બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / Why did the talk between Congress and AAP deteriorate in the opposition unity meeting?

રાજકારણ / વિપક્ષી એકતાની મીટિંગમાં કોંગ્રેસ અને AAP વચ્ચે કેમ બગડી ગઈ વાત? જાણો ક્યાં ફસાયો છે પેચ

Priyakant

Last Updated: 03:36 PM, 24 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Opposition Meeting News: વિપક્ષી એકતાની મીટિંગમાં એકતાની સાથે સાથે અણબનાવ પણ સામે આવ્યો, અરવિંદ કેજરીવાલે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં હાજરી ન આપી

  • લોકસભા ચૂંટણી 2024માં ભાજપ વિરુદ્ધ એક થવા વિરોધ પક્ષોની બેઠક 
  • પટનામાં યોજાયેલ બેઠકમાં 15 પક્ષોના નેતાઓ એક મંચ પર આવ્યા
  • અરવિંદ કેજરીવાલે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં હાજરી ન આપી 
  • કોંગ્રેસે પહેલા કેન્દ્રના દિલ્હી સરકારના વટહુકમ પર પોતાનું વલણ સ્પષ્ટ કરે: AAP

બિહારના સીએમ નીતિશ કુમારે લોકસભા ચૂંટણી 2024માં ભાજપ વિરુદ્ધ એક થવા માટે શુક્રવારે પટનામાં વિરોધ પક્ષોની પ્રથમ બેઠક બોલાવી હતી. મહત્વનું છે કે, આ બેઠકમાં 15 પક્ષોના નેતાઓ એક મંચ પર આવ્યા હતા. આ નેતાઓએ ભાજપ સામે એક થવાની વાત કરી હતી. પરંતુ બેઠકમાં એકતાની સાથે સાથે અણબનાવ પણ સામે આવ્યો હતો. અરવિંદ કેજરીવાલે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપી ન હતી. નોંધનીય છે કે, આ પહેલા આમ આદમી પાર્ટી (AAP) એ કહ્યું કે, કોંગ્રેસે પહેલા કેન્દ્ર સરકારના દિલ્હી સરકારના વટહુકમ પર પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ, નહીં તો તે તેમની સાથે કોઈપણ બેઠકમાં ભાગ લેશે નહીં.

બેઠકમાં બિહારના સીએમ નીતિશ કુમારે સૌથી પહેલા દિલ્હીને લઈને કેન્દ્ર સરકારના વટહુકમનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, કોંગ્રેસે આ અંગે નિર્ણય લેવો જોઈએ, કારણ કે રાજ્યસભામાં આ વટહુકમનો વિરોધ કરવા માટે અન્ય તમામ પક્ષોએ કેજરીવાલનું સમર્થન કર્યું છે. કેજરીવાલે આજની બેઠકમાં જ આ વટહુકમ અંગે કોંગ્રેસનું સ્ટેન્ડ જાણવા માગ્યું હતું. 

કોંગ્રેસે કહ્યું, BJPને સમર્થન કરવાનો પ્રશ્ન જ નથી 
આ તરફ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીએ બેઠકમાં કહ્યું કે, BJPના કોઈપણ પગલાને સમર્થન કરવાનો પ્રશ્ન જ નથી. પરંતુ કોંગ્રેસ પાર્ટીમાં નિર્ણય લેવાની એક પ્રક્રિયા અને રીત છે. સંસદના આગામી સત્રમાં 10 દિવસનો સમય લાગશે. પરંતુ કેજરીવાલ એ વાત પર મક્કમ હતા કે, આજની બેઠકમાં જ બાબતોનો નિર્ણય લેવામાં આવે. કેજરીવાલના આ આગ્રહ સામે ઘણા નેતાઓએ વાંધો ઉઠાવ્યો હતો. 

ઓમરે કલમ 370 પર AAPના વલણ પર આશ્ચર્ય વ્યક્ત કર્યું
નેશનલ કોન્ફરન્સના વડા ઓમર અબ્દુલ્લાએ તો ત્યાં સુધી કહ્યું કે, અમે અહીં તમારા મુદ્દા પર ચર્ચા કરવા નથી આવ્યા, પરંતુ ભાજપને કેવી રીતે રોકવું તે માટે આવ્યા છીએ. બેઠકમાં બહાર આવેલી માહિતી અનુસાર, નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ કલમ 370 હટાવવા પર આમ આદમી પાર્ટીના વલણ પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. સાથે જ તમામ પક્ષોએ કોંગ્રેસને કેન્દ્રીય વટહુકમ સામે કેજરીવાલને સમર્થન આપવા કહ્યું છે.

કોંગ્રેસના નેતાઓએ AAP પ્રવક્તાનું નિવેદન બતાવ્યું અને.... 
કોંગ્રેસના નેતાઓએ AAP પ્રવક્તા પ્રિયંકા કક્કડનું નિવેદન પણ બતાવ્યું. આના પર અરવિંદ કેજરીવાલે સ્પષ્ટતા કરી કે, તેઓ પાર્ટીમાં નવા છે અને આ નિવેદન તેમની સંમતિથી આપવામાં આવ્યું નથી. જોકે કેજરીવાલ આનાથી અલગ પડી ગયા હતા. કારણ કે મોટાભાગના નેતાઓએ તેનો વિરોધ કર્યો હતો.

રાહુલ ગાંધીએ આપ્યું મોટું નિવેદન 
રાહુલ ગાંધીએ કહ્યું કે, ગઠબંધનને લઈને ઘણા બેદરકાર છીએ. મમતા બેનર્જીએ પણ બંગાળની સ્થિતિને ટાંકીને વિગતવાર વાત કરી, પરંતુ કહ્યું કે અમે બધા ભાજપને હરાવવા માટે સાથે છીએ. જોકે બેઠકમાં PM પદના ઉમેદવાર અંગે કોઈ ચર્ચા થઈ ન હતી. સાથે જ ગઠબંધનનું નામ શું હશે તે અંગે પણ કંઈ નક્કી કરવામાં આવ્યું નથી. હવે આગામી બેઠક શિમલામાં થશે.

કોંગ્રેસના માથા પર બંદૂક રાખીને કોઈ વાત ન થઈ શકે 
કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કોંગ્રેસ વિરુદ્ધ AAPના અનેક ઉશ્કેરણીજનક નિવેદનોનો ઉલ્લેખ કર્યો. ખડગેએ આ બેઠક પહેલા કેજરીવાલના નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો હતો. કેસી વેણુગોપાલે પણ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, કોંગ્રેસના માથા પર બંદૂક રાખીને વાતચીતની માંગ કરી શકાય નહીં.

શું કહ્યું હતું AAP પાર્ટીએ ? 
AAPએ ગુરુવારે કહ્યું હતું કે, જો કોંગ્રેસ દિલ્હીમાં વહીવટી સેવાઓના નિયંત્રણ પર કેન્દ્ર સરકારના વટહુકમ સામે સમર્થન આપવાનું વચન નહીં આપે તો AAP પટનામાં શુક્રવારની બેઠકમાંથી વોકઆઉટ કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ખડગેએ બેઠકમાં કહ્યું હતું કે AAPના નિવેદનથી વિપક્ષની બેઠક માટેનું વાતાવરણ ખરાબ થયું છે.

વટહુકમ માટે કોઈ અલગ મિકેનિઝમની જરૂર નથી: ખડગે
કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે AAP વિપક્ષી પાર્ટીઓની બેઠકોમાં નિયમિતપણે ભાગ લે છે, જ્યાં સામાન્ય અને સંમત વ્યૂહરચના બનાવવામાં આવે છે. વટહુકમ માટે કોઈ અલગ મિકેનિઝમની જરૂર નથી. ભાજપ સરકાર સામે ગઠબંધન લડવા માટે તેને પૂર્વ શરત તરીકે રાખવામાં આવી છે.

હવે આગામી બેઠક ક્યારે ? 
વિપક્ષી દળોની આગામી બેઠક 10 થી 12 જુલાઈ સુધી શિમલામાં થઈ શકે છે. CM આવાસ પર સંયુક્ત પત્રકાર પરિષદ દરમિયાન મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું કે, આગામી બેઠક ટૂંક સમયમાં યોજાશે અને આ બેઠકમાં તે નક્કી કરવામાં આવશે કે કોણ ક્યાંથી અને કેવી રીતે લડશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ