ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Why does head hair turn white before the age of 40
Last Updated: 12:03 PM, 26 February 2024
ADVERTISEMENT
જેમ વ્યક્તિની ઉંમર વધે છે, તેમ તેના વાળ પણ સફેદ થવા લાગે છે. 40 વર્ષની ઉંમર બાદ લોકોના વાળ સફેદ થવા લાગે છે. જે એક સામાન્ય બાબન છે. પરતું હાલતો નાની ઉંમરના લોકોના વાળ પણ સફેદ થવા લાગ્યા છે. કેટલાક લોકોને આ આનુવંશિક કારણોથી પણ થતું હોય છે અને કેટલાક લોકોના શરીરમાં પોષક તત્વોની ઉણપને કારણે પણ આવું થઈ શકે છે.
ADVERTISEMENT

મેલનિનનું ઉત્પાદન
જ્યારે વાળના ફોલિકલ પિગમેન્ટ કોષો યોગ્ય પ્રમાણમાં મેલનિનનું ઉત્પાદન નથી કરી શકતા ત્યારે વાળ સફેદ થવા લાગે છે. તેની પાછળ અનેક કારણો હોય શકે છે. જેમકે હોર્મોન્સમાં પરિવર્તન, ચિંતા અને પાંડુરોગ જેવી ત્વચાને લગતી સમસ્યા. જાણો સમય પહેલા વાળ સફેદ થયાના કારણો વિશે.
ADVERTISEMENT
વિટામીન્સની ઉણપ થઈ જવી
વાળને તેની વૃદ્ધિ માટે અને કુદરતી રંગ માટે કેટલાક પોષક તત્વોની જરૂર હોય છે. જો શરીરમાં આ પોષક તત્વોની ઉણપ જણાય તો તેના કારણે વાળ સફેદ થવા લાગે છે. વિટામિન B12, ઝીંક અને અન્ય વિટામીન્સને કારણે વાળ સફેદ થવા લાગે છે. આ પોષક તત્વો વાળના કોષોને સ્વસ્થ રાખવાનું કામ કરે છે.

ADVERTISEMENT
વાંચવા જેવું: એલર્ટ! 40 વર્ષ બાદ મહિલાઓમાં જોવા મળે છે આ ગંભીર સમસ્યા, તુરંત અપનાવો આ ઉપાય
હોર્મોન્સ
ગર્ભાવસ્થા સમયે હોર્મોન્સમાં પરિવર્તન જોવા મળે છે. જેની અસર વાળના રંગ પર જોવા મળે છે. જેના કારણે વાળ સફેદ થવા લાગે છે.
ADVERTISEMENT
ચિંતા અને તણાવ
જે વ્યક્તિ લાંબા સમયથી ચિંતામાં અથવા તણાવમાં છે તો તેના શરીરમાં સ્ટ્રેસ હોર્મોન્સ સ્ત્રાવ થવા લાગે છે. જે સફેદ વાળનું કારણ બને છે.
ધુમ્રપાનના કારણે
ધુમ્રપાન સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. તેનાથી શરીરમાં અનેક બીમારીઓ થઈ શકે છે. ધુમ્રપાનના કારણે વાળ પણ સફેદ થવા લાગે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો