બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / Wife not having cooking skills to prepare food for husband does not amount to cruelty: Kerala High Court

ન્યાયિક / પત્નીને ખાવાનું બનાવતાં ન આવડતું હોય એ છૂટાછેડાનો આધાર ન બની શકે- હાઈકોર્ટનો ચુકાદો

Hiralal

Last Updated: 06:24 PM, 18 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેરળ હાઈકોર્ટે કપલના છૂટાછેડાના કેસમાં એક મોટી ટીપ્પણી કરતાં એવું કહ્યું કે પત્નીનું ખાવાનું બનાવતાં ન આવડવું એ છૂટાછેડાનો આધાર ન બની શકે.

  • અબુ ધાબીના કપલના કિસ્સામાં કેરળ હાઈકોર્ટનો ચુકાદો 
  • પતિએ છૂટાછેડા લેવા માટે કરી અરજી
  • પત્નીને ખાવાનું બનાવતાં નથી આવડતું એવું આપ્યું કારણ 

કેરળ હાઈકોર્ટે મંગળવારે કહ્યું હતું કે રસોઈની કુશળતાના અભાવને કારણે પત્ની તેના પતિ માટે ભોજન રાંધતી નથી, તે લગ્નનો અંત લાવવાના હેતુથી ક્રૂરતા સમાન નથી. જસ્ટીસ અનિલ કે નરેન્દ્રન અને સોફી થોમસની ખંડપીઠે ક્રૂરતાના આધારે છૂટાછેડાની માંગ કરતી એક વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દેતા આ ટીપ્પણી કરી હતી. 
ખંડપીઠે કહ્યું કે પત્નીને રસોઈ બનાવતા આવડતું ન હતું અને તેથી તે તેના પતિ માટે રસોઈ બનાવતી નહોતી. બંને પાર્ટીઓએ 7 મે, 2012ના રોજ લગ્ન કર્યા હતા અને તેઓ અબુધાબીમાં પતિ-પત્ની તરીકે રહેતા હતા. પતિએ દલીલ કરી હતી કે પત્નીએ તેનું અપમાન કર્યું હતું અને તેના સંબંધીઓની હાજરીમાં તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો. પતિએ કહ્યું કે તે ક્યારેય તેનું સન્માન કરતી નથી અને તેનાથી અંતર રાખતી હતી. પતિએ આક્ષેપ કર્યો હતો કે લગ્ન વ્યવહારિક અને ભાવનાત્મક રીતે સમાપ્ત થઈ ગયા છે અને તેઓ છેલ્લા 10 વર્ષથી અલગ રહે છે અને પુનઃમિલનનો કોઈ અવકાશ નથી.

હાઈકોર્ટે શું આપ્યો નિર્ણય?
કોર્ટે કહ્યું કે પત્ની સામેની કથિત ક્રૂરતાનો મુખ્ય આધાર એ હતો કે તેણે અરજીકર્તાના એમ્પ્લોયરને એક મેઇલ મોકલીને તેની નોકરીને સમાપ્ત કરવાની માંગ કરી હતી. મેઈલને જોઈને કોર્ટે કહ્યું કે મહિલાએ આ ઈરાદાથી મેઈલ મોકલ્યો હતો કે તે ઈચ્છે છે કે તેનું લગ્નજીવન સારું થાય. કોર્ટે વધુમાં કહ્યું કે મહિલા સંબંધને ઠીક કરવા અને તેને સામાન્ય જીવનમાં પરત લાવવા માંગતી હતી અને તે તેના ઉતાર-ચઢાવમાં તેની સાથે રહેવા તૈયાર હતી. તેથી લગ્ન સમાપ્ત કરવા માટે કોઈ કારણ નથી.

ખાવાનું બનાવતાં ન આવડવું ક્રૂરતા નથી 
કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ ફરિયાદ દાખલ કરવી એ ક્રૂરતા સમાન નથી કારણ કે જો તેનો પતિ તેને આશ્રય અને ભરણપોષણ પૂરું પાડતો ન હોય તો તેમ કરવાનો તેનો કાયદેસરનો અધિકાર છે. કોર્ટે આદેશમાં કહ્યું કે ખાવાનું બનાવતાં ન આવડવું એ ક્રૂરતા નથી અને એ છૂટાછેડા માટેનું કારણ નથી. આ સાથે હાઈકોર્ટે પતિની અપીલ ફગાવી દીધી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ