપરાતા ટામેટાંના ભાવમાં તોતિંગ વધારો થતાં ગૃહિણીઓમાં ચિંતા જોવા મળી રહી છે. સામાન્ય રીતે બજારમાં 20થી 30 રુપિયા પ્રતિ કિલો મળતા ટામેટાંના ભાવ અત્યારે 160થી 200 રૂપિયા પ્રતિકિલોએ પહોંચ્યા છે. ટામેટાંમાં ભાવ વધારાના કારણે ગૃહિણીઓ ટામેટાં વગરનું શાક બનાવવા મજબૂર બની છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ટામેટાંના ભાવ હજુ વધી શકે છે. આ સાથે અન્ય કેટલાક શાકભાજીના ભાવમાં પણ વધારો થવાની આશંકા છે. 

ટામેટાના ભાવ નહીં પરવડે, બટાકા- ડુંગળી સહિત શાકભાજીનાં ભાવ આસમાને, જાણી લો  નવા ભાવ | what is the rate of tomato in delhi mumbai noida gurugram tomato  prices touch rs 100 in

હોલસેલ માર્કેટમાં ટામેટાંના ભાવમાં ધરખમ વધારો
હોલસેલ માર્કેટમાં એક અઠવાડિયામાં જ ટામેટાંના ભાવ ધરખમ વધી ગયા છે. થોડા સમય પહેલા જમાલમપુર માર્કેટમાં ટામેટાંના ભાવ 70થી 80 રૂપિયા પ્રતિ કિલોએ ચાલતા હતા. જે એક અઠવાડિયા પહેલા વધીને 120 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા હતા. હાલ આ ભાવમાં તોતિંગ વધારો થયો છે ટામેટાંના ભાવ અત્યારે વધીને 160થી 200 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે. શાકભાજીના ભાવ વધતા સામાન્ય અને ગરીબ વર્ગ પરેશાન બન્યો છે. 

અમદાવાદમાં ટામેટાએ લોકોને કર્યા 'લાલ', ભાવ થઈ ગયા ડબલ: કોથમીર, આદું સહિત  શાકભાજીના ભાવમાં પણ વધારો | With the onset of monsoon in Gujarat, the  prices of vegetables increased ...

ભાવ વધતા ટસ્કરોએ બગાડી ટામેટાં પર નજર
આપને જણાવી દઈએ કે, ટામેટાંના ભાવમાં વધારો થતાં તસ્કરો હવે કિંમતી વસ્તુઓ છોડીને ટામેટાંની ચોરી કરી રહ્યા છે. આજે જ સુરતમાં ટામેટાંની ચોરીનો બનાવ બન્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, કાપોદ્રા શાકભાજી માર્કેટમાં ટામેટાંના વેપારી રાત્રીના સમયે તમામ સામાન મુકીને ઘરે ગયા હતા. જે બાદ વહેલી સવારે શાકભાજી વેચવા માટે માર્કેટમાં આવ્યા ત્યારે ટામેટાંની બોરીઓ ગાયબ હતી. જે બાદ તેમણે સીસીટીવી ચેક કરતા એક અજાણ્યો યુવક ટામેટાંની ત્રણ બોરીઓ લઈ જતો નજરે પડ્યો હતો. જે બાદ વેપારીએ આ મામલે પોલીસને જાણ કરી હતી. જોકે, હાલ જાણવા મળ્યું છે કે વેપારીએ આ મામલે લેખિતમાં કોઈ ફરિયાદ નોંધાવી નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ