ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
ઉપમુખ્યમંત્રી પદ માટે NCP અને કોંગ્રેસ બંનેના દાવેદાર
આજે સાંજે 6 વાગ્યે ત્રણેય શિવસેના-NCP અને કોંગ્રેસના પક્ષના ધારાસભ્યોની બેઠક મળશે. આ બેઠકમાં ઉદ્ધવ ઠાકરેને ત્રણેય પક્ષના નેતા તરીકે જાહેર કરવામાં આવશે અને ઉદ્ધવ મુખ્યમંત્રી બનશે. આ સાથે ઉપમુખ્યમંત્રી પદે NCPના જયંત પાટિલ અને કોંગ્રેસના બાલાસાહેબ થોરાટના નામની ચર્ચા થઈ રહી છે. શપથગ્રહણ કાર્યક્રમ રાજભવન ખાતે યોજાઈ તેવી શક્યતા છે.
ADVERTISEMENT
અમારી પાસે બહુમત રહી નથી, હું રાજીનામું આપું છું : દેવેન્દ્ર ફડણવીસ
મંગળવાર બપોરે 3.30 કલાકે પત્રકાર પરિષદને સંબોધન કરતી વખતે ફડણવીસે ભાજપ અને શિવસેનાને મળેલી બહુમતિનો ઉલ્લેખ કર્યો હતો. જો કે, પરિણામ બાદ શિવસેનાના બદલાયેલા વલણની પણ તેમણે વાત કરી હતી અને અંતે ભાજપ પાસે બહુમત નહીં હોવાનું જણાવીને મુખ્યમંત્રી પદેથી રાજીનામું ધરી દીધું હતું.
ADVERTISEMENT
ગઈ કાલે રાતે 162 MLAની ઓળખ પરેડ કરાઈ
ગઈ કાલે રાત્રે મુંબઈ હયાત હોટેલમાં ત્રણેય પક્ષના 162 ધારાસભ્યોની ઓળખ પરેડ કરાઈ હતી. જેમાં NCP ના શરદ પવાર, શિવસેના ઉદ્ધવ ઠાકરે પણ ઉપસ્થિત હતા. આ સાથે 162 ધારાસભ્યોએ સોનિયા ગાંધી, શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેને વફાદાર રહેવાના શપથ લીધા હતા. જો કે આ ત્રણેય પક્ષ સરકાર બનાવે તો ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બનશે એ વાતની શરદ પવારે ચાર દિવસ પહેલાં સ્પષ્ટતાં કરી હતી
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો