બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / Will rain come from Gujarat after 12 hours? The Meteorological Department has predicted, how many votes will pass the Women's Reservation Bill in the Lok Sabha

2 મિનિટ 12 ખબર / 12 કલાક બાદ ગુજરાતમાંથી આવજે વરસાદ? હવામાન વિભાગે કરી આગાહી, લોકસભામાં મહિલા અનામત બિલ કેટલા મતે પાસ?

Dinesh

Last Updated: 11:19 PM, 21 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

samachar supar fast news : હવામાન વિભાગે આગાહી કરી છે કે, કચ્છ-સૌરાષ્ટ્રમાં આજે વરસાદ વરસી શકે છે તેમજ અમદાવાદ, ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદ વરસી શકે છે

હવામાન વિભાગે આગાહી કરી છે કે, કચ્છ-સૌરાષ્ટ્રમાં આજે વરસાદ વરસી શકે છે. અમદાવાદ, ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ, ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની વરસી શકે છે. સૌથી વધુ વરસાદ કચ્છ અને સૌરાષ્ટ્રમાં નોંધાયો છે. ભારે વરસાદ આવે તેવી કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નહિ હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. અત્રે જણાવી દઈએ કે, રાજ્યમાં સો ટકા વરસાદ પૂર્ણ થયો છે.રાજ્યમાં ભારે વરસાદીની શક્યતા નહિવત છે તેમજ 24 કલાક બાદ વરસાદનું જોર ઘટી જશે તેમ હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું છે. 

Met department forecast, Kutch-Saurashtra of Gujarat may receive rain

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 'હવે રાજ્યમાં વરસાદનું જોર ઘટશે, પરંતુ રાજ્યમાં વરસાદી ઝાપટા યથાવત રહેશે.'અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં નવી વરસાદી સિસ્ટમ બનશે જે દેશના પૂર્વિય ભાગોમાં ભારે વરસાદ લાવશે. નવી વરસાદી સિસ્ટમના કારણે ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે 27-28 સપ્ટેમ્બર સુધીમાં સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ આવી શકે છે. સાથે પશ્ચિમ સૌરાષ્ટ્ર, ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ પડી શકે છે. આ દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ વરસી શકે છે. તો ગુજરાતમાં પશ્ચિમી વિક્ષેપ આવી શકે છે, તેની અસર રાજસ્થાન સુધી થઈ શકે છે. ઓક્ટોબર માસમાં બંગાળમાં વાવાઝોડાની પ્રક્રિયા શરૂ થશે. 4થી 12 ઓક્ટોબોર દરમિયાન બંગાળના ઉપસાગરમાં ભારે વાવાઝોડું થઈ શકે છે. 

Meteorological expert Ambalal Patel's scary forecast amid freezing rain in Gujarat

પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે, આગામી 22 સપ્ટેમ્બર બાદ રાજ્યનું વાતાવરણ ખુલ્લુ થઈ શકે છે તેમજ 22થી 30 સપ્ટેમ્બર સુધી મોટા ભાગે વરસાદની શક્યતા નથી. ઓક્ટોબરના પ્રથમ અઠવાડિયામાં એક રાઉન્ડ વરસાદનું જોવા મળી શકે છે. 27 અને 28 સપ્ટેમ્બરે બનાસકાંઠા અને કચ્છમાંથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા છે. 9 અને 10 ઓક્ટોબર સુધીમાં રાજ્યમાંથી ચોમાસું વિદાય લે તેમ જણાવ્યું છે

Rain forecast Weather expert Paresh Goswami has predicted heavy rain

ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ખાબકી રહેલો વરસાદ કેટલાક વિસ્તારોમાં આશીર્વાદ રુપ સાબિત થયો છે, તો કેટલાક વિસ્તારોમાં આ ભારે વરસાદે તારાજી સર્જી છે. ભારે વરસાદના પગલે ખેડૂતો સહિત લોકોને ઘણું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે આણંદમાં મહીસાગર નદીના પૂર બાદ સરવેની કામગીરી હાથ ધરાઈ છે. જ્યારે વડોદરા જિલ્લામાં પણ પૂર બાદ નુકસાનીના સરવેની કામગીરી હાથ વગે ચાલી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં થયેલા ભારે વરસાદને પરિણામે જિલ્લાઓમાં સર્જાયેલી સ્થિતિની સમીક્ષા બુધવારે મોડી સાંજે જિલ્લા કલેક્ટર્સ સાથે વિડિયો કોન્ફરન્સ યોજીને કરી હતી. મુખ્યમંત્રીએ વરસાદથી વધુ પ્રભાવિત થયેલા ભરૂચ, વડોદરા, નર્મદા, છોટા ઉદેપુર, દાહોદ, કચ્છ અને મોરબી જિલ્લાના કલેક્ટર્સ સાથે તેમના જિલ્લાઓમાં માલમિલકતને, પશુઓને, તથા ખેતીવાડી, વીજળી, પાણી-પુરવઠા, વગેરેને થયેલા નુકસાનની પ્રાથમિક વિગતો આ વિડિયો કોન્ફરન્સમાં મેળવી હતી. 

All operations were carried out regarding the damage caused due to heavy rain

ગુજરાત ભરમાં ચોમાસાની સીઝનના અંતિમ દિવસોમાં વરસેલા વરસાદને લઈ ક્યાંક ફાયદો તો ક્યાંક તારાજી સર્જી છે. રાજ્યમાં ફરી એક વાર ભાદરવાના વરસાદે તારાજી સર્જી છે. જૂનાગઢના માંગરોળમાં ઘેડ પંથકમાં ભારે વરસાદને લઈ ઓઝત નદીના પાણી ફરી વળ્યા છે. જેને લઈને ઉભા પાકોમાં નુકસાન થયુ છે.બીજી તરફ કચ્છના અબડાસમાં વરસેલા અનરાધાર વરસાદને લઈને કોઝવે તૂટતા ખેતરોમાં પાણી ભરાયા હતા. તેમજ અબડાસાના અનેક ગામો સંપર્ક વિહોણા થયા હતા. આ સાથે બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને લઈ મગફળી, મકાઈ, બાજરી જેવા પાકોમાં પાણી ફરી વળ્યા હતા. તો બીજી તરફ ભરૂચમાં નર્મદા નદીનુ પાણી ભરાતા માંડવી, ગુવાલી અને મુલડ ગામના ખેતરોમાં પાકમાં નુકસાન થયુ છે.

Ojat river overflows due to heavy rain in Ghed sub-division in Junagadh's Mangrol

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-2024નાં ભાગરૂપે VG-2024 વેબસાઈટ તથા મોબાઇલ એપનું લોન્ચિંગ અને VG-2024ના બ્રોશરનું ગાંધીનગરમાં અનાવરણ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતને ઉદ્યોગ-વેપારના વૈશ્વિક નકશે અગ્રેસર બનાવવાના હેતુથી 2003માં ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન વાઇબ્રન્ટ સમિટની શરૂઆત કરાવી હતી. વડાપ્રધાનએ શરૂ કરાવેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ આજે નોલેજ શેરિંગ અને સ્ટ્રેટેજીક પાર્ટનરશીપ માટેના સૌથી પ્રતિષ્ઠિત વૈશ્વિક મંચ તરીકે ઉભરી આવી છે તેમ તેમણે ગૌરવપૂર્વક જણાવ્યું હતું. ગુજરાતને દેશના ગ્રોથ એન્જિન તરીકે પ્રસ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ બની રહેલી આ વાઇબ્રન્ટ સમિટે રાજ્યની સામાજિક આર્થિક સ્થિતિઓમાં પરિવર્તનશીલ બદલાવની શરૂઆત સાથે વિવિધ ઔદ્યોગિક માપદંડોમાં ગુજરાતને અગ્રીમ રાજ્ય બનાવ્યું છે.

Vibrant Gujarat Summit 2024: Launch of logo, brochure, website and other projects by CM Bhupendra Patel

નવા સંસદ ભવનમા મંગળવારે મોદી સરકાર દ્વારા મહિલા અનામત બિલ રજૂ કરાયું હતું. જે લોકસભામાં પાસ થયું છે. આજે મતદાન ચાલ્યા બાદ આ બીલની તરફેણમાં 454 મત આવ્યા હતા. જ્યારે આ બીલના વિરુદ્ધમાં માત્ર 2 જ મત પડ્યા હતા. આમ 2/3 બહુમત સાથે નારી શક્તિ વંદન બીલ લોકસભામાં પસાર થયું છે. AIMIMના 2 સાંસદોએ બિલના વિરુદ્ધમાં મતદાન હોવાનું સામે આવ્યું છે. આ બિલ આવતીકાલે રાજ્યસભામાં રજૂ કરાશે અને ત્યારબાદ રાષ્ટ્રપતિની મંજૂરી બાદ તે કાયદો બનશે.લોકસભામાં હાલમાં 82 મહિલા સદસ્યો છે. આ બિલ કાયદો બનશે ત્યારે લોકસભામાં મહિલા સદસ્યો માટે 181 સીટ રિઝર્વ થઈ જશે.આ બિલમાં બંધારણનાં અનુચ્છેદ 239AA અંતર્ગત રાજધાની દિલ્હીની વિધાનસભામાં પણ મહિલાઓને 33% આરક્ષણ આપવામાં આવ્યું છે એટલે કે હવે દિલ્હી વિધાનસભાની 70માંથી 23 સીટો મહિલા માટે આરક્ષિત રહેશે.

Women's Reservation Bill passed in Lok Sabha with 2/3 majority:

કોરોના કાળ પછી સૌથી મોટી ઉપાધિ સમાન યુવાઓમાં હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે. જેને લઇને મેડિકલ જગત પણ ચિંતિત છે અને આ પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે મથામણ કરી રહ્યું છે. આવી સ્થિતિ વચ્ચે હૃદય રોગના હુમલાને પગલે રાજકોટમાં વધુ ત્રણ  વ્યક્તિના મોત નિપજયા હોવાનું સામે આવતા ચકચાર મચી ગઈ છે. બીજી બાજુ ત્રણ પરિવારના કંધોતરના મોતને લઈ પરિવારજનોમાં પણ કાળો કલ્પાત ફેલાયો છે અને પરિજનોના જાણે આંસુ ન સુકાતા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.રાજકોટમાં 24 કલાકના સમયગાળા દરમિયાન વધુ ત્રણ યુવાનોના હાર્ટ એટેકને પગલે મોત નિપજ્યાનું સામે આવ્યું છે. રાજકોટ પંથકમાં રહેતા કિશન ધાબેલીયા, રાજેન્દ્રસિંહ વાળા અને મહેન્દ્ર પરમાર નામના ત્રણેય વ્યક્તિઓએ છાતીમાં દુ:ખાવો ઉપડવાની ફરિયાદ કરતા તેઓને પરિવારજનો દ્વારા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર કારગત ન નિવડતા ત્રણેયના યુવાનોએ હોસ્પિટલ બિછાને આખરી શ્વાસ લીધા હતા. જે બાદ ફરજ પરના તબીબે ત્રણેયના મોત થયા હોવાનું જાહેર કર્યું હતું.

3 youths die of heart attack in Rajkot

ખેડૂતોને સબસિડીવાળી લોન અને ભંડોળની સમસ્યાને દૂર કરવા માટે નાણા પ્રધાન નિર્મલા સીતારમણ અને કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે આજે “કિસાન લોન પોર્ટલ” શરૂ કર્યું.આ પોર્ટલ પછી ખેડૂતો માટે લોન લેવાનું સરળ બનશે. બહુવિધ સરકારી એજન્સીઓના સહયોગથી વિકસિત, કિસાન રિન પોર્ટલ કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા લોન સેવાઓની ઍક્સેસ પ્રદાન કરે છે.કિસાન લોન પોર્ટલ ખેડૂતોનો ડેટા લોન વિતરણની માહિતી, વ્યાજ સબસિડી અને યોજના વિશે વધુ માહિતી પ્રદાન કરશે. હવે જે ખેડૂતોએ કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા લોન લીધી છે તેમની માહિતી કિસાન લોન પોર્ટલ પર સરળતાથી ઉપલબ્ધ થશે, જેનાથી ખેડૂતોને લોન સબસિડી આપવામાં સરળતા રહેશે.

Agriculture Minister Narendra Singh Tomar launched the Kisan Loan Portal provide farmers with data loan disbursement...

પ્રખ્યાત પંજાબી સિંગર શુભનીત સિંહ ઊર્ફ શુભ છેલ્લાં ઘણાં સમયથી ચર્ચામાં છે. થોડા દિવસો પહેલાં તેમની ઈન્સ્ટાની પોસ્ટે વિવાદ ઊભો કરી દીધો હતો. દેશનાં અનેક દિગ્ગજ કલાકારોએ નારાજગી પણ વ્યક્ત કરી હતી. સોશિયલ મીડિયા પર પણ શુભ ઘણાં ટ્રોલ થયાં હતાં. હવે માહિતી મળી રહી છે કે કેનેડિયન પંજાબી સિંગરનો મુંબઈ કોન્સર્ટ રદ કરી દેવામાં આવ્યો છે. તેના પર ખાલિસ્તાની સમર્થક હોવાનો આરોપ છે.પંજાબી સિંગ શુભ કેનેડામાં રહે છે અને તેના ગીતો દેશ-વિદેશમાં ફેમસ છે. એટલું જ નહીં ભારતમાં પણ તેના ગીતો પસંદ કરવામાં આવે છે. તેમની સારી એવી ફેન ફોલોઈંગ છે જેમાં વિરાટ કોહલી પણ શામેલ છે. પણ નવાઈની વાત તો એ છે કે હાલમાં વિરાટ કોહલીએ શુભને અનફોલો કરી દીધું છે. શુભની ઈન્સ્ટા પોસ્ટને લીધે આ બધું થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.

Canadian Punjabi singer Shubh mumbai concert has been cancelled due to his controversial post on Indian Map

ગણેશ ચતુર્થીની રજા બાદ આજે શેર બજારમાં ભારે ઘટાડો નોંધાયો. હેવી વેટ શેરમાં ચારેય તરફ વેંચાણને લીધે BSE સેંસેક્સ 796 અંકથી નીચે પડ્યો. ઘટાડા બાદ 66800.84 અંક પર બંધ થયો. સેંસેક્સમાં શામેલ 30માંથી માત્ર 6 શેર ગ્રીન સાઈન પર બંધ થયાં જ્યારે બાકીનાં 24માં મોટો ઘટાડો થયો. HDFC બેંકનાં શેર 3.84%થી ઘટીને 1565.50 રૂપિયા પર બંધ થયાં. રિલાયંસનાં શેરોમાં પણ 2%નો ઘટાડો થયો.નિફ્ટી50 222.85 અંકનાં ઘટાડા સાથે 19910.45નાં અંક પર બંધ થયો. બજારમાં આજે રોકાણકારોને ભારે નુક્સાન થયું છે. એક દિવસમાં રોકાણકારોનાં લાખો રૂપિયા ડૂબી ગયાં છે. 18 સપ્ટેમ્બરનાં BSEમાં લિસ્ટેડ કંપનીઓમાં 3.23 લાખ કરોડની મૂડી હતી. આજે બજાર બંધ થઈ ત્યારે લિસ્ટેડ કંપનીઓની મૂડી ઘટીને 3.20 લાખ કરોડ થઈ. એક દિવસમાં રોકાણકારોને 2.34 લાખ કરોડનું નુક્સાન થયું.

Share market today: Sensex nifty investors lost crores while trading, HDFC became the top looser

ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ હવે વન ડે બોલર્સ રેન્કિંગમાં નંબર વન પર પહોંચી ગયો છે. આઇસીસીના તાજેતરના રેન્કિંગમાં જમણા હાથના પેસર સિરાજ નવમા નંબરેથી સીધો પહેલા નંબરે પહોંચ્યો હતો. તેમની આ મોટી છલાંગ પાછળ એશિયા કપની ફાઈનલમાં તેનું દમકાર પ્રદર્શન કારણરુપ હતું. આ પહેલા માર્ચ 2023માં સિરાજ વનડે બોલિંગ રેન્કિંગમાં પહેલા નંબરે હતો જોકે તે પછી જોશ હેઝલવૂડે તેને પછાડીને નંબર વન ફાસ્ટ બોલરના સ્થાન પર કબજો જમાવ્યો હતો.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ