બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / બિઝનેસ / Will KL Rahul retain spot in series decider?

ક્રિકેટ / ઈશાન-સૂર્યકુમારે વધાર્યું આ ખેલાડીનું ટેન્શનઃ આજે મેચમાં તક મળશે?

Kavan

Last Updated: 06:13 PM, 20 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીમ ઇન્ડિયાનો ઓપનર કે. એલ. રાહુલ વારંવાર ફ્લોપ જઈ રહ્યો છે. ઈંગ્લેન્ડ સામે ગત ગુરુવારે રમાયેલી ચોથી ટી-૨૦ મેચમાં પણ રાહુલ માત્ર ૧૪ રન બનાવીને પેવેલિયનમાં પાછો ફર્યો હતો.

  • કે. એલ. રાહુલ વારંવાર ફ્લોપ જતા ઉઠ્યા સવાલ
  • ત્રણ ઇનિંગ્સમાં તો રાહુલ ખાતું પણ નહોતો ખોલી શક્યો 
  • આજની મેચમાં સ્થાન મળશે કે નહીં, નક્કી નહીં 

પોતાની નાની ઇનિંગ્સમાં રાહુલે જોફ્રા આર્ચર અને ક્રિસ જોર્ડનની બોલિંગમાં બે શાનદાર ચોગ્ગા ફટકાર્યા ત્યારે એવું લાગી રહ્યું હતું કે તે આજે મોટી ઇનિંગ્સ રમશે, પરંતુ તે પોતાની ઇનિંગ્સને આગળ વધારી શક્યો નહીં. બેન સ્ટોક્સની બોલિંગમાં રાહુલ જોફ્રા આર્ચરના હાથમાં ઝિલાઈ ગયો.

રાહુલના ટીમમાં સ્થાન અંગે ઉઠ્યા સવાલ

સતત કંગાળ પ્રદર્શનથી રાહુલના ટીમમાં સ્થાન અંગે ઘણા સવાલો ઊઠવા માંડ્યા છે, જ્યારે પોતાની પ્રથમ ટી-૨૦ મેચમાં તોફાની અર્ધસદી ફટકારનારા ઈશાન કિશન અને ગત ગુરુવારે પોતાની ડેબ્યૂ ઇનિંગ્સમાં ૫૭ રન બનાવનારા સૂર્યકુમાર યાદવે રાહુલનું ટેન્શન વધારી દીધું છે. ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવે પોતાની બેટિંગથી બધાંને પ્રભાવિત કર્યાં છે અને ઈંગ્લેન્ડ સામે આજે સાંજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી પાંચમી અને અંતિમ ટી-૨૦ મેચમાં આ બંને યુવા બેટ્સમેનોનું રમવું લગભગ નક્કી છે. જો આમ થયું તો રાહુલને ટીમમાંથી બહારનો રસ્તો દેખાડી દેવામાં આવશે.

ટીમમાંથી રાહુલના બહાર જવાની સ્થિતિમાં રોહિત શર્મા સાથે ઇશાન કિશન ઇનિંગ્સની શરૂઆત કરશે, જ્યારે સૂર્યકુમાર યાદવ ફરી એક વાર ત્રીજા નંબર પર ઊતરી શકે છે. ઉલ્લેખનીય છે કે ઇશાન કિશન ચોથી ટી-૨૦ મેચમાં ટીમનો હિસ્સો નહોતો.

ત્રણ ઇનિંગ્સમાં તો રાહુલ ખાતું પણ નહોતો ખોલી શક્યો 

કે. એલ. રાહુલના બેટમાંથી છેલ્લી પાંચ ટી-૨૦ મેચ દરમિયાન માત્ર ૧૫ રન નીકળ્યા છે. આમાંની ત્રણ ઇનિંગ્સમાં તો રાહુલ ખાતું પણ ખોલી શક્યો નહોતો. રાહુલે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટી-૨૦ મેચમાં એક રન બનાવ્યો હતો. ત્યાર બાદની બે મેચમાં તે શૂન્ય રને પેવેલિયનમાં પાછો ફર્યો હતો. ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન પણ રાહુલ અંતિમ ટી-૨૦ મેચમાં ખાતું ખોલાવી શક્યો નહોતો.

બેટિંગ કોચ વિક્રમ રાઠોડે રાહુલનો કર્યો બચાવ 

ત્રીજી ટી-૨૦ મેચ પૂરી થયા બાદ કેપ્ટન વિરાટ કોહલી અને બેટિંગ કોચ વિક્રમ રાઠોડે રાહુલનો બચાવ કર્યો હતો. બંનેએ રાહુલની પ્રશંસા કરી હતી અને તેને ટી-૨૦ ફોર્મેટને બેસ્ટ પ્લેયર કહ્યો હતો. કોહલીએ ખુદના ફોર્મ સાથે રાહુલની સરખામણી કરી હતી.

જોકે કે. એલ. રાહુલનો ટી-૨૦ ઇન્ટરનેશનલમાં શાનદાર રેકોર્ડ છે. તેણે ૪૯ ટી-૨૦ મેચમાં ૩૯.૯૨ની સરેરાશથી ૧૫૫૭ રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે બે સદી અને ૧૨ અર્ધસદી ફટકારી છે. આઇસીસી ટી-૨૦ રેન્કિંગમાં પણ રાહુલ હાલમાં ભારતનો બેસ્ટ બેટ્સમેન છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ