બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / વડોદરાના સમાચાર / ચાંદીપુરા વાયરસના વધતા કેસને લઈ સરકાર હરકતમાં, ગુજરાતના અનેક જીલ્લામાં ફેલાયો રોગ
Last Updated: 02:56 PM, 18 July 2024
ચાંદીપુરા વાયરસે રાજ્યમાં કહેર વર્તાવ્યો છે. ત્યારે ચાંદીપુરા વાયરસનાં વધતા કેસ બાદ સરકાર દ્વારા એક્શન લેવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમીક્ષા કરશે. ચાંદીપુરા વાયરસ મામલે મુખ્યમંત્રી સાંજે વિડીયો કોન્ફરન્સથી જોડાશે. રોગની સારવાર અને સર્વેલન્સ સહિતની બાબતો પર બેઠકમાં ચર્ચા થશે. પ્રભાવિત વિસ્તારોમાં ચાર એક્સપર્ટની તબીબની ટીમ મુલાકાત લેશે.
ADVERTISEMENT
એક બાળકનું શંકાસ્પદ ચાંદીપુરાના કારણે મોત
ADVERTISEMENT
વડોદરાની સયાજી હોસ્પિટલમાં ચાંદીપુરાનાં 3 શંકાસ્પદ બાળકો દાખલ કરવામાં આવ્યા છે. પંચમહાલ, મહીસાગર અને છોટાઉદેપુરનાં ગ્રામ્ય વિસ્તારોનાં બાળકો દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસનાં કેસને લઈ નોડલ ઓફીસરની નિમણૂંક કરવામાં આવી છે. પીડિયાટ્રિક વિભાગમાં બાળકોને સારવાર અપાઈ રહી છે. તેમજ એક બાળકનું શંકાસ્પદ મોત નિપજવા પામ્યું છે.
ચાંદીપુરા વાયરસના બે શંકાસ્પદ કેસ નોંધાયા
ADVERTISEMENT
જામનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસના બે શંકાસ્પદ કેસ નોંધાતા મહાનગરપાલિકામાં બેઠક યોજાઇ હતી. ધારાસભ્ય દિવ્યેશ અકબરીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં સફાઈ અને આરોગ્ય સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા. મ્યુનિ.કમિશનર સહિતના અધિકારીઓ, ડે.મેયર સહિતના પદાધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
વધુ વાંચોઃ રાજકોટમાં ચાંદીપુરા વાયરસથી 5 બાળકોના મોત, કેસ વધતા લોકોને સાવચેતી રાખવાની અપીલ
ADVERTISEMENT
સેન્ડફ્લાય માખીના સેમ્પલ પુણે મોકલાશે
ADVERTISEMENT
પંચમહાલ જીલ્લામાં ચાંદીપુરા વાયરસથી વધુ એક મોત થવા પામ્યું છે. લાલપુરી ગામની 9 વર્ષીય બાળકીનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. બાળકીને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી હતી. અસરગ્રસ્ત બાળકીનાં ઘર આસપાસ સર્વેલન્સ કામગીરી કરાઈ હતી. આસપાસનાં વિસ્તારમાંથી 70 સેકન્ડ ફ્લાય માખી મળી આવી હતી. સેન્ડ ફ્લાય માખીનાં સેમ્પલને પરીક્ષણ અર્થે પુણે મોકલાશે. આરોગ્ય વિભાગે તિરાડ પુરવા, દવા છાંટવાની કામગીરી હાથ ધરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.