બ્રેકિંગ ન્યુઝ
VTV / winter holiday in schools torture winter schools remain closed
Mahadev Dave
Last Updated: 08:42 PM, 25 December 2022
ADVERTISEMENT
દેશમાં શિયાળાની મોસમ બરાબરની જામી છે. ત્યારે શિયાળાની કાતિલ ઠંડીને ધ્યાને લઇ આગામી કેટલાક દિવસો માટે શાળાઓમાં રજા જાહેર કરવા હુકમ છૂટયા છે. જેમાં હરિયાણા અને રાજસ્થાનએ શાળાઓમાં શિયાળુ વેકેશન જાહેર કરી પહેલમાં અગ્રણી બન્યા છે. આ સાથે જ બિહાર, દિલ્હી અને યુપીની શાળાઓમાં પણ શિયાળુ વેકેશન શરૂ થવાનું જાણવા મળી રહ્યું છે. રાજસ્થાન સરકારે રાજ્યમાં શીતલહેરના કારણે 25 ડિસેમ્બરથી 5 જાન્યુઆરી સુધી શિયાળુ વેકેશન જાહેર કરી દીધું છે. જેને લઈને રાજ્યની તમામ શાળાઓ બંધ રહેશે. બીજી બાજુ રાજસ્થાનના કેટલાક જિલ્લાઓ, સીકર, ઝુંઝુનુ, ચુરુમાં તાપમાનનો પર ગગડ્યો છે.
હરિયાણા 1થી 15 જાન્યુઆરીસુધી વેકેશન
ADVERTISEMENT
હરિયાણા સરકારે રાજ્યમાં તીવ્ર ઠંડીના પ્રકોપને જોતા 1 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી, સુધી વેકેશન અમલી કર્યું છે એટલે કે નવા વર્ષમાં તમામ સરકારી અને ખાનગી શાળાઓ 15 દિવસ બંધ રહેશે.વધુમાં બિહાર સરકારે ઠંડીને લઈને 26 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી તમામ શાળાઓને બંધ રાખવાનો આદેશ આપ્યો છે. એટલું જ નહીં ઠંડી વધશે તો શાળાઓમાં રજાઓ પણ લંબાવવામાં આવશે તેમ પણ જણાવાયું છે.
શાળાઓમાં શિયાળાની રજા જાહેર
એજ રીતે દિલ્હી સરકારે 1 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી, 2023 સુધી શાળાઓમાં શિયાળાની રજા જાહેર કરી છે. મહત્વનું છે કે શિયાળાને જોતા ઉત્તર પ્રદેશ સરકારે શાળાઓનો સમય સવારે 7 વાગ્યાને બદલે 10 વાગ્યાથી બદલી નાખ્યો છે, પરંતુ હજુ સુધી શિયાળાનું વેકેશન જાહેર કરવામાં આવ્યું નથી. મધ્યપ્રદેશમાં વહીવટીતંત્ર 31 ડિસેમ્બર સુધીમાં શિયાળુ વેકેશન જાહેર કરી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 31 ડિસેમ્બર સુધીમાં ઘણા વિસ્તારોનું લઘુત્તમ તાપમાન 2 ડિગ્રી સુધી પહોંચી શકે છે.
-
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.