બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Why Garba is played in Navratri? Find out when and how it started

જાણવા જેવું / નવરાત્રીમાં કેમ રમવામાં આવે છે ગરબા? જાણો ક્યારે અને કઈ રીતે થઈ તેની શરૂઆત

Megha

Last Updated: 11:05 AM, 30 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમે જાણો છો કે નવરાત્રિમાં ગરબા શા માટે રમાય છે અને ગરબા રમીને નવરાત્રી ઉજવવાની પરંપરા કેટલી જૂની છે? આજે અમે તમને એના વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

  • નવરાત્રિમાં ગરબા શા માટે રમાય છે?
  • ગરબા રમીને નવરાત્રી ઉજવવાની પરંપરા કેટલી જૂની છે?
  • ગરબા શબ્દનો અર્થ શું થાય? 

નવરાત્રીની શરૂઆત થતાં જ તહેવારોની સિઝન પણ શરૂ થઈ ગઈ છે. આ નવ દિવસની નવરાત્રી હિન્દુ ધર્મના મુખ્ય તહેવારોમાંથી એક ગણવામાં આવે છે.  26 સપ્ટેમ્બર 2022થી નવરાત્રિ શરૂ થઈ હતી જે 5 ઓક્ટોબરે દશેરા સાથે પૂરી થશે. જણાવી દઈએ કે તેના એક દિવસ પહેલા જ મહાનવમીની ઉજવણી કરવામાં આવશે. નવરાત્રિમાં ગરબા લગભગ દરેક લોકો ગરબા રમત જ હશે  અને આપણે બધા જાણીએ જ છીએ કે નવરાત્રીમાં ગરબા રમવાની પરંપરા ઘણી જૂની છે. આપણા ગુજરાતમાં દાંડિયાની ઉજવણી વિશેષ રીતે કરવામાં આવે છે. પણ શું તમે જાણો છો કે નવરાત્રિમાં ગરબા શા માટે રમાય છે અને ગરબા રમીને નવરાત્રી ઉજવવાની પરંપરા કેટલી જૂની છે? આજે અમે તમને એના વિશે જણાવવા જઈ રહ્યા છીએ. 

નવરાત્રિમાં કેવી રીતે શરૂ થઇ ગરબાની પ્રથા  
ગરબા એ આપણા ગુજરાતનું પરંપરાગત લોકનૃત્ય છે. ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન 9 દિવસ સુધી દરેક જગ્યાએ ગરબા રમવામાં આવે છે. જણાવી દઈએ કે ગરબાને સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન ગરબા રમીને ભક્તો મા દુર્ગાને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે અને મા દુર્ગા પાસે મનગમતું પરિણામ મેળવવાની ઈચ્છા રાખે છે. જણાવી દઈએ કે નવરાત્રિમાં ગરબા અને દાંડિયા રમવાની પરંપરા ઘણી જૂની છે. ગરબાની શરૂઆત સૌપ્રથમ આપણા ગુજરાતથી થઈ હતી અને આ પછી ગુજરાતનું આ પરંપરાગત નૃત્ય ધીમે ધીમે ખૂબ લોકપ્રિય બનવા લાગ્યું હતું. એ પછી રાજસ્થાનમાં ગરબા રમવાની શરૂઆત થઈ હતી અને એ પછી ધીરે ધીરે દેશના દરેક ખૂણામાં આ લોકપ્રિય બની ગયા છે. 

ગરબા શબ્દનો અર્થ શું થાય? 
ગરબાનો અર્થ શું છે? ગરબાનો અર્થ શું છે
ગરબા આ એક સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ થાય છે ગર્ભનો દીવો. પૌરાણિક માન્યતા અનુસાર ગર્ભ દીપ એ સ્ત્રીના ગર્ભની સર્જન શક્તિનું પ્રતીક છે એટલા માટે તેને સૌભાગ્યનું પ્રતીક પણ માનવામાં આવે છે. ગર્ભદીપની સ્થાપના સાથે મહિલાઓ રંગબેરંગી વસ્ત્રો પહેરે છે અને માતા દુર્ગાની સામે ગરબા નૃત્ય કરે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Garba navratri 2022. ગરબા નવરાત્રિ navratri 2022
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ