બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / સ્પોર્ટસ / Cricket / Will MS Dhoni play IPL 2025? Former CSK player Suresh Raina gave answer

ક્રિકેટ / MS ધોની IPL 2025 રમશે? CSKના પૂર્વ ખેલાડી સુરેશ રૈનાએ આપ્યો જવાબ, જુઓ વીડિયો

Ajit Jadeja

Last Updated: 07:02 PM, 17 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચેન્નાઈ સુપર કિંગ્સના ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોનીએ પોતાની વિસ્ફોટક બેટિંગથી ચાહકોને મંત્રમુગ્ધ કરી દીધા છે.

ચેન્નાઈ સુપર કિંગ્સના ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોનીએ પોતાની વિસ્ફોટક બેટિંગથી ચાહકોને મંત્રમુગ્ધ કરી દીધા છે. જોકે ચાહકોનું માનવું છે કે આ તેની છેલ્લી આઈપીએલ સિઝન હોઈ શકે છે. જ્યારે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને ચેન્નાઈ સુપરના પુર્વ બેટ્સમેન સુરેશ રૈનાએ કહ્યું છે કે એમએસ ધોની આગામી સિઝનમાં પણ રમશે. આરપીસિંહે પણ આ વાતને સમર્થન આપ્યું હતું.

ધોની કેપ્ટનશીપ છોડી ચુક્યો છે

ચેન્નાઈ સુપર કિંગ્સના ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોની એ પોતાની વિસ્ફોટક બેટિંગથી ચાહકોને મંત્રમુગ્ધ કરી દીધા છે. ધોનીએ આઈપીએલની શરૂઆત પહેલા જ પોતાની કેપ્ટનશીપ પરથી રાજીનામું આપી દીધું હતું. આવી સ્થિતિમાં ચાહકોનું માનવું છે કે આ સિઝન તેમની છેલ્લી IPL સિઝન હશે. જોકે બે ભૂતપૂર્વ ભારતીય ખેલાડીઓનું માનવું છે કે તે ભવિષ્યમાં પણ IPL રમતા જોવા મળશે.

સતત ત્રણ છગ્ગા ફટકાર્યા

આઈપીએલ 2023 એમએસ ધોનીની છેલ્લી સીઝન માનવામાં આવતી હતી. જોકે ચાહકોનો પ્રેમ જોઈને તેણે 17મી સીઝન પણ રમવાની જાહેરાત કરી હતી. આ સિઝનમાં તે પોતાની ધમાકેદાર બેટિંગથી ચાહકોના દિલ જીતતો જોવા મળી રહ્યો છે. એમએસ ધોનીએ મુંબઈ ઈન્ડિયન્સ સામે સતત ત્રણ સિક્સર ફટકારીને પોતાની જૂની બેટિંગનો જલવો બતાવ્યો હતો.

 

સુરેશ રૈના અને આરપીસિંહે શું કહ્યું

જિયો સિનેમા પર કમેટ્રી કરતા સમયે સુરેશ રૈના અને બોલર આરપી સિંહ એ કહ્યુ કે એમએસ ધોની હજુ વધુ એક સિઝન રમશે. વાસ્તવમાં જિયો સિનેમા પર ધોનીના IPL ભવિષ્યની ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન એન્કરે રૈના અને આરપી સિંહને પૂછ્યું કે શું આ ધોનીની છેલ્લી IPL સિઝન છે.

વધુ વાંચો : 'વિચાર્યું નહોતું કે અમે...', આખરે કેમ કોલકાતા નાઇટ રાઇડર્સ હાર્યું, શ્રેયસ અય્યરે જણાવ્યું કારણ

એમએસ ધોની આઈપીએલ 2025 પણ રમશે

આ અંગે આરપી સિંહે કહ્યું કે, એવું નથી લાગતું કે આ તેની છેલ્લી સિઝન હશે. રૈનાને લાગે છે ધોની વધુ એક સિઝન રમી શકે છે. તેના પર આરપી સિંહે ફરી જવાબ આપ્યો કે, જો તમે એક સિઝનની વાત કરો છો તો બે સિઝન સુધી રમી લેશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ