બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / Why Swaminarayan sect is bigger than religion? Why the effort to show Hanumanji low?

મહામંથન / સ્વામિનારાયણ સંપ્રદાય ધર્મથી મોટો કેમ? હનુમાનજીને નીચા બતાવવાની કુચેષ્ટા કેમ? આસ્થાને ઠેસ પહોંચી માફી ક્યારે?

Vishal Khamar

Last Updated: 03:50 PM, 1 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા હનુમાનજીનું નમસ્કાર મુદ્રામાં બનાવેલ ચિત્રને લઈ વિવાદ વધી રહ્યો છે. ત્યારે સાધુ, સંતો, હિંદુ સંગઠનો દ્વારા નિવેદનો આપવામાં આવી રહ્યા છે. સત્વરે આ વિવાદનો ઉકેલ લાવવો જરૂરી છે.

  

સૌના આરાધ્ય, અબાલ-વૃદ્ધ સૌ કોઈના પ્રિય એવા હનુમાનજીને નીચા બતાવવાનો આજકાલ પ્રયાસ ચાલી રહ્યો છે. આ પ્રયાસ પણ અનેક અનુયાયીઓ ધરાવતો સ્વામિનારાયણ સંપ્રદાય કરી રહ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા હિન્દુ ધર્મ કે હિન્દુ ધર્મના દેવી-દેવતાઓના અપમાનના કિસ્સા થોડા સમયથી વધ્યા છે. પણ પ્રશ્ન એ છે કે આવું કેમ થઈ રહ્યું છે. ક્યારેક હનુમાનજીને સહજાનંદ સ્વામી સમક્ષ હાથ જોડતા બતાવાય છે. તો કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિ ઉપર સ્વામિનારાયણનું તિલક કરવામાં આવે છે. તો કુંડળ મંદિરમાં હનુમાનજીને સહજાનંદ સ્વામીના ચરણોમાં હાથ જોડીને બેઠેલા દર્શાવાય છે.  

  • સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા હનુમાનજીને નીચા બતાવવાનો પ્રયાસ અટક્યો નથી
  • સાળંગપુર મંદિર ફરી વિવાદમાં આવ્યું
  • સાળંગપુર મંદિરમાં ભીંતચિત્રનો વિવાદ શમ્યો નથી
  • ફરી એકવાર હનુમાનજીનું અપમાન

અહીં વિનમ્રભાવે એક જ સવાલ પૂછવો છે કે શ્રીરામ સિવાય હનુમાનજી કોઈના પણ દાસ નથી. એટલી સાદી વાત સંપ્રદાયના સંતોને અને તેના અનુયાયીઓને સમજાતી નથી કે પછી સમજવા માંગતા નથી?. હનુમાનજી તો ભગવાન શિવના અવતાર છે અને આદિ અનાદિ કાળથી છે તો પછી તેમને નીચા બતાવીને તમે ઉંચા થઈ જશો એવુ તમે માનો છો?. સનાતન ધર્મને આજ સુધી તો ઉની આંચ નથી આવી તો આપની આવી હરકતોથી સનાતન ધર્મને તમે નીચો પાડશો?. આવા વિવાદનો સૌ સાથે મળીને ઉકેલ કેમ ન લાવે, સૌ એક છે, અને સૌ સમાન છે એવુ શા માટે કોઈ નથી વિચારતું. એક સંપ્રદાય, ખાસ કરીને સ્વામિનારાયણ સંપ્રદાય પોતાને ધર્મથી મોટો કેમ સમજે છે અથવા તો ચિતરે છે.

  • સનાતન ધર્મના અપમાનની કુચેષ્ટા વારંવાર કરવામાં આવે છે
  • સ્વામિનારાયણ સંપ્રદાય તરફથી આવા પ્રયાસ વધ્યા
  • હનુમાનજીના અપમાનથી સનાતનીઓમાં રોષ

સ્નામિનારાયણ સંપ્રદાય દ્વારા હનુમાનજીને નીચા બતાવવાનો પ્રયાસ અટક્યો નથી. આ બાબતે સાળંગપુર મંદિર ફરી વિવાદમાં આવ્યું છે. સાળંગપુર મંદિરમાં ભીંતચિત્રોનો વિવાદ શમ્યો નથી. ફરી એકવાર હનુમાનજીનું અપમાન કરવામાં આવ્યું છે. સનાતન ધર્મનાં અપમાનની કુચેષ્ટા વારંવાર કરવામાં આવે છે. સ્વામિનારાયણ સંપ્રદાય તરફથી આવા પ્રયાસ વધ્યા છે. હનુમાનજીનાં અપમાનથી સનાતનીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. 

વિવાદ નં.1

ભીંતચિત્રમાં હનુમાનજી સહજાનંદ સ્વામીને હાથ જોડતી મુદ્રામાં

વિવાદ નં.2

`કિંગ ઓફ સાળંગપુર'ની મૂર્તિને સ્વામિનારાયણ સંપ્રદાયનું તિલક 

વિવાદ નં.3

કુંડળ મંદિરમાં હનુમાનજીને સહજાનંદ સ્વામીના ચરણોમાં બેઠેલા દર્શાવ્યા

  • દેવાધિદેવ મહાદેવે વિષ્ણુ ભગવાનને વચન આપ્યું હતું
  • શંકર ભગવાને વિષ્ણુ ભગવાનને વચન આપ્યું હતું કે તેઓ તેમના દાસ બનશે
  • ત્રેતાયુગમાં મહાદેવે પોતાનું વચન પાળ્યુ
  • ભગવાન શંકર પૃથ્વી ઉપર હનુમાનજીના સ્વરૂપે અવતર્યા

દાદા માત્ર શ્રીરામના જ દાસ
દેવાધિદેવ મહાદેવે વિષ્ણુ ભગવાનને વચન આપ્યું હતું.  શંકર ભગવાને વિષ્ણુ ભગવાનને વચન આપ્યું હતું કે તેઓ તેમના દાસ બનશે.  ત્રેતાયુગમાં મહાદેવે પોતાનું વચન પાળ્યુ.  ભગવાન શંકર પૃથ્વી ઉપર હનુમાનજીના સ્વરૂપે અવતર્યા છે. હનુમાનજીને રુદ્રના 11માં અવતાર ગણવામાં આવે છે. હનુમાનજી ભગવાન શ્રીરામના દાસ બન્યા.  શ્રીરામને તમામ સંકટમાંથી હનુમાનજીએ સેવક બનીને ઉગાર્યા છે. 

આક્રોશ ભારે પડશે!

જયરામદાસ, મહંત, કટાવધામ

  • સ્વામિનારાયણ સંપ્રદાયનો વિરોધ જરૂરી

હરી આનંદ બાપુ, મહંત, ભારતી આશ્રમ

  • સનાતન ધર્મને ઠેસ પહોંચે તેવા કૃત્ય ન થવા જોઈએ

ઈન્દ્ર ભારતી બાપુ, મહંત, રુદ્રેશ્વર આશ્રમ

  • અંદરોઅંદરના વિવાદથી વિધર્મીઓ રાજી થાય છે

અશ્વિન પાઠક, વક્તા, સુંદરકાંડ

  • હનુમાનજી માત્ર શ્રીરામના દાસ

વિશ્વેશ્વરી ભારતી, મહામંડલેશ્વર

  • વિવાદનો યોગ્ય ઉકેલ તાત્કાલિક લાવો

યતી બ્રહ્મદેવ મહારાજ

  • સંતો ભગવાનને ઝૂકાવે એ યોગ્ય નથી

ઋષી ભારતી બાપુ, મહંત, લંબે નારાયણ આશ્રમ

  • ભીંતચિત્ર નહીં હટાવાય તો આંદોલન થશે

દિલીપદાસજી મહારાજ, મહંત, જગન્નાથ મંદિર

  • હનુમાનજી અનાદિકાળથી છે

ડૉ.જ્યોતિર્નાથ મહારાજ, ધર્મગુરુ

  • સમગ્ર મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરાશે

રાજભા ગઢવી, લોકસાહિત્યકાર

  • ભીંતચિત્ર નહીં ચિત્ત ચિત્ર હટાવવા પડશે

દેવરાજ ગઢવી, લોકસાહિત્યકાર

  • હવે પાછા વળો નહીં તો બજારમાં પણ નહીં નિકળી શકો

 

  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ