બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / Why are the good things of the pre-monsoon plan only on paper? As the monsoon activity started, the road appeared due to thunderstorms

મહામંથન / પ્રિ-મોન્સૂન પ્લાનની સારી-સારી વાતો, કાગળ ઉપર જ કેમ ઘસાય છે? મોન્સૂન એક્ટિવીટી શરૂ થતાં રોડ પર તંત્રના કારનામાં દેખાયા

Vishal Khamar

Last Updated: 09:25 PM, 4 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દર વર્ષે રાજ્યની નગર પાલિકા તેમજ મહાનગર પાલિકાઓ દ્વારા ચોમાસા પહેલા પ્રિ-મોન્સુનની કામગીરી પૂર્ણ કરી દેવાની હોય છે. પરંતું નઘરોળ તંત્ર દ્વારા પ્રિ-મોન્સુનની કામગીરી પૂર્ણ કર્યા બાદ પણ શહેરોમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. તો તેનાં માટે જવાબદાર કોણ?

પ્રિ-મોન્સૂન કામગીરી શબ્દ કદાચ ગુજરાતના દરેક શહેરીજનોને કોઠે પડી ગયો હશે. ચોમાસા પહેલા દરેક મહાપાલિકાની જવાબદારી હોય છે કે પ્રિ-મોન્સૂન કામગીરી પૂરી કરી દેવામાં આવે. પરંતુ દર વખતે પ્રિ-મોન્સૂન કામગીરીની સારી-સારી વાતો થાય છે અને સરવાળે જયારે ચોમાસા પહેલા પ્રિ-મોન્સૂન એક્ટિવીટીના ભાગરૂપે સામાન્ય કે થોડો વધુ વરસાદ થાય એટલે તંત્રની પોલ ખુલી જાય.

એવુ નથી કે માત્ર અમદાવાદ પૂરતી વાત છે પણ બાકીના મહાનગરો કે અન્ય નાના શહેરોમાં પણ આવી જ સ્થિતિ છે. કયાંક પાણી ભરાઈ ગયા તો કયાંક રસ્તામાં ભૂવા પડી ગયા. સવાલ એ છે કે પ્રિ-મોન્સૂન કામગીરી લેખે લાગે એના માટે શું કરવું પડે. સામાન્ય કે થોડો વધુ વરસાદ પણ તંત્રની કહેવાતી મહેનત ઉપર પાણી ફેરવી દે તો એવો કયો પ્રિ-મોન્સૂન પ્લાન હોય શકે જેના ઉપર પાણી ન ફેરવાય. પ્રયત્નો પૂરતા નથી કે દાનતનો અભાવ છે, આખરે કારણ શું છે.

  • ગુજરાતના શહેરોમાં સામાન્ય વરસાદથી કપરી સ્થિતિ
  • રાત્રીના સમયે પડેલા વરસાદથી પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી
  • મોટેભાગે એવું બને છે કે ચોમાસા સુધી પ્રિ-મોન્સૂન કામગીરી ચાલતી હોય છે

ગુજરાતના શહેરોમાં સામાન્ય વરસાદથી કપરી સ્થિતિ સર્જાઈ છે.  રાત્રીના સમયે પડેલા વરસાદથી પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે.  મોટેભાગે એવું બને છે કે ચોમાસા સુધી પ્રિ-મોન્સૂન કામગીરી ચાલતી હોય છે. સામાન્ય સંજોગોમાં ચોમાસા પહેલા આ કામગીરી પૂર્ણ થવી જોઈએ. રહેણાંક વિસ્તારમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામાન્ય બની ગઈ છે. વીજપોલ ધરાશાયી થયા હોય કે ભૂવા પડ્યા હોય તેવા બનાવ બનતા રહે છે.

  • પ્રિ-મોન્સૂન કામગીરી માટે BPMC એક્ટ અમલમાં છે
  • BPMC એક્ટ હેઠળ 15 જૂન સુધીમાં પ્રિ-મોન્સૂન કામગીરી પૂર્ણ કરી દેવી પડે
  • તમામ મહાપાલિકાઓએ આ એક્ટનું પાલન કરવાનું હોય છે
  • મોટેભાગે ચોમાસાની સત્તાવાર તારીખ સુધી પ્રિ-મોન્સૂન કામગીરી પૂર્ણ થતી નથી 

પ્રિ-મોન્સૂન કામગીરી પૂરી થવાનો માપદંડ
પ્રિ-મોન્સૂન કામગીરી માટે BPMC એક્ટ અમલમાં છે. BPMC એક્ટ હેઠળ 15 જૂન સુધીમાં પ્રિ-મોન્સૂન કામગીરી પૂર્ણ કરી દેવી પડે છે.  તમામ મહાપાલિકાઓએ આ એક્ટનું પાલન કરવાનું હોય છે. મોટેભાગે ચોમાસાની સત્તાવાર તારીખ સુધી પ્રિ-મોન્સૂન કામગીરી પૂર્ણ થતી નથી. 

  • આદર્શ રીતે 1 જૂન સુધીમાં શહેરોમાં પ્રિ-મોન્સૂન કામગીરી પૂર્ણ થવી જોઈએ
  • ચોમાસાના પંદર દિવસ પહેલા પ્રિ-મોન્સૂન એક્ટિવીટી શરૂ થાય તેવું અનુમાન
  • ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂન સુધીમાં વરસાદ આવતો હોય છે

આદર્શ પ્રિ-મોન્સૂન પ્લાન કેવો હોય?
આદર્શ રીતે 1 જૂન સુધીમાં શહેરોમાં પ્રિ-મોન્સૂન કામગીરી પૂર્ણ થવી જોઈએ. ચોમાસાના પંદર દિવસ પહેલા પ્રિ-મોન્સૂન એક્ટિવીટી શરૂ થાય તેવું અનુમાન છે.  ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂન સુધીમાં વરસાદ આવતો હોય છે. આદર્શ રીતે પાલિકાઓએ 1 જૂન સુધીમાં પ્રિ-મોન્સૂન કામગીરી પૂરી કરી દેવી પડે છે.  તેમ છતા BPMC એક્ટ પહેલા તમામ પ્રિ-મોન્સૂન કામગીરી પૂર્ણ થઈ જવી જોઈએ. 

  • ચોમાસા પહેલા નવા રસ્તા બનાવવાની કામગીરી પૂર્ણ કરવી
  • રસ્તાઓનું ખોદકામ કરેલું હોય તો તેને પૂર્ણ કરવું
  • કેનાલની સાફ-સફાઈ કરવી
  • ઝાડી-ઝાંખરા દૂર કરવા
  • ડ્રેનેજ લાઈનની કામગીરી પૂર્ણ કરવી

પાલિકાઓની શું છે જવાબદારી?
ચોમાસા પહેલા નવા રસ્તા બનાવવાની કામગીરી પૂર્ણ કરવી પડે. તેમજ  રસ્તાઓનું ખોદકામ કરેલું હોય તો તેને પૂર્ણ કરવું. કેનાલની સાફ-સફાઈ કરવી. ઝાડી-ઝાંખરા દૂર કરવા. ડ્રેનેજ લાઈનની કામગીરી પૂર્ણ કરવી. જોખમી વીજપોલનું સમારકામ હાથ ધરવું. વીજવાયર, વીજપોલને લગતી તમામ કામગીરી પૂર્ણ કરવી. જોખમી મકાનને ચોમાસા પહેલા ઉતારી લેવા. પંપિંગ સ્ટેશન કાર્યરત છે કે કેમ તેની ચકાસણી કરી લેવી. વરસાદી પાણીના નિકાલની પૂરતી વ્યવસ્થા કરી લેવી.

વરસાદથી ક્યાં કેટલું નુકસાન?

બનાસકાંઠા

  • ગ્રામ્ય વિસ્તારમાં અનેક વૃક્ષ ધરાશાયી

સાબરકાંઠા

  • ગ્રામ્ય વિસ્તારમાં અનેક વૃક્ષ ધરાશાયી

છોટાઉદેપુર

  • કાચા મકાનોના પતરા ઉડી ગયા
  • કસ્બા વિસ્તારમાં મકાનની દિવાલ ધરાશાયી

અમદાવાદ

  • અનેક જગ્યાએ હોર્ડિંગ્સ પડી ગયા
  • વૃક્ષો ધરાશાયી થતા ટ્રાફિકજામની સ્થિતિ
  • હાટકેશ્વર-ખોખરાનો માર્ગ પાણીમાં ગરકાવ
  • નાના પોરવાડમાં મકાન ધરાશાયી
  • સી.એન.વિદ્યાલય પાસે પાણી ભરાયા

વડોદરા

  • વડોદરાના અટલ બ્રિજની પ્રોટેક્શન વોલ તૂટી
  • પ્રોટેક્શન વોલના બ્લોક પણ તૂટી ગયા
  • દેણા ચોકડી પાસેના નવા બ્રિજ ઉપરનો વીજપોલ ધરાશાયી
  • શહેરના અનેક વિસ્તારમાં વૃક્ષ પડી ગયા

આણંદ

  • કેટલાક વિસ્તારમાં વીજપુરવઠો ખોરવાયો

ખેડા

  • ગરનાળામાં પાણી ભરાયા
  • અનેક વિસ્તારમાં વાહનચાલક અટવાયા
  • ઠાસરાના શાહપુરા પાસે બાઈક ઉપર વૃક્ષ પડ્યું
  • બાઈક ઉપર વૃક્ષ પડતા બાઈક સવાર દંપતીનું મૃત્યુ

પંચમહાલ

  • ગ્રામ્ય વિસ્તારમાં 25 જેટલા મકાનોની છત ઉડી ગઈ

પાટણ

  • સોલાર પાર્કમાં વીજ ઉત્પાદન કરતી સોલાર પ્લેટ ક્ષતિગ્રસ્ત

અરવલ્લી

  • મેઘરજ રોડ, ઉમિયા મંદિર વિસ્તારમાં પાણી ભરાયા

મહિસાગર

  • લુણાવાડાની અનેક દુકાનમાં પાણી ભરાયા
  • કેટલાક વિસ્તારમાં વીજપુરવઠો ખોરવાયો
  • હોર્ડિંગ્સ, સાઈનબોર્ડ ધરાશાયી થયા
  • હાલોલ-શામળાજીથી વડોદરા તરફના હાઈ-વે પર પાણી ભરાયા 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ