બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:11 PM, 5 January 2026
ભોજપુર સુપરસ્ટાર પવન સિંહ આજે તેમનો 40મો જન્મદિવસ ઉજવી રહ્યા છે.જેમાં ફેન્સ તેમને જન્મદિવસની શુભેચ્છાઓ પણ પાઠવી રહ્યા છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વાયરલ વીડિયોએ ચર્ચા જગાવી છે. આ વીડિયોમાં પવન સિંહ એક યુવતી સાથે જન્મદિવસની કેક કાપતો જોવા મળે છે. તે કેક કાપતી વખતે તેનો હાથ પકડી રાખે છે અને તેની આંગળીઓ પર ચોંટેલી કેક પણ ચાટી જાય છે. હવે મિસ્ટ્રી ગર્લ કોણ છે તે નાગે સવાલ થઇ રહ્યા છે.
ADVERTISEMENT
આ વીડિયોમાં જોવા મળતી યુવતીનું નામ મહિમા સિંહ છે, જે ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક્ટ્રેસ છે. તે ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લાની રહેવાસી. તેને મોડેલિંગ અને મ્યુઝિક વીડિયોમાં પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તે હવે ભોજપુરી ફિલ્મોમાં પોતાની ઓળખ બનાવી રહી છે.
ADVERTISEMENT
પવન સિંહની પત્ની જ્યોતિ સિંહ દ્વારા શેર કરાયેલ જન્મદિવસની પાર્ટીના વીડિયોમાં મહિમા સિંહના કપાળ પર સિંદૂર ભરેલું જોવા મળે છે. તે કહેવું મુશ્કેલ છે કે આ લગ્નનો સિંદૂર છે કે પાર્ટી પહેલા કોઈ સોંગ કે ફિલ્મના શૂટિંગનો મેકઅપ છે. પવને લખનૌમાં પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો.
ADVERTISEMENT
વીડિયોમાં જોવા મળતી મહિમા સિંહ પવન સિંહની હિરોઇન છે. પવન સિંહનું ગીત "બાની લાઇકા" તેમના જન્મદિવસ પર રિલીઝ થયું હતું, જેમાં મહિમા તેમની હિરોઇન તરીકે હતી. આ સોંગ પવન અને શિલ્પી રાજે ગાયું હતું. આ સોંગના અનેક ફોટા મહિલાના ઇન્સ્ટાગ્રામ પર જોવા મળે છે. મહિમા સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટીવ છે.

ADVERTISEMENT
કહેવાઈ રહ્યું છે કે મહિમા સિંહ પવન સિંહ સાથે તેની પહેલી ફિલ્મ પણ બનાવી રહી છે. આ સમાચાર ગયા વર્ષે ડિસેમ્બરમાં આવ્યા હતા જેના કારણે તેમની કેમેસ્ટ્રી વિશે ચર્ચા થઈ હતી. પવન સિંહના જન્મદિવસની પાર્ટીના વાયરલ વીડિયો પર ફેંસ અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
ADVERTISEMENT
પવન સિંહની પત્ની જ્યોતિ સિંહે જન્મદિવસની પાર્ટીનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો અને તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. તેને લખ્યું હતું કે, "ભગવાન તમારી દરેક ઇચ્છાઓ પૂર્ણ કરે." પવન સિંહ અને જ્યોતિ સિંહ વચ્ચે છૂટાછેડાનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.