બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / Why I-khedut portal is not managed by agriculture department? How was the lucky draw system abolished?

મહામંથન / I-khedut પોર્ટલ કેમ ખેતી વિભાગથી મેનેજ નથી થતું? કેવી રીતે લકી ડ્રો સિસ્ટમ ખતમ કરવામાં આવી?

Vishal Khamar

Last Updated: 09:43 PM, 5 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખેતીમાં ઉપયોગી એવા  39 જેટલા ખેત ઓજારો પર સરકાર ખેડૂતોની સબસીડી આપે છે. જેની માટે ખેડૂતે  I- ખેડૂત પોર્ટલ પર અરજી કરવી પડે છે. આજે I-Khedut પોર્ટલનું સર્વર ઠપ થઈ ગયું.  પોર્ટલ ખુલતા જ સર્વરે અરજી લેવાની બંધ કરી દીધી. પણ થોડા સમય બાદ ફરી પોર્ટલ શરૂ થયું હતું.

  • I-Khedut પોર્ટલનું સર્વર ઠપ થઈ ગયું
  • ખેતીના સામાન અને સેવા માટે અરજી કરવા પોર્ટલ ખુલતા જ ઠપ
  • વહેલા તે પહેલાના ધોરણે અરજી કરવાની હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં

I-Khedut પોર્ટલનું સર્વર ઠપ થઈ ગયું. ખેતીના સામાન અને સેવા માટે અરજી કરવા પોર્ટલ ખુલતા જ ઠપ. વહેલા તે પહેલાના ધોરણે અરજી કરવાની હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં. ખેડૂતો માટે જરૂરી એવા 39 સામાન ઉપર ઓનલાઈન અરજી મંગાવાઈ. અગાઉ અરજી કરવા એક મહિના જેટલો સમય મળતો હતો. જરૂરિયાતવાળા ખેડૂતોને બદલે ધંધાના લાભાર્થીઓ લાભ લઈ જતા હોવાની આશંકા. પોર્ટલ ખુલતા જ સર્વરે અરજી લેવાની બંધ કરી દીધી. સબ્સિડી માટે રાહ જોતા ખેડૂતો નિરાશ થયા. સમય જતા સર્વર પૂર્વવત થયું.

  • ઓનલાઈન અરજીમાં ધસારો વધ્યો
  • એકસાથે 7 લાખથી વધુ ખેડૂતોએ અરજી કરી હોવાથી સર્વર ઠપ થયું હશે
  • સાયન્સ અને ટેકનોલોજી વિભાગે તાત્કાલિક કામ શરૂ કરી દીધું હતું

કૃષિમંત્રીએ શું કહ્યું?
ઓનલાઈન અરજીમાં ધસારો વધ્યો છે.  એકસાથે 7 લાખથી વધુ ખેડૂતોએ અરજી કરી હોવાથી સર્વર ઠપ થયું હશે. સાયન્સ અને ટેકનોલોજી વિભાગે તાત્કાલિક કામ શરૂ કરી દીધું હતું. હાલ વહેલા તે પહેલાના ધોરણે અરજીનો નિયમ બદલવાનો વિચાર નથી. પાત્રતા ધરાવતા કોઈ ખેડૂતે નિરાશ ન થવું પડે તેની તકેદારી રાખીશું. વહેલા તે પહેલાના ધોરણે અરજીના નિયમમાં પણ દરેકને લાભ મળશે.

  • સરકાર સીધી ખેડૂતો સુધી પહોંચી શકે
  • ખેડૂતને કોઈપણ યોજના વિશે માહિતી મળી શકે છે
  • યોજનાની માહિતી માટે સરકારી કચેરીએ જવું પડતું નથી

I-Khedut પોર્ટલનો હેતુ શું છે?
સરકાર સીધી ખેડૂતો સુધી પહોંચી શકે છે. ખેડૂતને કોઈપણ યોજના વિશે માહિતી મળી શકે છે. યોજનાની માહિતી માટે સરકારી કચેરીએ જવું પડતું નથી. ખેડૂતના રૂપિયા અને સમયની બચત થાય છે. ખેડૂતલક્ષી યોજનાઓના ફોર્મ ઓનલાઈન ભરી શકાય છે. અરજીની સ્થિતિ પણ ઓનલાઈન ચેક થઈ શકે છે. ખેડૂતની કોઈ ફરિયાદ હોય તો પોર્ટલ દ્વારા પ્રતિભાવ આપી શકાય છે.

I-Khedut પોર્ટલમાં અન્ય જરૂરી માહિતી

  • ઈનપુટ ડીલર વિશે માહિતી
  • ખેડૂતને ધિરાણ આપનાર સંસ્થાઓની માહિતી
  • તજજ્ઞો દ્વારા કૃષિ વિષયક માર્ગદર્શન
  • કૃષિ બજારના પાકના ભાવની લાઈવ માહિતી
  • હવામાન વિશેની લાઈવ માહિતી

કેટલી યોજનાઓની યાદી ઉપલબ્ધ?

ખેતીવાડી
49
પશુપાલન
31

બાગાયતી ખેતીવાડી

127
મત્સ્યપાલન
55

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ