બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Eating too much protein is harmful to health
Sanjay Vibhakar
Last Updated: 11:07 AM, 22 February 2024
શરીરને પ્રોટીનની ખૂબ જ જરૂર હોય છે. તેથી હમેશા કહેવામાં આવે છે કે પ્રોટીન યુક્ત ખોરાક ખાવો જોઈએ. પરતું વધુ પ્રમાણમાં પ્રોટીનનું સેવન પણ નુકસાનકારક સાબિત થઈ શકે છે. તમારે એક બાબતનું ખાસ ધ્યાન રાખવું પડશે કે તમે જમવામાં યોગ્ય પ્રોટીન અને મિનરલ્સ લઈ રહ્યા છો કે નહીં. નહીંતર તમને કેટલીક ગંભીર બીમારીઓ થઈ શકે છે. ઘણીવાર લોકો અજાણતા વધુ પ્રમાણમાં પ્રોટીનનું સેવન કરી લે છે.
ADVERTISEMENT
તમારું વજન વધી શકે છે
વજન ઘટાડવા માટે પ્રોટીનનું સેવન કરવાનું કહેવામાં આવે છે. પરતું વધુ પ્રમાણમાં પ્રોટીનના સેવનને કારણે તમારું વજન વધી શકે છે. એક અભ્યાસ મુજબ પ્રોટીન શરીરમાં ફેટની જેમ જામી જાય છે અને શરીરમાં એમિનો એસિડનું પ્રમાણ પણ વધારે છે.
ADVERTISEMENT
તમને થાક લાગી શકે છે
જે લોકો વધુ પ્રમાણમાં પ્રોટીનનું સેવન કરતાં હોય છે તેમને વારંવાર થાક લાગે છે. કારણકે વધુ પ્રમાણમાં પ્રોટીનના સેવનને કારણે તમારી કિડની અને લીવર પર તણાવ વધી જાય છે. તેથી તમને થાક લાગે છે.
વાંચવા જેવું: નોકરી કરતાં યુવાનો પર મંડરાઈ રહ્યો છે ખતરનાક કેન્સરનો ખતરો! ICMRની સ્ટડીએ વધાર્યું ટેન્શન
કબજિયાત
પ્રોટીનને પચવામાં સમય લાગે છે. વધુ પ્રોટીનના સેવનને કારણે પાચનને લગતી સમસ્યાઓ થઈ શકે છે. તમને કબજિયાતની સમસ્યા થઈ શકે છે.
કેલ્શિયમ
જે લોકો વધુ પ્રમાણમાં પ્રોટીનનું સેવન કરે છે, તેમના શરીરમાં કેલ્શિયમની ઉણપ થવા લાગે છે. જેના કારણે હાડકાં નબળા થવા લાગે છે. એક અભ્યાસ મુજબ જે લોકો હાઇ પ્રોટીન આહાર લે છે. તેમના હાડકાં નબળા થઈ જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.