ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / One-third of employees have been diagnosed with metabolic syndrome

સ્વાસ્થ્ય / નોકરી કરતાં યુવાનો પર મંડરાઈ રહ્યો છે ખતરનાક કેન્સરનો ખતરો! ICMRની સ્ટડીએ વધાર્યું ટેન્શન

Published By: Sanjay Vibhakar

Last Updated: 02:41 PM, 20 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ મેટાબોલિક સિન્ડ્રોમ 45 થી 65 વર્ષના લોકોમાં કેન્સરનું જોખમ વધારવાનું કામ કરે છે. મેટાબોલિક સિન્ડ્રોમ કોઈ બીમારી નથી પણ આ એક શરીરની એવી સ્થિતિ છે, જેના કારણે શરીરમાં બીમારીઓ વધવા લાગે છે.

ADVERTISEMENT

નોકરી કરતાં યુવાનોમાં તણાવ અને ચિંતાની સમસ્યા આજ એક સામાન્ય બાબત છે. પરંતુ આ સાથે નોકરી કરતાં યુવાનોમાં કેન્સરનું જોખમ પણ વધુ જોવા મળી રહ્યું છે. ICMR ના અભ્યાસ મુજબ એક તૃતીયાંશ કર્મચારીઓમાં મેટાબોલિક સિન્ડ્રોમની સમસ્યા જોવા મળી છે. 

આ મેટાબોલિક સિન્ડ્રોમ શું છે 
આ મેટાબોલિક સિન્ડ્રોમ 45 થી 65 વર્ષના લોકોમાં કેન્સરનું જોખમ વધારવાનું કામ કરે છે. મેટાબોલિક સિન્ડ્રોમ કોઈ બીમારી નથી પણ આ એક શરીરની એવી સ્થિતિ છે, જેના કારણે શરીરમાં બીમારીઓ વધવા લાગે છે. ડાયાબિટીસ, સ્થૂળતા, હાઇ બ્લડ પ્રેશર અને અનિયંત્રિત કોલેસ્ટ્રોલ એમ આ ચારેના સંયુક્ત સ્વરૂપને મેટાબોલિક સિન્ડ્રોમ કહેવામાં આવે છે. તેનાથી કેન્સરની સાથે-સાથે હ્રદય રોગનું જોખમ પણ વધી શકે છે. 

ICMR દ્વારા કરવામાં આવેલ અભ્યાસ 
ICMR દ્વારા 3 મોટી IT કંપનીઓમાં કામ કરતાં યુવાનો પર અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ દરેક કર્મચારીની ઉંમર 30 વર્ષ કરતાં ઓછી હતી. અભ્યાસ દ્વારા જાણવા મળ્યું કે દરેક બીજા વ્યક્તિનું વજન વધુ છે અથવા તે સ્થૂળતાથી ગ્રસ્ત છે. 10 માંથી 6 વ્યક્તિઓમાં HDL એટલે કે વધુ પ્રમાણમાં કોલેસ્ટ્રોલ જોવા મળ્યું છે. જેના કારણે ભવિષ્યમાં હ્રદય રોગની સમસ્યા વધવાની સંભાવના છે. 

યુવાનોમાં આ બીમારીઓ પણ જોવા મળી છે 
અભ્યાસથી જાણવા મળ્યું કે 44.2 % લોકોનું વજન વધુ છે. જ્યારે 16.85 % યુવાનો સ્થૂળતાથી ગ્રસ્ત છે. 3.89 % યુવાનોને ડાયાબિટીસની સમસ્યા છે અને 64.93 % યુવાનોમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધુ છે. 

વાંચવા જેવું: ઍલાર્મ વાગ્યા રાખે છતાં નથી ઊડતી ઊંઘ? અપનાવો આ ટિપ્સ, આપોઆપ ખૂલી જશે આંખો

કેન્સરનું જોખમ વધવાના કારણો 
ICMR દ્વારા અભ્યાસ કરવામાં આવેલ દરેક વ્યક્તિ યુવાન છે પણ ઓફિસના વાતાવરણ અને ખાનપાનના લીધે આ લોકોમાં સ્થૂળતાનું પ્રમાણ જોવા મળ્યું છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Cancer ICMR Metabolic Syndrome health tips અભ્યાસ કેન્સર મેટાબોલિક સિન્ડ્રોમ યુવાનો Health

Published by

Sanjay Vibhakar

Sanjay Vibhakar is a journalist with VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ