બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / health risks for women over 40 like osteoporosis breast cancer cervical cancer

હેલ્થ / એલર્ટ! 40 વર્ષ બાદ મહિલાઓમાં જોવા મળે છે આ ગંભીર સમસ્યા, તુરંત અપનાવો આ ઉપાય

Arohi

Last Updated: 11:53 AM, 22 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Health Risks For Women: 40ની ઉંમરમાં મહિલાઓને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થવા લાગે છે. તેનાથી બચવા માટે કઈ વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તેના વિશે જાણો.

પુરૂષોની સરખામણીમાં મહિલાઓને વધારે ફિઝિકલ સ્ટ્રેસમાંથી પસાર થવું પડે છે. સમય સમય પર થતા હોર્મોનલ ચેન્જથી પસાર થવું પડે છે. એવામાં સમયની સાથે સાથે મહિલાઓને પોતાના સ્વાસ્થ્યનું વધારે ધ્યાન રાખવું જોઈએ. જનરલ ફિઝિશિયન ડૉ. ટોમ જેનકિંસનું કહેવું છે કે મોટાભાગે મહિલાઓને 40 વર્ષની ઉંમર પહેલા લાગે છે કે તે સંપૂર્ણ રીતે સ્વસ્થ્ય છે.

પરંતુ અચાનકથી તેમને કંઈકને કંઈક સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થવા લાગે છે. તેમને આ સમસ્યા અચાનક નથી થતી પરંતુ તેમણે પોતાની કેર ન કરી જેના કારણે તેમને આ સમસ્યા થઈ છે. તો આવો આ 5 ગંભીર સમસ્યાઓ વિશે જાણીએ. 

ઓસ્ટિયોપોરોસિસ
મહિલાઓમાં આ સ્થિતિનો ખતરો વધારે હોય છે તેના કારમે મેનોપોઝનો સમય પાસે આવવાના કારણે હાડકા કમજોર થવા લાગે છે. માટે સમય રહેતા ડૉક્ટરની પાસે જાઓ તેમની પાસે FRAX સ્કોરની જાણકારી લો જે આવનાર 10 વર્ષોમાં થતા ફેક્ચરની સંભાવના જણાવે છે. જો તમારા હાડકા કમજોર થવા લાગ્યા છે તો ફિઝિશ્યન તમને કેલ્શિયમના ડોઝ આપશે. 

બ્રેસ્ટ કેન્સર 
રિપોર્ટ અનુસાર દરેક 28માંથી એક મહિલાને બ્રેસ્ટ કેન્સરનો ખતરો હોય છે. જો તમારા કોઈ પણ નજીકના સંબંધીને બ્રેસ્ટ કેન્સર છે તો ડૉક્ટરને સમય સમય પર તપાસ કરાવતા રહો. 

સર્વાઈકલ કેન્સર 
સર્વાઈકલ કેન્સરથી પીડિત મોટાભાગની મહિલાઓની ઉંમર 35થી 44 વર્ષની વચ્ચે હોય છે. તેનાથી બચી રહેવા માટે દર ત્રણ વર્ષમાં સ્કીનિંગ થવી જોઈએ. તેનો ટેસ્ટ ફક્ત અમુક જ મિનિટનો હોય છે. 

લોહીની કમી 
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર દુનિયાભરમાં 15થી 49 વર્ષની ઉંમરની 30 ટકા મહિલાઓ એનીમિયાથી પીડિત છે. તેના કારણે એનર્જીમાં કમી, શ્વાસની તકલીફ, હાર્ટ રેટ ઝડપી થઈ જવા, સ્કીન પીળી થઈ જવી. તેના માટે તમારા ડૉક્ટરની પાસે જાઓ. તે તમારો RBCનો તપાસ કરશે અને તેના અનુસાર સારવાર કરશે. 

વધુ વાંચો: વધારે માત્રામાં પ્રોટીન ખાવું હેલ્થ માટે છે નુકસાનકારક, વધી શકે છે હાર્ટ એટેકનું જોખમ!

હાઈ કોલેસ્ટ્રોલ 
40ની ઉંમરમાં હાર્ટ એટેક આવવાનો ખતરો વધવા લાગે છે. આ સામાન્ય રીતે હાઈ કોલેસ્ટ્રોલ કે હાઈ બ્લડ પ્રેશરના કારણે થાય છે. જો તમે ધુમ્રપાન કરો છો કે ફેમિલી હિસ્ટ્રી છે તો તમને વધારે જોખમ થશે. તો તમને કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર વધેલું છે તો વાર્ષિક તમને કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશરની તપાસ કરાવો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ