બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભારત / અમદાવાદના સમાચાર / "ટ્રુથ ઓર ડેયર" પતિની ડર્ટી ગેમ! મિત્રો સામે પત્નીના કપડાં ઉતરાવ્યા, ના કહી તો ખૌફનાક કર્યું
Last Updated: 04:39 PM, 19 July 2024
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં VFX આર્ટિસ્ટ તરીકે કામ કરતી મહિલાએ પોતાના પાયલોટ પતિ સામે ગંભીર આરોપ લગાવ્યા છે. ગુજરાતના અમદાવાદના ખોરજમાં રહેતી મહિલાએ અડાલજ પોલીસ સ્ટેશનમાં પતિ સામે ઘરેલુ હિંસાની ફરિયાદ દાખલ કરી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે તેનો પતિ ઇન્ટરનેશનલ એરલાઇન કંપનીમાં પાયલોટ છે. તેઓેને લગ્ન કરી 5 વર્ષ થઇ ગયા છે.
ADVERTISEMENT

સોશિયલ ગેધરીંગમાં પ્રથમ વાર મળ્યા હતા
ADVERTISEMENT
ફરિયાદી મહિલાએ જણાવ્યુ છે કે તેઓની મુલાકાત આઠ વર્ષ પહેલા તેઓની મુલાકાત થઇ હતી. મહિલા ઉત્તરાખંડના દહેરાદૂનની રહેવાસી છે. તેઓ એક સોશિયલ ગેધરીંગમાં પ્રથમ વાર મળ્યા હતા. જે બાદ તેઓએ સાથે પોતાના જીવનની શરૂઆત કરી. વર્ષ 2019 માં તેઓ કોલકત્તા અને ત્યારબાદ મુંબઇ રહેવા ગયા હતા. મળતી માહિતી મુજબ મહિલા વિવિધ ફિલ્મોમાં વીએફએક્સ આર્ટિસ્ટ તરીકે કામ કરે છે. અડાલજ પોલીસના જણાવ્યા મુજબ મુંબઇમાં પતિ તેના મિત્રોને પાર્ટી માટે ઘરે બોલાવતો હતો. જે દરમ્યાન તે તેની પત્ની સાથે ટ્રુથ અને ડેરની ગેમ રમવાનું કહેતો હતો. જેમાં તે મિત્રો સામે પત્નિને કપડા ઉતારવાનું કહેતો અને ના પાડતા પત્નીને માર મારતો હતો.
વધુ વાંચો : ચાંદીપુરા વાયરસના વધતા કેસને લઈ સરકાર હરકતમાં, ગુજરાતના અનેક જીલ્લામાં ફેલાયો રોગ
ADVERTISEMENT
પતિના ત્રાસથી કંટળીને કરી પોલીસ ફરિયાદ
આ બાબતે વધુમાં મહિલાએ જણાવ્યું હતું કે પતિની આવી હરકતોના કારણે ઘરમાં ખૂબ ઝઘડા થયા હતા. જે બાદ તે લોકો ખોરાજ ખાતે રહેવા લાગ્યા હતા. પરંતુ પતિની હરકતો શાંત પડી ન હતી. ત્યારે પતિની આવી હરકતોથી કંટાળીને પત્નીએ મહિલા પોલીસની પાસે પહોંચીને લેખિતમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે આ તમામ ઘટનાઓ મારી સાથે વારંવાર ઘટી છે. જેને લઇ તેના પતિ સમક્ષ પગલાં ભરવાની પોલીસ પાસે માંગ કરી હતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.