બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / Why Virat Kohli apologized to Ravindra Jadeja after the match, KL Rahul tells the whole story of the century

World Cup 2023 / મેચ બાદ વિરાટ કોહલીએ કેમ માંગી રવીન્દ્ર જાડેજાની માફી, K L રાહુલે સંભળાવી સેન્ચુરીની આખી કહાની

Priyakant

Last Updated: 01:22 PM, 21 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

World Cup 2023 News: સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ કહ્યું, હું મોટું યોગદાન આપવા માંગતો હતો. મેં વર્લ્ડ કપમાં અડધી સદી ફટકારી છે પરંતુ આ વખતે હું તેને પૂર્ણ કરવા માંગતો હતો

  • બાંગ્લાદેશ સામે સદી ફટકારીને ભારતને જીત અપાવનાર કોહલીનું નિવેદન 
  • હું મોટું યોગદાન આપવા માંગુ છું અને ટીમને લક્ષ્ય સુધી લઈ જવા માટે ખુશ છું: કોહલી
  • મેચ બાદ વિરાટ કોહલીએ માંગી રવીન્દ્ર જાડેજાની માફી

World Cup 2023 : બાંગ્લાદેશ સામે સદી ફટકારીને ભારતને બીજી જીત અપાવનાર સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીનું મોટું નિવેદન સામે આવ્યું છે. વાત જાણે એમ છે એ, વિરાટ કોહલીએ કહ્યું કે, તે મોટું યોગદાન આપવા માંગે છે અને ટીમને લક્ષ્ય સુધી લઈ જવા માટે ખુશ છે. મહત્વનું છે કે, બાંગ્લાદેશના 257 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતે વિરાટ કોહલીની સદીની મદદથી ત્રણ વિકેટે 261 રન બનાવીને સાત વિકેટે  જીત નોંધાવી હતી. ઓપનર શુભમન ગિલે 53 રન અને કેપ્ટન રોહિત શર્માએ 48 રનનું યોગદાન આપ્યું હતું. આ પહેલા રવિન્દ્ર જાડેજા (38 રનમાં બે વિકેટ), જસપ્રિત બુમરાહ (41 રનમાં બે વિકેટ) અને મોહમ્મદ સિરાજ (60 રનમાં બે વિકેટ)ની ઘાતક બોલિંગ સામે બાંગ્લાદેશની ટીમ આઠ વિકેટે 256 રન જ બનાવી શકી હતી.

વિરાટ કોહલીએ જડ્ડુને સોરી કેમ કહ્યું?
વિરાટ કોહલીએ મેચ બાદ કહ્યું, 'જડ્ડુ (રવીન્દ્ર જાડેજા) પાસેથી બેસ્ટ પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ છીનવી લેવા બદલ માફ કરશો. હું મોટું યોગદાન આપવા માંગતો હતો. મેં વર્લ્ડ કપમાં અડધી સદી ફટકારી છે પરંતુ આ વખતે હું તેને પૂર્ણ કરવા માંગતો હતો. કોહલીને ઇનિંગ્સની શરૂઆતમાં ફ્રી હિટ મળી હતી, જેનો તેણે ભરપૂર ફાયદો ઉઠાવ્યો હતો. કોહલીએ કહ્યું કે, પીચ સારી હતી જેના કારણે તે તેની કુદરતી રમત રમી શક્યો. તેણે કહ્યું, 'પીચ સારી હતી, મને મારી રમત રમવાની તક મળી. મહત્વનું છે કે, કોહલીને જ્યારે તેને તક મળે ત્યારે તે બાઉન્ડ્રી ફટકારે છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ICC (@icc)

કેએલ રાહુલનો ઘટસ્ફોટ
મેચ બાદ કેએલ રાહુલે ખુલાસો કર્યો, 'મેં વિરાટ કોહલીને 1 રન લેવાથી રોક્યો તો વિરાટે કહ્યું  કે જો તે  સિંગલ નહીં લે તો તે ખોટું હશે. લોકો વિચારશે કે વિરાટ કોહલી અંગત રેકોર્ડ માટે રમી રહ્યો છે. પણ મેં કહ્યું કે આપણે આરામથી જીતી રહ્યા છીએ, તમે તમારી સદી પૂરી કરો.

કેવી છે હાર્દિક પંડ્યાની ઈજા?
ભારતીય કપ્તાન રોહિત શર્માએ તેમના ખેલાડીઓની પ્રશંસા કરી હતી, જેમણે રમતના ત્રણેય વિભાગોમાં સારું પ્રદર્શન કર્યું હતું, તેણે વધુ એક સરળ જીત મેળવી હતી. બાંગ્લાદેશની ઇનિંગ્સ દરમિયાન હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થયો હતો અને તે માત્ર ત્રણ બોલ ફેંકી શક્યો હતો. રોહિતે પોતાની ઈજા પર કહ્યું, 'થોડો સોજો છે.એવી કોઈ મોટી ઈજાઓ નથી જે અમારા માટે સારી બાબત છે. પરંતુ દેખીતી રીતે આવી ઈજા સાથે અમારે દરરોજ તેનું મૂલ્યાંકન કરવું પડશે અને અમે જે પણ જરૂર પડશે તે કરીશું. બાંગ્લાદેશના કેપ્ટન નઝમુલ હુસૈન શાંતોએ સ્વીકાર્યું કે, ભારતીય ટીમ તેની ટીમ કરતા વધુ સારી રીતે રમી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ